તમારી સ્પાઈન કેટલી સુરક્ષિત છે? સ્પાઈનનું રક્ષણ કરવું અત્યંત મહત્વનું છે કારણ કે તે સીધી મગજ સાથે જોડાય છે અને તમારા શરીરના અન્ય ભાગોને સંકેત આપવાનું કામ મગજ કરે છે. તમારી કરોડરજ્જુની દેખરેખ કઈ રીતે લેશો તે જાણો:
*યોગ્ય મુદ્રામાં બેસવું અત્યંત જરી છે.
*તમાં ગળું, ખભા ને પીઠના ભાગને જેમ બને તેમ સરળ રાખવાની કોશિશ કરો. તેમજ તમારા માથાને જેમ બને તેમ ઉંચું રાખવાની કોશિશ કરો.
* નીચે પડેલી વસ્તુ ઉચકવા તમે તમારા ઘૂંટણને વાળીને બેસીને વસ્તુ ઉપાડી શકો છો પરંતુ સીધા નીચે વળવું નુકસાનકારક છે.
* તમારી પીઠને જેટલી સ્ટ્રેચ કરી શકો એેટલી કરો.
* દરરોજ કસરત કરો
* સ્નાયુઓને લગતી યોગ્ય કસરત કરવાથી તમારી કરોડરજ્જુ એક જ જગ્યાએ રહેશે.
* હમેશા પીઠના ભાગે અથવા સાઈડ બાજુના ભાગ પર સુવાનું રાખો તમારા પેટ પર સુવાનું રાખો નહીં અને ફકત એક તકિયાને લઈને સુવાની આદત રાખો.
* પૌષ્ટિક આહાર ખાવાનું રાખો.
* ખાવામાં ઓમેગા-૩, વિટામીન ડી અને પ્રોટીનનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરો.
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025