મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલા હશો તેમાંથી બહાર નીકળવામાં સફળ થશો. શુક્રની કૃપાથી ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે અને આનંદમાં રહેશો. શારીરિક બાબતમાં સારા સારી રહેશે. તબિયત માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકશો. શરીરમાં ભાગદોડ કરવાની તાકાત વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાથી સુખશાંતિ મળશે.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.
With Venus ruling over you till 13th April, you will find a way out of your financial problems. Earning money will be easy, leaving you happy and contented. You will feel healthy and active. Pray to ‘Behram Yazad’ for peace and prosperity.
Lucky Dates: 11, 12, 13, 16
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી બનતા કામ બગડી જશે. તમારૂં ધ્યાન એક જગ્યા પર નહીં રહેવાથી મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો. નાણાકીય સ્થિતિ સારી નહીં રહે. તમારો ખર્ચ વધુ અને આવક ઓછી થતી જશે. જયાં કામ કરતા હશો ત્યાં બીજાઓ સાથે વાત કરવાનું ઓછું કરી દેજો. દુશ્મનોનું જોર વધી જશે. રાહુનું દુ:ખ ઓછું કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.
Rahu’s rule calls for you to keep calm. Focus on the task at hand, without giving much thought to financial returns from the same. Your expenses could exceed your income. Avoid over-chatting with colleagues. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 10, 14, 15, 16
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા બે અઠવાડિયા ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બીજાને મદદ કરી શકશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. નાણાની છૂટછાટ રહેતા સારી જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાથી લાંબા સમયમાં સારૂં વળતર મેળવી શકશો. ગુરૂની કૃપાથી કોઈના મદદગાર બની શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Jupiter’s rule over the next two weeks calls for you to be kind and helpful towards others. Fulfil your family members’ wishes. Try to invest. Investments made in share markets will bring you good returns. Pray ‘Srosh Yasht’ everyday.
Lucky Dates: 11, 12, 13, 14
CANCER | કર્ક: ડ.હ.
તમને મિત્ર ગ્રહ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારો વીલ પાવર વધી જશે. ધનલાભ મળતા રહેશે. 23મી માર્ચ સુધી નાની મુસાફરી કરી શકશો. ગુરૂની કૃપાથી લીધેલા ડીસીઝનમાં ફાયદો મળશે. સાથે કામ કરનારને પણ ખુશ રાખશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. વડીલવર્ગની દુવા મેળવી શકશો. નવા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16 છે.
Jupiter’s rule will strengthen your resolve and willpower. Financial profits indicated. You will get a chance to travel. Your decisions will be profitable. Your colleagues will be happy. A loved one could come visiting. You have your elders’ blessings. You will be successful in starting a new venture.
Lucky Dates: 12, 13, 16
LEO | સિંહ: મ.ટ.
23મી ફેબ્રુઆરી સુધી શનિ તમને લોખંડના ચણા ખવડાવશે. નાના કામમાં પણ અડચણ આવશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. નાની માંદગીમાં મોટો ખર્ચ કરવા તૈયાર રહેજો. શનિને કારણે તમારા હાથ નીચે કામ કરનાર વ્યક્તિ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. ત્રણનો બંદોબસ્ત કરશો તો તેર પણ ઓછા પડશે તેવા હાલના ગ્રહો છે. ખોટા વિચારોથી પરેશાન થશો. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.
Saturn’s rule till the 23rd February might pose difficulties. Try to overcome these at your workplace, and learn to deal with juniors tactfully. Take care of your health to avoid medical expenses. Stay positive and pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 11, 12, 15, 16
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારે છેલ્લુ અડવાડિયું જ બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી સહી સિકકાના કામ પહેલા કરી લેજો. કોઈ પાસે પૈસા લેવાના હોય તો લઈ લેજો નહીં તો 17મી પછી પૈસા મેળવવામાં મુશ્કેલી આવશે. ઉતરતી બુધની દિનદશા ફાયદો અપાવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.
