ભગવાને રાખી ભકતની લાજ

એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય તો મારી અને તમારી બન્નેની આબરૂ જશે. હવે ભજનનો કાર્યક્રમ પૂરો થતા જેટલા માણસો બહાર નીકળ્યાં તે સર્વલોક ઓરંગઝેબને શિવાજીના રૂપમાં જ દેખાયા હવે ઔરંગઝેબ કોને પકડી શકે. વળી કોઈ પકડવા જાય તો તેના હાથ થંભીને અડીને જ જાય. આવા અલૌકીક ભજન કીર્તન તો તુકારામ જ કરી જાણે. પોતાના ભક્તની લાજ રાખવા ભગવાને તમામ ભજન કરવા આવનાર વ્યક્તિને શિવાજીના રૂપમાં દેખાડયા અને ભક્તની લાજ બચાવી લીધી.

About પિરોશા તંબોલી

Leave a Reply

*