સુરતના મોદી શહેનશાહી આતશ બહેરામે 2જી ઓકટોબર, 2017ને દિને 194મી સાલગ્રેહની ઉજવણી કરી. સવારે 7.00 વાગે હાવનગેહમાં માચી પધરાવવામાં આવી હતી. તે સમયે લગભગ સો જેટલા જરથોસ્તીઓ હાજર હતા. આતશ બહેરામની આસપાસની ગલીઓમાં કાવ્યાની ઝંડાને લગભગ સવારે 7.30 કલાકે પારસી સમુદાયના લોકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. છૈયે અમે જરથોસ્તી ગીત ગાઈ ‘ઝંડા’ને આતશબહેરામની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો. ખુશાલીનું જશન તેર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું. એરવદ દારાયસ કાત્રક દ્વારા ધર્મની બાબત પર ભાષણ આપવામાં આવ્યું હતું.
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025