Last week left under Mercury’s rule and hence complete all your legal work. If you have to collect your money from someone, do so at the before the 17th, post which retrieving could pose a challenge. The descending rule of Mercury brings profits. Pray ‘Meher Nyaish’ everyday without fail.
Lucky Dates: 10, 12, 13, 14
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી ફાયદો મળશે ત્યાં જ તમારી નજર જશે. લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી શકશો. નવા કામ મેળવી શકશો. નાની મુસાફરી કરી શકશો. બુધને કારણે ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.
Mercury rules over you till 18th March, bringing in profits. Make sure to finish all your financial transactions. You will get a chance to speak your heart out to a loved one. You might find a new job, as well as get a chance to travel. An ideal time for investments. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 11, 12, 13, 14
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી કોઈ પણ ડિસીઝન લેશો તેમાં નેેગેટીવ વિચાર આવશે. મંગળને કારણે ભાઈબહેનો વચ્ચે મતભેદ પડતા વાર નહીં લાગે. કોઈપણ વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.
Mars rules over you till 21st February. Avoid making any decisions when you are in a negative state of mind. Avoid arguing with your siblings or trusting anyone blindly. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 10, 14, 15, 16
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે લાંબા સમયમાં ફાયદો થાય તેવા પ્લાન કરી શકશો. ચંદ્રની કૃપાથી તમે બીજાને સારી રીતે સમજાવી શકશો. નાની મુસાફરીથી મનને આનંદ મળશે. રીસાયેલા વ્યક્તિને મનાવી લેશો. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. માંદગીથી છૂટકારો મેળવી લેશો. સરકારી કામો પહેલા કરી લેજો. 101નામ ભણી લીધા પછી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.
Since Moon is ruling over you, you will be able to make plans that guarantee long term benefits. You will give good advice to others. Travelling will make you happy. Health looks good. Complete government related work first. After praying 101 names first, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 11, 12, 13, 16
.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે જે પણ કામ કરશો તેમા પરફેકટ હશો બીજાના મદદગાર બનીને રહેશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. જો કોઈ બાબતમાં ફસાયેલા હશો તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. ચંદ્રની કૃપાથી 23મી માર્ચ સુધી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં મુશ્કેલી નહીં આવે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 10, 13, 14, 15 છે.
Moon rules over you till 23rd March. You are a perfectionist who goes great lengths to help others. You may wish to make new purchase for your house. You will be able to find an easy way out of your problems. Fulfil your family members’ wishes by the 23rd. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 10, 13, 14, 15
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી ઓપોઝિટ સેકસ સાથે સારા સારી રાખજો. 13મીથી સુર્યની કૃપા સરકારી કામમાં મુશ્કેલી લાવશે. વડીલવર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. સુર્યના કારણે માથાના દુખાવાથી પરેશાન થશો. ધણીધણીયાણીમાં નાની બાબતમાં મતેભદ પડતા રહેશે. તમે તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12 13 16 છે.
Since Moon is ruling over you, you will be able to make plans that guarantee long term benefits. You will give good advice to others. Travelling will make you happy. Health looks good. Complete government related work first. After praying 101 names first, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 11, 12, 13, 16
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખ વધી જશે. શુક્રની કૃપાથી માન-ઈજ્જત ખૂબ મેળવશો. સારા સમાચાર મેળવી શકશો. નવા કામકાજ શરૂ કરી શકશો. અપોઝિટ સેકસનું એટ્રેકશ વધી જશે. ખર્ચ કરવા છતાં પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. શુક્રની કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.
Venus’ rules till 14th March enables you to enjoy yourself. People will respect you. Good news expected shortly. This is an ideal time to start a new business. A good week financially. There will be increase in visits from guests. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 10, 11, 15, 16
- નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તથા કેરસી દાબુ દ્વારા રાષ્ટ્રીય નાયક પદ્મશ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ - 16 November2024
- બનાજી આતશ બહેરામમાં 179મી સાલગ્રેહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી - 16 November2024
- અલ્મિત્રા પટેલને કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ મળ્યો - 16 November2024