આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો પોતાની અસ્પષ્ટ ભાષામાં કંઈ કહી રહેલો દરિયો અને મનમાં લહેરાતી દરિયાની લહેરો બન્ને પ્રેમી પંખીડા વહેલી શીતળ લહેરોની માદકત્વમાં જાણે ખોવાઈ ગયા હતા. જીવન જીવવાની એક નવી જ દિશા તેમને મળી ગઈ હતી. ચેરાગના હાથમાં રહેલો રોશનીનો હાથ તેનો સ્પર્શ માણી રહ્યો હતો, જેમાં ભારોભાર સ્નેહ હતો.
એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલાં આ બન્ને વિદ્યાર્થીઓ જીવનમાં સાથે એક પગલું આગળ વધવાના છે એ વિચારમાત્રથી જ તેઓ આનંદિત થઈ ગયા હતા. લગભગ ત્રણ વર્ષથી બન્ને કોલેજમાં સહપાઠી હતા. રોશનીની ભૂરી માદક આંખોમાં ગજબનું આકર્ષણ હતું. તેની કમનીય કાયા વસ્ત્રો પહેરવાની એક અલગતા અને આગવી વાકછટા કોલેજમાં ચર્ચાનો વિષય હતી ચેરાગ પણ આકર્ષક દેહ સૌષ્ઠવ ધરાવતો વિનયી અને સ્માર્ટ વિદ્યાર્થી તરીકે કોલેજમાં જાણીતો હતો. બન્ને એકબીજાનો સહવાસ કયારે ગમવા લાગ્યો તેની ખબર જ ન પડી અને એક દિવસ પંખીઓ કલબલાટ કરી રહ્યા વાતાવરણ રોમાંચિત થઈ ગયું બન્નેની આંખો નાચી ઉઠી અને તેમને એમ થઈ ગયું કહે હવે તો બસ પ્રેમ થઈ ગયો છે.
હવે શું? રોશની તેના ધનાઢય માતા-પિતાની અને ચેરાગ અપર મધ્યવર્ગીય પરિવારમાંથી આવતો હોનહાર યુવક બન્નેને લાગ્યું કે માતા-પિતાનો વિરોધ એ એક સામાન્ય વાત છે.
પરંતુ બન્ને એજ્યુકેટેડ છે અને સાથે જોબ કરે તો જીવન જીવવાનું સરળ થઈ જશે પરંતુ એકવાર તો મમ્મી-પપ્પાને વાત કરી જોવી. નરોશની, તે જાતે લગ્ન માટે યુવક શોધી લીધો છે. નઓહ માય ડિયર સ્વીટહાર્ટ, થેંકયુ ગોડ, તે અમાં એક કપ કામ સરળ બનાવી દીધું.થ રોશની તો ફાટી આંખે ખુશીથી ઉછળતા પોતાના મમ્મી-પપ્પાને તાકી રહી. નચેરાગ! શું વાત કરે છે. આટલા મોટા ઘરની છોકરી આપણા ઘરમાં તારી સાથે લગ્ન કરીને આવશે? આપણાં તો ભાગ્ય ઉઘડી જશે.થ ચેરાગ પોતાના મમ્મી-પપ્પાના ચહેરા ઉપર છલકાતી ખુશી જોઈ રહ્યો. શું બધાયના જીવનમાં આવું બનતું હશે. બન્ને હરખાઈ ગયાં. આ લવમેરેજ હતા કે અરેન્જ મેરેજ તે ખબર જ ન પડી સપ્તસદીના સથવારે, આતશબાજીઓના ચમકારા અને સગાસંબધીઓના માનવમહેરાણ વચ્ચે બન્ને એક થઈ ગયા.
