મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમે વધુ પડતા આળસુ થઈ જશો. તમારા પોતાના કામ તમે સરખી રીતે નહીં કરી શકો. ઉતરતી શનિની દિનદશા માંદગી આપી જશે તેથી તમે તાવ, માથાના દુખાવાથી કે બેક પેનથી પરેશાન થશો. ખાવાપીવામાં થોડું ધ્યાન આપશો તો ઓછા પરેશાન થશો. શનિનું દુ:ખ ઓછું કરવા માંગતા હો તો ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27 છે.
Last week left under the rule of Saturn, so overcome your laziness. Organise your work and work accordingly. Take care of your health, especially if you are suffering from fever, headache or back pain. Be careful of your eating habits. Pray ‘Moti Haptan Yasht’ every day without fail.
Lucky Dates: 25, 26, 27
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે તેથી 26મી નવેમ્બર સુધી તમે તમારા રોજબરોજના કામ બરાબર નહીં કરી શકો. તમારા મગજમાં કોઈ બાબત બેસી જશે તો નીકળતા મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં આવક વધશે સાથે ખર્ચ પણ વધશે. તમારી નાની બેદરકારી પરેશાન બનાવી દેશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Starting from today, Saturn rules you for 36 days and hence till 26th November you will have to pay more attention at work. Be aware of your thoughts and do not keep thinking of the same thing again and again. Your income and expenses will increase. Don’t be careless. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 22, 23, 24, 25
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધ જેવા બુધ્ધિના ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિવાપરી વધુ ધન કમાવાના રસ્તા શોધી લેશો. તમે જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મેળવી લેશો. સાથે કામ કરનાર તમને પુરો સાથ સહકાર આપતા રહેશે. તમે જે પણ કમાશો તેમાં થોડી ઘણી રકમ બચાવીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. ફેમિલીની ચિંતા હશે તેને ઓછી કરવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 27 છે.
With Mercury ruling over you, you will find intelligent ways to earn money. Your colleagues will respect and support you. Save and invest money at right places. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 21, 22, 24, 27
.
CANCER | કર્ક: ડ.હ.
પહેલા 4 દિવસ મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા ક્રોધ પર કાબુ રાખજો. છેલ્લા ત્રણ દિવસ શાંતિ મેળવશો. ઉતરતી દિનદશા તબિયતને ખરાબ કરી નાખશે. ખાસ કરીને તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. 25મી ઓકટોબરથી બુધની દિનદશા શાંતિ આપશે. નાણાકીય તકલીફથી બહાર આવી શકશો. આજથી ‘તીર યશ્ત’ની સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.
Mars rules you for the first four days and hence, keep calm. The last three days will be peaceful. Take care of your health, especially if you are suffering from fever and headache. The rule of Mercury from the 25th will bring peace. You will be able to find a way out of your financial crises. Pray ‘Tir Yasht’ and ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 23, 25, 26, 27
.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા 6 દિવસ ચંદ્રની દિનદશા ચાલશે તેથી જે પણ કામ કરો તેમાં શાંતિ રાખજો. બાકી 26મીથી મંગળની દિનદશા તમારા સ્વભાવને ચેન્જ કરી નાખશે. અચાનક તમારૂં પ્રેશર વધી જશે. ભાઈ બહેનની સાથે મતભેદ વધતા જશે. તમારા કરેલ કામમાં પાણી ફરી જશે. ઉતરતી ચંદ્રની દિનદશામાં ઘરવાળાના મનની વાત સમજી શકશો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણી લીધા પછી ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Last six days left under Moon’s rule and hence work calmly. From the 26th, the rule of Mars will bring behavioural changes. Take care of your health and avoid arguments with siblings. The descending rule of Moon will help you understand the feelings of your loved ones. After praying ‘Ya Beshtarna’ 101 times, pray ‘Tir Yasht’.
Lucky Dates: 21, 22, 23, 24
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મોટી મુસાફરી કરવી પડશે. ઘરવાળાને ખુશ રાખવા માટે તમારાથી જે પણ બનશે તે કરી લેશો. નાણાકીય ફાયદો સામેથી મળશે. તમારા મગજને શાંત રાખી કામ કરતા સફળતા મળશે. ફેમિલીનું વાતાવરણ સારૂં રહેશે. જૂના રોકાણમાં ફાયદો મળશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
Moon rules you till 26th November and hence travel is indicated. You will do whatever is possible to please your family members. You will earn financial profits. By working calmly you will achieve success. Home atmosphere will be good. Previous investments will bear fruits. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 22, 25, 26, 27
LIBRA | તુલા: ર.ત.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાના દુ:ખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં પરેશાન થશો. બેન્કીંગ કે હિસાબી કામમાં જેટલી કાળજી રાખશો તેટલી જ ભુલો થશે. મનમાં ખોટો ડર પેસી જશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા કામમાં તમને સંતોષ નહીં મળે. કોઈ તમારી ભલાઈની વાત કરશે તે પણ તમને ગમશે નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26 છે.
