આઇયુયુ 2017 એ જે વચન આપ્યું હતું તે પૂરૂં કરીને બતાવ્યું… અને પછી કેટલાક!! તમામ સ્થાનોના ભારતીય પારસી સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ઈરાનશા ઉદવાડામાં એકઠા થયા અને આપણો ઈતિહાસ, આપણી સંસ્કૃતિ, અને મહાન જરથોસ્તીઓને ઉદ્દેશીને, 2017માં આઇયુયુના બીજા અધ્યાયની થયેલી ઉજવણી ખરેખર સમુદાય માટે સન્માન લાયક હતી. આઇયુયુ 2017 જે આપણા ભવ્ય વારસાને અંજલિ આપે છે! ગૌરવશાળી મીડિયા પાર્ટનર્સ, પારસી ટાઇમ્સ તેમની પ્રતિભાશાળી ટીમ સાથે હતા – સહાયક સંપાદક ડેલાવીન તારાપોર, રિપોર્ટર્સ ખુશનુમા દુબાશ, જમશેદ અરજાની, સોહરાબ જેસિયા સાથે – સંપાદક અનાહિતા સુબેદાર દ્વારા સંચાલિત, તમને આ કલ્પિત, ગ્લોબલ જરથોસ્તી કાર્યક્રમની માહિતી પૂરી પાડે છે.
ઇરાનશાહ ઉદવાડા ઉત્સવની બીજી આવૃત્તિ (આઇયુયુ 2017) નો કાર્યક્રમ 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર, 2017 ના રોજ ઉદવાડાના જીમખાનામાં અત્યંત ઠાઠમાઠથી ઉજવવામાં આવ્યો હતો. ઉદવાડાના વિકાસ માટે ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને પર્યટન વિભાગ, ગુજરાત સરકાર અને ઉદવાડા સમસ્ત અંજુમન દ્વારા અપાયેલા ટેકા દ્વારા આધારભૂત, આઇયુયુનો વિષય ‘થ્રેડ ઓફ ક્ધટીન્યુટી’ બન્યો હતો. ઇરાનશાહ ઉદવાડા ઉત્સવની બીજી આવૃત્તિની શરૂઆત 23મી ડિસેમ્બર, 2017 ના રોજ બપોરે 3:40 કલાકે થયેલા જશન સાથે શરૂ થઈ હતી.
પહેલા દિનના કાર્યક્રમનું આયોજન મહેમાન કલાકારોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. લઘુમતી બાબતોના પ્રધાન – શ્રી મુખ્તાર અબ્બાસ નકવી, તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન- શ્રી વિજય રૂપાણી, (વલસાડ)ના સંસદ સભ્ય – ડો. કે.સી. પટેલ, નેશનલ માઈનોરિટી કમિશના (એનએમસી) જૈન પ્રતિનિધી- શ્રી સુનિલભાઈ
સીંઘી, વલસાડના ડિસ્ટ્રીકટ કલેકટર- શ્રી સીઆર કરસન, જેમનું સન્માન વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને શ્રી દિનશા તંબોલી દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ આઈયુયુ 2017ના મહત્વના સ્તંભો તથા એફડીયુના અગ્રણી વિભૂતીઓ તરીકે જાણીતા છે.
આઈયુયુ 2017, જે પારસી સમુદાય માટે શ્રી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પ્રોત્સાહન અને સમર્થનને આભારી હતી, જેમના થકી પારસી સમુદાયના ગતિશીલ અને પ્રગતિશીલ પાસાઓ, તેનો ઇતિહાસ, ધર્મ, મનોરંજન, તેમજ પરંપરાગત અને આધુનિક જીવનશૈલી, વિવિધ કલા સ્વરૂપો, પ્રસ્તુતિઓનું પ્રદર્શન થવા પામ્યું અને મુખ્ય ઇવેન્ટમાં ફિલ્મોનું પણ પ્રસારણ થયું.
આઇયુયુ 2017ના સૌથી લોકપ્રિય કાર્યક્રમોમાં એક હતો ડો. ફરોખ ઉદવાડિયાનું પ્રવચન જેને લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું. ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા ડો. ઉદવાડિયા જે સમુદાય, સમાજ અને દવાના વિશ્ર્વના તેમણે આપેલ અદભૂત યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
24 ડિસેમ્બર, 2017 ના રોજ, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ 2017 માં, ‘હેરિટેજ વોક’ના કાર્યક્રમે બધાનું ધ્યાન ખેંચ્યુ હતું. જેનું ખાસ લક્ષ્ય ઉદવાડામાં રહેલા આપણા સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાનું હતું.
2જા દિવસે, અત્યંત લોકપ્રિય અને ખૂબ જ પ્રેમભર્યા, દાયકા-જૂના, ઓલ-પારસી બેન્ડ, ‘ધ બીગ રેડ બસ’, ઉત્સવની ભાવનામાં રોકાયેલા, રોમાંચક ‘એકસ’મસ ઈવનો પર્ફોમન્સ આપ્યો હતો. તેમના જુસ્સાદાર ગાયન સાથે સમગ્ર પ્રેક્ષકોને ગાવા અને નૃત્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
ક્રિસમસ ડે, 25 મી ડિસેમ્બર, 2017, ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ 2017ની ભવ્ય પરાકાષ્ઠા હતી. પ્રેક્ષકો આતુરતાથી દિવસના મુખ્ય મહેમાનની રાહ જોઈ રહ્યા હતા, ભારતના વાઇસ પ્રેસિડન્ટ શ્રી એમ. વેકૈયા નાયડુએ પૂરા થતા કાર્યક્રમમાં ટૂંક પ્રવચન આપ્યું હતું. તેમના ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે પારસી સમુદાયના મહાન ખેલાડીઓ જેવા કે નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન અને રતન ટાટાનું નામ જણાવી જેમણે સફળતા પ્રાપ્ત કરવા તેમને પ્રેરણા આપી હતી.
આઇયુયુ 2017 ના મુખ્ય આકર્ષણો પૈકી એક સ્ટોલ એરિયા હતો જયાં 25 દુકાનો હતી જેમાં ભોજન, હસ્તકલા, ભેટ વસ્તુઓ અને વધુનો સમાવેશ થતો હતો.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025