મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્ર જેવા ઠંડા ગ્રહની દિનદશા ચાલશે તેથી હવે તમે તમારા ડીસીઝન લેવામાં ભૂલ નહીં કરો. જેબી કામ કરશો તેમાં તમે તમારૂં મન લગાવીને કામ કરી શકશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. તમારા ફેમિલી મેમ્બરને ખુશ રાખવા માટે એકસ્ટ્રા કામ કરી લેશો. નાણાકીય મુશ્કેલીને દૂર કરવાનો સીધો રસ્તો મળશે. નવા કામ મેળવી શકશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
With Moon ruling over you till 25th June, you will make the right decisions and will work religiously. Travel is indicated and you will discover ways to earn well. You will be able to work a little harder to keep your family happy. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 19.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. બાકી કાલથી 20 દિવસ સૂર્યની દિનદશા તમારા બધાજ કામને અસ્ત વ્યસ્ત કરી નાખશે. 4થી જૂન સુધીમાં તમને સરકારી કામમાં સફળતા નહીં મળે. તમારી તબિયતનું ધ્યાન રાખજો. વડીલવર્ગની તબિયત બગડી જશે. ડોકટરના બીલનો ખર્ચ વધી જાય તો નવાઈમાં પડી જતા નહીં. કોઈબી જાતનું સહી-સિકકાના કામો કરતા નહીં. સરકારી કામકાજની અંદર ધ્યાન આપજો. આજથી 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.
Today’s day will pass peacefully. From tomorrow, Sun takes over for 20 days, thus distorting your routine. You won’t be successful in your legal work, hence avoid doing it for now. Take care of your health. Your elders might feel sick and uneasy. Pay attention to Govt. related work. Pray the 96th name ‘Ya Rayomand’, 101 times.
Lucky Dates: 13, 17, 18, 19.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી તમારી રાશિના માલિક બુધના મિત્ર શુક્રની દિનદશા ચાલશે તેથી તમારૂં માન સન્માન વધી જશે. મોજશોખ પાછળ ખર્ચ કરવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનની વાત કહેવામાં જરાબી સંકોચ રાખતા નહીં. ઓપોઝિટ સેકસનું એટ્રેકશન ખૂબ જ વધી જશે. શુક્રની કૃપાથી મનગમતી વ્યક્તિને સામેથી મળવા જશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.
Venus is ruling over you till 16th June and thus, will help you earn respect. Spending will not affect your financial stability. Don’t hesitate in expressing your feelings. You will be attracted to people from the opposite gender. You will take an initiative of meeting your favourite person. To get the blessings of Venus, pray ‘Behram Yazad’ daily without fail.
Lucky Dates: 14, 15, 18, 19.
.
CANCER | કર્ક: ડ.હ.
તમે 16મી જુલાઈ સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરશો. ફેમિલી મેમ્બરને ખુશ રાખવા માટે ખર્ચની પરવાહ નહીં કરો. ધણી-ધણીયાણીમાં પ્રેમની ભાવના ખૂબ જ વધી જશે. આપેલા પ્રોમીશ પહેલા પૂરા કરી શકશો. ઓપોઝિટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. તેની ઉપર પૂરેપૂરૂં ધ્યાન આપજો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.
With Venus ruling over you till 16th July, your expenses may increase. You won’t be stingy while spending for your family. There will be love amongst spouses. Live up to your promises and you might get to know important and relevant information from people of the opposite gender, so pay attention to it. Pray ‘Behram Yazad’ daily without fail.
Lucky Dates: 13, 15, 16, 18.
.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કોઈપણ કામ સમય પર નહીં કરી શકો. સાથે સાથે કામ કરવામાં ખૂબ જ કંટાળો આવશે. તબિયતમાં એસીડીટીથી પરેશાન થશો. મોટી માંદગીથી બચવું હોય તો શરૂઆતથી કાળજી લેજો. પાણી જેમ પૈસા ખર્ચ કરીને પણ તમને શાંતિ નહીં થાય. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજોે.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Rahu ruling over you till 4th June, will make you feel sluggish, hence completing work on time will be a challenge. Acidity may trouble you. Takecare of your health right from the start in order to avoid any major sickness. Just by spending too much, won’t help you find peace. Pray ‘Mahabokhtar Niyaish’ daily.
Lucky Dates: 14, 15, 16, 17.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે પહેલા સરકારી, ધર્મ કે ચેરીટના કામો કરી શકશો. આ અઠવાડિયામાં થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી લેજો. ઘરમાં જોઈતી વસ્તુઓનો સ્ટોક ડબલ કરી લેજો. તમારે કોઈને પૈસા આપવાના હોય તો લાંબા સમયની મુદત માંગી લેજો. ઉતરતી ગુરૂની દિનદશા ધનલાભ અપાવશે. ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
Before 22nd May, you will be able to complete legal, religious and charitable work. Try to save money and make wise investment this week. Buy all the necessary household item in bulk and if you owe somebody any money, then ask for some grace period to return it. The descending rule of Jupiter will help you earn profit. Pray ‘Sarosh Yasht’ daily without fail.
