પારસી સંસ્કૃતિ સાથે પરોપકાર અને ચેરિટી જોડાયેલી છે. પારસી તારૂય બીજું નામ સખાવતથ એ કહેવત જાણીતી છે. દિનશા તંબોલી આજે આપણા સમુદાયમાં દાનવૃત્તિ પરોપકારના ખ્યાલના વિકાસ અંગેના તેમના વિચારો જણાવે છે.
સખાવતનો ખ્યાલ સમજીએ તો તમારા હૃદયથી અન્ય લોકો પ્રત્યે ઉદારતા વધારવાનું કાર્ય છે.
પરોપકારનો સાર અમે જરથોસ્તીઓના મનમાં ઉંડે ઉતારી દેવામાં આવ્યો છે. આપણો સમય, પૈસા અને ઉર્જાને કેન્દ્રિય છે. જેના દ્વારા માન્યતાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
ચેરિટી અને પરોપકાર કરવો એ બન્નેમાં તફાવત છે. બન્નેનું મિશ્રણ ન થવું જોઈએ. બધી ચેરિટીથી પરોપકાર થતો નથી.
ચેરિટીનો હેતું કોઈ ચોકકસ સામાજિક સમસ્યાના દુ:ખને દૂર કરવા માટેનો હેતુ છે.
આપણું હૃદય આપણને મદદ કરવા પ્રેરે છે. આપણે સખાવતી દાન કરવામાં ઘણા ઉદાર છીએ પણ શું આપણી ઉદારવૃત્તિથી મદદ લેનારને નુકસાન પહોંચે છે?
આપણે જરૂરતંમદોને મદદ કરીએ છીએ પણ તેમની પોતાની કામ કરવાની ક્ષમતા અને ઈચ્છાનો નાશ થાય છે.
અમારી સખાવતી સંસ્થાઓ દ્વારા ગરીબીને દૂર કરવાના અમારા તમામ પ્રયાસો માટે અમે સફળ થયા છે. પરંતુ તેમના કામના નૈતિક મૂલ્યો રદબાતલ થઈ રહ્યા છે અને ગરીબો હજુ ગરીબ બની રહ્યા છે.
અમારો હેતુ સારો છે પરંતુ અમારી ચેરિટી પ્રાપ્ત કર્યા પછીના લોકોની ભાવના અને આર્થિક પરિણામોને નકકી કરવા માટે કાળજી પૂર્વક ખ્યાલ ચલાવવાની અવગણના કર્યે છીએ.
દુર્ભાગ્યવશ અમારી સખાવતી સંસ્થાઓએ ઘણા લોકોને વિચારવાનું ઉત્તેજન આપ્યું છે કે જયારે ચેરિટી ટ્રસ્ટથી મદદ મળે છે તો મહેનત કરવાની શી જરૂરત છે. આ વલણ સામે લડવા માટે ટ્રસ્ટી અને ટ્રસ્ટના એડમિનિસ્ટ્રેટરોએ પ્રોત્સાહન આપવું નહીં જોઈએ. જે લોકોને પોતાના કામ કરવાથી જે અભિમાન થાય તેને પ્રોત્સાહન આપવું જોઈએ, નહીં તો આવતા વર્ષોમાં ઘણી અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
બધીજ ચેરિટી સારી કે ખરાબ હોતી નથી. કેટલાક લોકો સાફ અંતકરણથી ચેરિટી કરે છે જેનાથી સામેવાળાનું અપમાન થવું ન જોઈએ અને ચેરિટી લેનાર પણ કોઈવાર એમ માને છે કે આ ચેરિટી નથી પણ મારો હક છે તો તે ઝેરિલી ચેરિટીમાં પરિણમે છે.
કેટલાક લોકો ફકત ચેરિટી પર નિર્ભર રહેલા હોય છે એ લોકો ચેરિટી લેવાનું છોડવા તૈયાર નથી. અને આ રીતે ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. અને કોમ બહુ ધીરેથી આગળ વધે છે.
આપણા સમુદાયના સખાવતી સંસ્થાઓના ટ્રસ્ટી અને સંચાલકોએ ગંભીરતાપૂર્વક સમીક્ષા અને સુધારવું જોઈએ, અને આપણા સમુદાયનું આર્થિક ભવિષ્ય બદલાવું જોઈએ.
ભારતમાં આપણા સમુદાયમાં ગરીબીને નાબૂદ કરવાના એક સરળ પરંતુ અસરકારક ઉકેલ છે જેમાં તેમના નાના, જીવન ટકાવવા તેમના વ્યવસાયોના નિર્માણમાં મદદ કરવા માટે વ્યાજ-મુક્ત લોન આપી તેમને વસાવી શકાય છે અને બુઢ્ઢાઓ તેમજ શારિરીત રીતે નબળા લોકેને ચેરિટી આપી શકાય છે.
ઉપરોક્ત તમામ બાબત જણાવ્યા બાદ આપણે વાસ્તવિકતાને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે આપણી સંખ્યા ઝડપથી ઘટી રહેલી છે સામાન્ય આર્થિક કટોકટીને પ્રભાવિત કરે છે અને તેના લીધેજ અલગ સમુદાય તરીકે દેખાઈએ છીએ. ખૂબ ઓછા ગરીબ જરથોસ્તીઓ રસ્તા પર દેખાય છે. સમુદાયના કેટલાક વિભાગો આર્થિક રીતે વંચિત છે અને તેઓને સહાય નથી મળતી તેઓ થોડી સહાય મળતા તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
સમાપન કરતી વખતે, તે ઉલ્લેખનીય છે કે કોઈ સુધારાની અપેક્ષા રાખી શકાય નહીં ત્યાં સુધી, જયાં સુધી ચેરિટિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સંચાલકો વાસ્તવિક અર્થ સમજી તેને અમલમાં મૂકે જેમ કે એક માણસને મચ્છી ખાવા આપો તો આજે તેને માટે ખોરાકનો બંદોબસ્ત થઈ ગયો છે પણ જો તમે તેને મચ્છી પકડતા શીખવશો તેનો અર્થ તેને આજીવન માટે ખોરાક આપો છો. આજ ચેરિટીનો ખરો અર્થ છે એટલે કે ચેરિટી આજના માટે પણ પરોપકાર કાયમના માટે છે.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024