વિદેશમાં હનીમૂન અને મનગમતો સહવાસ માણી તેઓ જાણે સંતુષ્ટ થઈ ગયા. રોશનીના મમ્મી-પપ્પાએ એક સારી ફર્મમાં ઉંચા પગારે ચેરાગને મોટા હોદ્દા ઉપર જોબ અપાવી. પરિવારમાં આવતાં જ ચેરાગના મમ્મી પપ્પાએ રોશનીને વધાવી લીધી. અપાર સ્નેહ પામીને રોશનીએ સ્નેહને આંખોમાં સમાવી લીધો. નરોશની મારાં મોજા કયાં છે? અને મારો માલ આજે નોકરીનો પહેલો દિવસ હતો અને રોશની પણ ચેરાગની પ્રગતિથી આનંદિત હતી, ઉછળતી-કૂદતી જીવનથી ભરેલી ચુલબુલી રોશની હોંશે હોંશે ચેરાગની જરિયાતની ચીજ વસ્તુઓ દોડતી લઈ આવી.
પોતાના બંધ બેડમમાં એક ઉષ્માભરી ભીંસ અને હોઠો ઉપર તસતસતું ચુંબન કરી ચેરાગ બહાર આવ્યો. રોશની શરમાઈને પાસે ઉભી રહી ગઈ અને ચેરાગ મમ્મી-પપ્પાના આશિવાર્ર્દ લઈ નવા મારગ ઉપર આગળ વધી ગયો. સમય તો અવિરત વહેતો રહે છે તેને કયારેય કોઈની શરમ હોતી નથી. માનવી જન્મ લે છે. મૃત્યુ પામે છે આ બન્નેની વચ્ચે જીવન જીવે છે. સુખી થાય છે કે દુ:ખી થાય છે, સમયને કોઈની પરવા નથી તે તો બસ ઓધારી ગતિથી આગળને આગળ વધતો જ જાય છે. લગ્નજીવનમાં બે વર્ષ કયાં વીતી ગયાં ખબર જ ન પડી. હવે રોશનીના મનમાં વિચારોએ સ્થાન લઈ લીધું.
વહેલી સવારમાં ઉઠવું. ચેરાગની જરિયાતોનું ધ્યાન રાખવું. મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવું. ઘરનું ધ્યાન રાખવું મહેમાનોની આવ ભગત કરવી, બોરિંગ લાઈફ થઈ ગઈ છે. ચેરાગ જોબ ઉપર જતો ત્યારથી તે ચેરાગની પાછા આવવાની રાહ જોતી કયારેક તો ચેરાગ કંપનીની પાર્ટી સાથે ડિનર કરીને આવતો, સવારના તો લંચ ટિફિનમાં જતું રોશની અકળાઈ ગઈ હતી. વાતાવરણને હળવું કરવા તે પોતાના મમ્મી-પપ્પા સાથે રોકાવા ગઈ.
નઓહ, મમ્મા-પપ્પા ઈટસ બોરિંગ લાઈફ શું આવું જીવન જીવવા માટે લોકો પરણતાં હશે!થ નરોશની બેટા, અમારી પાસે તો સમય જ નથી અને તારેે જાતે શોધેલો જીવનસાથી છે. ચેરાગ હોનહાર છોકરો છે. એનામાં ખામી શું છે? ખોટા વિચાર છોડી દે અને લાઈફને એન્જોય કર.થ
નપણ મંમ્મા, મારો સમય જ જતો નથી.થ નઓ કે, તો તું જોબ ટ્રાય કર.થ
રોશનીના ખાલી પડેલા મનને એક નવો માર્ગ મળ્યો.
નચેરાગ, હું લાઈફ સ્ટ્રગલ કં છું. મને પણ જોબ કરવી છેથ.
નતારે જોબ કરવાની જર શું છે? મોટર-ગાડી બંગલા છે પિયાની ખોટ નથી તું વાપર, એશ કર.થ
નચેરાગ મારી આઈડેન્ટિટી શું? જીવનમાં માં ધ્યેય શુ?થ અને તે દિવસે બન્ને બંધ બારણે ચડભર થઈ હતી.
નરોશની, મારા મોજા!થ
નચેરાગ હું તમારી કામવાળી નથી.થ રોશનીએ ગુસ્સાથી કહ્યું
નમોઢું સંભાળીને બોલ, નહીં તો!થ ચેરાગે જવાબ આપ્યો.
