માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ
પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં હવે સાસુ-વહુ બંને સાથે ઊતરે છે. દેશાભિમાન કે કુટુંબ- પ્રેમપ્રત્યેની લાગણી ઘટીને હવે ‘મારું-તારુ’ વધી ગયું છે. ‘જર, જમીન અને જોરુ એ કજિયાના છોરું’ એ મુજબ પૈસાથી કજિયાકંકાસ વધે છે. ‘પૈસા હાથનો મેલ છે’ એમ સમજી દરેક માણસ પૈસાનો વધુ પડતો લોભ છોડી દેશે તો સ્વાર્થવૃત્તિ પણ નીકળી જશે અને સઘળે ઠેકાણે સુખશાંતિનું સામ્રાજ્ય સ્થપાશે.
Latest posts by PT Reporter (see all)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024