Lucky Dates: 13, 14, 18, 19.
.
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા હાથથી જાણતા કે અજાણતા સારા કામો થતા રહેશે તમારાથી બનશે એટલું ચેરિટીજનું કામ કરી લેશો. નાના ધનલાભ મળતા રહેશે. ચાલુ કામ સાથે કામ કરનાર સામેથી તમારા મદદગાર બની રહેશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર નહીં રાખો. કૌટુંબિક વ્યક્તિની નજરમાં માન વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.14, 15, 16, 19 છે.
Since Jupiter rules over you till 23rd June, you will do good deeds without any realization. You will indulge in charitable work. You might earn small profits. Your colleagues will be helpful to you. You won’t hesitate in purchasing new household things. Your relatives will respect you. Pray ‘Sarosh Yasht’ daily.
Lucky Dates: 14, 15, 16, 19.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કરતા બાળકો કે તમારાથી નાના ફેમિલી મેમ્બરની ચિંતા રહેશે. તેમની સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં જ્યાં ત્રણ સાંધશો ત્યાં ત્રણ તૂટશે. આવક કરતા જાવકનું પ્રમાણ વધી જશે. તમે કરકસર કરીને જમા કરશો અને ઘરવાળા ડબલ ખર્ચ કરી નાખશે. વાહન સંભાળીને ચલાવજો એક્સિડન્ટ થવાના ચાન્સ છે. શનિના નિવારણ માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 17, 18 છે.
With Saturn ruling over you, you will be tensed about the well-being of your family and children, causing certain misunderstandings. You might find it difficult to save money as family’s expenses will increase. Careless driving may lead to accidents. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 13, 15, 17, 18.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે કોઈને સમજાવવા જશો તો તેમાં સફળતા મળશે. હિસાબી કામ 18મી સુધી પૂરા કરી લેજો. ભાગીદારીમાં કામ કરતા હશો તો તેમાં ફાયદા થશે. થોડી રકમનું રોકાણ કરજો. મનગમતી વ્યક્તિને મળવાની રાહ જોયા વગર પહેલા મળીને મનની વાત કરી દેજો. ધનલાભ મળશે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Mercury rules over you for this week, hence you will be successful in explaining things to people. Complete your legal work by 18th. If you’re working in partnership venture, you will earn profit. Try to save money. Express your feelings to the person you love before it’s too late. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 14, 15, 16, 19.
.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ બુધ્ધિવાપરીને કરશો. તમારા ફાયદાની વાત પર પહેલા ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી સારી જગ્યાએ રોકાણ કરી શકશો. કામકાજ માટે ગામ-પરગામ જવાનો ચાન્સ છે. તબિયત સારી રહેશે. હિસાબી કામમાં સફળ થશો. ચાલુ કામમાં તમને થોડીઘણી મહેનત કરવી પડશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17 ને 19 છે.
With Mercury ruling over you, you will complete your work intelligently. Focus on the areas which bring profit. Financial stability is there, hence make wise investments. You might get to travel abroad for work. Health will be fine. You will have to work little harder at your current job. Pray ‘Meher Niyaish’ daily.
Lucky Dates: 13, 14, 17, 19.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ઉતરતી મંગળની દિનદશા હોવાથી વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. મંગળ તમને દરેક બાબતમાં ગરમ કરાવી દેશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ઘરમાં તમને શાંતિ નહીં મળે. નોકરી કરતા હશો ત્યાંના લોકો પણ સાથ નહીં આપે. તમારી નાની ભૂલને પહાડ જેવી બનાવી દેશે. શેર સટ્ટાના કામમાં નુકસાનીમાં આવી જશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો. મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.
With Mars ruling over you, driving safe is advised. You will be annoyed over things easily and your expenditures may increase. You won’t find peace at home and your colleagues won’t be supportive. People might magnify your small mistakes. Gambling will cause great loses. Pray ‘Tir Yasht’ daily, it will help you find peace.
Lucky Dates: 15, 16, 17, 19.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી રોજના કામ રોજ પૂરા કરી લેજો. લાંબા સમય માટે કોઈ પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી દેજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. આવતા 12 દિવસમાં એક-બે દિવસની મુસાફરી કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. તબિયતમાં મુશ્કેલી નહીં આવે. ઉતરતી ચંદ્રની દિનદશા ફાયદો અપાવી દેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Moon is ruling over you till 23rd, and hence make sure you complete your work on time. Avoid planning long term things for now. Express your feelings to your favourite person. Financial stability is there and health will be fine. In next 12 days, a short trip is indicated. You will be able to fulfil the demands of family. The descending rule of Moon will help you earn profit. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 15, 16, 17, 18.
.
- Your Moonsign Janam Rashi This Week –
28 December 2024 – 03 January 2025 - 28 December2024 - Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024