નનહીં તો શું કરી લેશો?થ પત્નીને ગુલામ બનાવીને રાખવાના જમાના ગયા સમજ્યા!થ
ચેરાગે વધારે માથાકૂટ કર્યા વગર પોતાની બેગ પેક કરી. સાસુ સસરાની સમજાવટને પણ ન સાંભળી, પોતાના પિયરના મારગ ઉપર આગળ વધી ગઈ. વળી સમય તો વહેતો જ રહ્યો ..છ મહિના!
મેમ આવતી કાલે તમારે મિટિંગ સાંજે ૪ વાગ્યે પાર્ટી સાથે ફિકસ્ડ કરી છે અને ડિનર પણ ત્યાં જ છે. ટેબલ ખુરશી અને ઓફિસનો હોલ ભરેલો હતો. રોશની પોતાની આગવી વાકછટાથી બધાયને પ્રેઝન્ટેશન દ્વારા ઈમ્પ્રેસ કરી રહી હતી. અને ડીલ પણ થઈ ગયું.
નવેરી ગુડ પ્રેઝન્ટેશનપ
નથેંકયુ મિ. અમીત મહેતા
હવે રોશની પોતાના શરીરનું ધ્યાન રાખતી, જોબ ઉબર સામી વ્યક્તિને પોતાનં વ્યકિતત્વ દ્વારા આકર્ષવા રેડી રહેતી ડિનરના સમયે વેધક નજરોથી તાકતા મિ. અમીત મહેતાએ રોશનીને સ્પર્શ કરવાની એક પણ તક છોડી નહોતી. તે રાત્રે રોશનીનું એકલું મન વળી વિચારે ચઢયું અન કોન્સિયસ માઈન્ડમાં જાણે મિ. અમીત મહેતા અને ચેરાગની સરખામણી થઈ જતી હતી.
પોતાનું ઘર, પરિવાર, માયાળુ પતિ, રોશનીએ બે દિવસ ઓફિસમાં રજા લીધી. નમેમ, તમને સર બોલાવે છે.થ નનવી નવી જોબ છે અને આટલી રજા! જુઓ આજે નવું ડીલ કરવાનું છે તમારી પ્રેઝન્ટેશનની તૈયારી કરી લેજો. સાંજે ડિનર પણ હોટેલમાં જ છે.થ
રોશની નીચું જોઈ બહાર નીકળી ગઈ.
નરોશની, હું જોબ ઉપરથી જલ્દી આવીશ. આપણે સાથે ડિનર લઈશું. ચેરાગનો અવાજ તેની આસપાસ ઘુમરાવા લાગ્યો. રોશનીએ ફાઈલો ટેબલ ઉપર મૂકી અને કારની ચાવી લઈ ઘરે આવી ગઈ. એસી ઓરડામાં ડબલબેડ ઉપર સૂતા સૂતા તેનાં મનના વિચારો તેની આસપાસ જ જાણે ચકકર ચકકર ફરી રહ્યા હતા. શું ઈચ્છે છે પોતે! એક સારો સ્નેહાળ પતિ! બોસના અંડરપ્રેશરમાં રહી જોબ કરવાની મિ. અમીત મહેતા જેવા અનેક કંપનીના માણસોની વેધક આંખો! તેમનો અણગમતો સ્પર્શ! કે પિયા કે પ્રતિષ્ઠા! પોતાનું માનસન્માન! બીજે દિવસે તેના ઓફિસના ટેબલ ઉપર રાજીનામાનો લેટર પડયો હતો.
નચેરાગ, હું રોશની મને લેવા આવીશ?થ
તે સાંજે દરિયાકિનારે પ્રેમી પંખીડા એકબીજાની આગોશમાં બેઠાં હતા.
નરોશની, આપણાં બાળકનું નામ શું રાખીશું?થ રોશની શરમાઈ ગઈ હતી. આજે ફરી તેમના લવમેરેજ થયાં હતા. સમય અવિરતપણે વહેતો હતો.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025