‘ઓ શ્યોર, શ્યોર, આબન, તુંને જ્યારે ગમે ત્યારે યુ આર ઓલવેઝ વેલકમ.’
પોતાની હમશીરને હેતથી જ વળગી પડતા તેણી બોલી પડી.
પણ પોતાનાં આટલા સુખો વચ્ચે શિરીન વોર્ડન પોતાના વહાલા પિતાને એક ઘડી ભુલી શકી નહીં.
આહ, હમણાં જો તેવણ હૈયાત હતે તો કેટલા બધા ખુશ થતે!
તેણી અનેક વાર તે દુખીયારાઓના મંદીરની મુલાકાતે જઈ આવી ગુરૂજીને મળી આવતી, ને એક દિવસ ત્યારે તેણીએ પોતાનાં મનની મુંઝવણ તે સંત પુરૂષને કહી દીધી.
‘ગુરૂજી, મારાં આટલા સુખો વચ્ચે એકજ વાતે હું દુ:ખી છું.’ ને તે એ કે મારા વ્હાલા પપ્પા મારૂં સુખ જોવા આજે હૈયાત નથી.’
એ સાંભળતાજ તે સંત પુરૂષે પોતાનું વૃધ્ધ ડોકું ધુણાવી તેણીને કહી સંભળાવ્યું.
‘નહીં, નહી, બેટી તું ખોટી છે. મેં કહ્યું છે તેમ ફકત શરીર મરણ પામેછ, પણ આત્મા હમેશ અમર રહી શકેછ…પણ જ્યારે તે શરીરનાં ખોખાંની અંદર ભરઈ રહેછ ત્યારેજ તે એક પંખેડા મીશાલ પુરઈ જાયછ, જ્યારે છુટો થયેલો આત્મા આઝાદ હોવાથી તે આપણી વધુ નજદીક હમેશ રહી શકેછ, બેટી.’
ને ત્યારે તે જ ઘડીથી શિરીન વોર્ડનને લાગી આવ્યું કે તેણીનો વ્હાલામાં વ્હાલો પિતા તેણીની નજદીક રહી તેણીની પાસબાની કરતો હતો.
ડરબી કાસલ એક વરસનાં પસાર થયા બાદ આજે પૂર મગરૂરી સાથ, પોતાનાં શેઠની તથા મીઠી તે નવી શેઠાણીની શેહાદીની ખુશાલીમાં ખડો થયો.
દીવસો આગમચથી તે કાસલમાં ધમચકડી મચી રહી. ઝરી જુહાક પુર ઉમંગ અને હોશ વચ્ચે પોતાનાં દીકરાનાં લગનની તૈયારી કરવા મંડી ગયા પોતાનાં સગા વહાલાઓને ગામે ગામથી બોલાવી તે ગેસ્ટ રૂમ્ઝ અંતે ભરાઈ જવા પામ્યા.
શિરીન વોર્ડનના માય બેન, મામા મામી, બે કઝીનોને માસી માટે ઝરી જુહાકે ખાસ બે રૂમ્ઝ અલાએદા આપી દીધા.
તે ગરીબ વહેવાઈવાલાઓનો વિચાર તો કેઠે સસ્તા ગેસ્ટ હાઉસમાં ચાર દિવસ ઉતારો લઈ લેવાનો હતો, પણ ઝરી જુહાકે સખત વાંધો ઉઠાવી લીધો.
‘કાંય, બીચારાં બહાર શા માટે ઉતારો લે. આપણે લગન કરવા બોલાવ્યા તો આપુને એ લોકનાં સુખ સગવડ પર ધ્યાન આપવું જોઈએ.’
દિલ્લા ફ્રેઝર અને જાંગુ દલાલનાં લગન પણ સાથેજ થનાર હોવાથી વધુ જ ધમાલ મચી રહી. મોલી કામાને તો ઘણાંક વખતથી નર્વસ બ્રેક ડાઉન થઈ આવવાથી તેણીનાં માત પિતા પોતાનાં બચ્ચાંને લાંબા ચેન્જ પર કોડીકનાલ લઈ ગયાં હતાં, ને સામ તલાટી પણ અંતે શિરીનને હંમેશનીજ ગુમાવેલી હોવાથી તે શહાદી આગમછ કંઈ કામનું બહાનું કાઢી માયસોર ચાલી ગયો…
તે એક રળીયામણી સાંજે ‘લાલબાગ’ મધે બેંગ્લોરની આગેવાન સોસાયટી હેઠળ ને તે ખુદાની નજરમાં, શિરીન વોર્ડન હમેશનીજ મીસીસ ફિરોઝ ફ્રેઝર બની ગઈ.
તે વેડીંગ રીંગ તેણીની નાજુક કળી જેવી આંગળી પર પહેરાવી, ગુલાબ જેવા મુખડાને પોતાની બે આંગળીઓ વચ્ચે સેજ ઉંચો કરી, તે ધણીએ ચેરિઝ જેવા તે હોઠો પર એક નરમ કીસ અર્પણ કરતાં ધીમેથી બોલી દીધું.
‘મારી વાઈફ’
ને એ બોલો સાંભળતા તે ફરગેટ-મી નોટ જેવી સુંદર આંખો સુખના ચમકારા મારતી ઉપર આસમાન તરફ પૂગી ગઈ ત્યારે શિરીનને એમજ લાગી આવ્યું કે તે વ્હાલો પીતા ઉપરથી પોતાના વહાલા બચ્ચાં પર આશિષ વરસાવી રહ્યો હતો.
તે યાદગાર સાંજ સેકડો પરોણાઓની ગુડ વીશીષ ભેટ સોગાદ, સલામતી અને ડીનર વચ્ચે ખતમ થઈ કે મોડી રાત પડતાં તે બ્રાઈડલ કપલ ‘ડરબી કાસલ’ તરફ રવાના થઈ ગયું.
પોતાના રૂમ પર જવા આગમજ તરતનું પરણેલું તે જોડું ઝરી જુહાકને મળવા ગયું કે તેવણે પોતાની વહુને ઓવરનાં લઈ કહી સંભળાવ્યું.
‘સંસારના ઘણાં ઘણાં સુખો ભોગવી, જેટલા આય મહેલનાં ઓરડાઓ છે તેટલા છોકરાં જણી, તેને ગજાવી મુકજે..’
એ સાંભળતાંજ મીઠી તે બાલા ઓસકાતી નીચી મુંડીએ મુગી ઉભીજ રહી, પણ ફિરોઝ ફ્રેઝરે હસી પડતાં બોલી દીધું.
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024