બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’

બાઈ પી.એમ. પટેલ ગર્લ્સ (પ્રાથમિક વિભાગ) સ્કુલનો દ્રિતીય વખતનો ‘ફન ફેર’ ઉત્સાહ પૂર્વક ઉજવાયો અને પાંચ હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. તા. 22/12/17ના શુક્રવારના રોજ સુરત પારસી પંચાયત સંચાલિત બાઈ પી.એમ.પટેલ ગર્લ્સ પ્રાયમરી વિભાગના ધોરણ 5 થી ધોરણ 8માં  ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના ઉત્સાહી આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ સ્ટાફ મિત્રો સંગાથે સુરત પારસી પંચાયતના ડો. રતન માર્શલ ગ્રાઉન્ડ ઉપર 9.30 વાગે ફન ફેરનું ઓપનીંગ થયું હતું. જેમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ શેઠશ્રી જમશેદજી દોટીવાલા ટ્રસ્ટી શ્રી દારાયસ એન. માસ્ટર સાહેબ, ડો. ધનજીશાહ ડુમસીયા સાહેબ, ટ્રસ્ટીશ્રી યઝદી કરંજીયા સાહેબ, સુરત ચોક વિસ્તારના પી.એસ. આઈ સાહેબ શ્રી રાજેન્દ્રસિહ જે. ગોહિલ તથા પારસી પંચાયતના સીઈઓ રોહિન્ટન મહેતા તેમજ ત્રણ શાળાના આચાર્યો તેમજ ત્રણ શાળાના વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ફન ફેરનો પ્રારંભ પ્રાર્થના અને દિપ પ્રગટાવી ને કર્યો હતો ત્યારબાદ બાળાઓ એ નૃત્યુ અને સમૂહ ગીત ગાયુ હતું. આ રીતે કાર્યક્રમનું ભવ્ય ઓપનીંગ કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન કર્યુ હતું. ફન ફેરમાં વાનગીઓના સ્ટોલ, રમતગમતના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આમંત્રિત વાલીઓ, વિદ્યાર્થીનીઓએ ખૂબ આનંદ માણ્યો હતો.

આ ફન ફેરના ખૂબ જ સફળતા પૂર્વક આયોજન બદલ પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ ટ્રસ્ટી સાહેબોએ શાળાના આચાર્યા શ્રીમતી ફરનાઝ હરવેસ્પ સંજાણા તેમજ તમામ સ્ટાફ મિત્રોને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

*