With Sun ruling over you, you might experience headaches. Avoid government related work. Be extremely particular with banking and financial transactions. Overcome your fears and look after the health of your elders. Work hard without thinking about the result and do not take everyone’s word to your heart. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 22, 25, 26
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી તમે તમારા ખર્ચ પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. નવી ચીજ વસ્તુ વસાવવાનું મન થશે. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવા માટે પ્લાન બનાવશો તેમાં સફળ થશો. બીજાનું મન જીતી લેશો. તમે તમારા મનની વાત ઓપોઝિટ સેકસને કહેવા માંગતા હો તો જલ્દીથી કહી દેજો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 23, 24, 27 છે.
Venus’ rule till 16th November, might increase your expenses. You will want to buy something new. You might plan to travel, and will win over others. Speak your heart out to the opposite gender. Pray to ‘Behram Yazad’ to get blessings from Venus.
Lucky Dates: 21, 23, 24, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ઘણા લાંબા સમય સુધી આનંદમાં રાખે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોજશોખની સાથે કામપર પણ ધ્યાન આપવામાં સફળ થશો. નાણાકીય ફાયદા મળતા રહેશે. ઓપોઝિટ સેકસ તરફથી કોઈ લાભની વાત જાણવા મલશે. મનગમતી ચીજ વસ્તુ લઈ શકશો. જીવનસાથી મેળવવા માટેનો સમય સારો સાબિત થશે. નવા કામ મળવાના ચાન્સ છે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Venus will be ruling over you for a long time and hence you will have a balanced lifestyle. You might earn financial profits. You will get to know some good news from people from the opposite gender. You will be able to buy things that you desire. A good time to find your life partner or a new job. Pray to ‘Behram Yazad’.
Lucky Dates: 22, 23, 24, 25
.
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી માથા પરનો બોજો ઓછો થવાની જગ્યાએ વધી જશે. તમારા તબિયતની ખાસ સંભાળ રાખવી પડશે. માથાના દુખાવાથી પરેશાન થશો. રાતની ઉંઘ ઓછી થઈ જશે. ખોટી ચિંતાઓથી પરેશાન થશો. ધનખર્ચ વધવાથી પરેશાન થશો. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.
With Rahu ruling over you, you might feel stressed and hence take care of your health, especially if you are suffering from headache. Stop worrying unnecessarily, especially about your expenses. Pray ‘Maha Bakhtar Nyaish’ without fail.
Lucky Dates: 21, 22, 26, 27
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 25મી સુધી ઘરવાળાને ખુશ રાખી શકશો. ધર્મ કે ચેરિટીના કામ કરવાથી મનને આનંદ થશે. 25મીથી રાહુની દિનદશા તમને 42 દિવસ સુધી શાંત નહીં બેસવા દે. રાહુ તમારા વિચારોને બદલી નાખશે અને ખોટા વિચારોથી પરેશાન થશો. ખર્ચનું પ્રમાણ વધી જશે. આજથી ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Jupiter rules you for the first four days and hence you will be able to please your loved ones till the 25th. You will feel happy by doing religious and charitable work. From the 25th, Rahu begins to rule you for the next 42 days. Stay positive. Your expenses might increase. Pray ‘Srosh Yasht’ and ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 21, 22, 23, 24
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારા રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મને લગતા કામોમાં વધુ ઈનટરેસ્ટ લેશો. નાણાકીય ફાયદો મળી જશે. ફેમિલી ટેન્શનને દૂર કરવા બુધ્ધિનો ઉપયોગ કરશો. જૂના ઈનવેસ્ટમેન્ટથી ફાયદો થશે. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 27 છે.
Jupiter rules over you and hence you will be interested in religious work. You might earn financial benefits. Use you wisdom to get rid of tension within the family. Previous investments will bear fruits. Small travels are indicated. Pray ‘Srosh Yasht every day without fail.
Lucky Dates: 21, 24, 25, 27
.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025