આથ્રવનોને આપવા પડતા ભોગ: આથ્રવનો પોતાની ફરજ બજાવવામાં જમાનાઓથી કાયમ રહેલા પોતાના ધર્મની રક્ષા કરવામાં કોમ અને દીનની સેવા કરવામાં બેહદીનો ને દોરવવામાં કેવા ભોગો આપવા પડે છે તે આપણે વિચારવાનું રહ્યું છે.
બેહદીન એટલે ભલી દીનનો: બેહદીન એટલે પોતાના ધર્મને સાથે લઈને જન્મેલી વ્યક્તિ જે ધર્મ અસલના સમયથી તેના પૂર્વજો તરફથી ઉતરી આવ્યો હોય. દરેક વ્યક્તિ માટે પોતાના જ ર્ધમમાં જન્મ લેવો એ મગરીની બીના છે.
નિરાધાર ટોળો: આજની ઝડપી દુનિયામાં ધન અને સત્તા મેળવવાની ઉતાવળ અને ધગશમાં બેહદીન ટોળો પાછળ પડતો જાય છે અથવા તેના ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી અને તે જીવનપ્રવાહમાં ઘણો જ પાછળ પડી ગયો છે. આપણી કોમને યાદ આપવાની ખાસ જર છે. આવી વ્યક્તિઓ, ધાર્મિક સ્થળોએ આવીને પોતાની ઉપર આવેલી આફત અને મુસીબતોનું નિવારણ કરવાની કોશિશ કરતી જોવા મળે છે. આ બેહદીન ટોળાંનો દરેક સભ્ય હમેશા ધાર્મિક મકાનો જેવા કે અગિયારી, આતશબહેરામ વગેરેમાં જતો જણાય છે તે જ તેમની ધાર્મિક મનોવૃત્તિની સાબિતી કરે છે. આ સભ્ય તમે હોવ કે હું હોઉ યા કોઈ બીજો હમદીન હોય પણ તે આપણા ધાર્મિક સ્થળો જે આથ્રવાનો નિભાવી રહ્યા છે. તેમાં સૌ જતાં આવતાં જણાય છે.
એક જરથોસ્તી-તેની સુખાકારી અને શાંતિમય જીવનનાં કારણો: વિચાર કરવો રહ્યો કે આવાં ધાર્મિક મકાનો જેની સંભાળ લેનાર, જાળવણી કરનાર આથ્રવાનો, જેઓ પોતાની જિંદગીની સુખસગવડ, એશઆરામ વગેરેનો ભોગ આપીને આ ધાર્મિક સ્થળોની સેવા અને રખેવાળી ન કરતે, તો આપણા હમદીનો કયાં જતે? આ ઉપરથી સાબિત થાય છે કે જરથોસ્તીઓને અગિયારીઓ અને આતશબહેરામો વિના ચાલે નહિ અને આ ધાર્મિક સ્થળોને નીભાવવા માટે મોબેદોની ખાસ જરીયાત છે. આજે આખા વખતની મોબેદી કરતા આથ્રવાનો જેઓની ઉપર તેમના કુટુંબીઓ જિંદગીની સઘળી જરિયાતોનો આધાર રાખે છે તેઓ માટે પોતાના કુટુંબીઓને દરરોજની જરિયાતો પૂરી પાડવાનું બહુ જ મુશ્કેલ થઈ પડે છે.
આથ્રવાનોની નેગેહબાની: આથ્રવાનો, ખાસ કરીને બોયવાળા, મોબેદ સાહેબો અને એરવદ સાહેબો પોતાની રોજિંદી જીવનની જરિયાતો માટે કોમના સભ્યો ઉપર આધાર રાખે છે. સમય બદલાતો જાય છે તે આપણા ધર્મગુઓની જીવનની રોજિંદી જરિયાતો આપણી જરિયાતોથી જુદી પાડી શકાતી નથી.
ઉંઘ વિનાની રાત્રિઓ: આંથ્રવાનોને પોતાની ઉંઘનો મોટો ભોગ આપવાનો હોય છે. દરરોજ સવારના વહેલા ઉઠવું વગેરે સહેલ નથી. દાખલા તરીકે એક મોબેદ જે આતશની પાસબાની કરે છે અને બોયની ક્રિયા કરે છે તેને તો દરરોજ રાત્રે બાર વાગ્યે આતશની આગળ હાજર રહેવું જ જોઈએ અને ત્યારબાદ સવાર સુધી જાગૃત રહેવું પડે છે કારણ કે કોઈ પણ હમદીન વ્યક્તિ સવારના પહોરમાં કોઈપણ સમયે આતશ આગળ સુખડ અર્પણ કરવા આવી શકે છે. કમનસીબે આવા આથ્રવનોની કોઈને દાઝ નથી.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025