મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ખર્ચાઓ ઓછા કરવાનો વિચાર કરશો ત્યાં ડબલ ખર્ચ થઈ જશે. તેમછતાં તમને અફસોસ નહીં થાય. ઓપોઝિટ સેકસની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા કરી શકશો. લગ્ન થઈ ગયેલા હશે તો ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. નવા કામકાજની માટે સમય સારો છે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા.17, 18, 22, 23 છે.
Venus’ rule gets you spending more than you expected! A little help from the other gender will help solve your problems. Love for your spouse will increase. Routine chores will move smoothly. This is a good time to start new ventures. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 17, 18, 22, 23
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામ સીધી રીતે પુરા નહીં થાય. બીજાને મદદ કરવા જતા તમારે ગુમાવું પડશે. મનની શાંતિ નહીં રહે. રાહુ હાલમાં માંદગી આપી દેશે. તેમાંબી ખાસ કરીને પેટની ટ્રબલ માથાના ધુખાવાથી પરેશાન થતા રહેશો. હેલ્થ માટે બેદરકાર રહેતા નહીં ડોકટરની સલાહ અવશ્ય લેજો. ખર્ચનો ખાડો ઉંડો થશે રાહુની પીડા ઓછી કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા.18, 19, 20, 21 છે.
Rahu’s rule till 4th March could create obstacles in routine chores. Avoid going out of your way to help others. Keep calm and take care of your health. Consult a doctor in case you experience stomach ailments or headaches. Expenses could increase. Pray Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 18, 19, 20, 21
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી તમારાથી થાય એટલું ચેરીટી, દાન, પુણ્યના કામ કરી લેજો બને તો વડીલની સેવા કરી તેમની દુવા મેળવી લેજો. બાકી 21મીથી રાહુની દિનદશા તમને ચારે બાજુથી ઘેરી લેશે. તમારા વિચારો ઉલટા કરી નાખશે. નેગેટીવ બાબત સામે આવીને ઉભી રહી જશે. સારૂં કામ કરેલુ હશે તો બચી જશો. ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.
Jupiter rules you for the next four days. You are advised to indulge in charity. Elders will bless you for your care-taking. 21st onwards, Rahu’s rule could make you think negatively. Your good karmas will protect you from Rahu. Pray ‘Srosh Yasht’ along with ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 17, 18, 19, 23
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી માન-ઈજ્જત ખૂબ મળતા રહેશે. તમારા બધાજ કામો જલ્દીથી પૂરા કરીને ફેમીલી મેમ્બરને ખુશ કરી દેશો. તેવા હાલના દિવસો છે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમને પૈસાની જેટલી જરૂરત હશે એટલું ધન મેળવી ને ખુશ રહેશો. ઘરમાં સુખશાંતિ રહેશે. સમયનો સદઉપયોગ કરીને ભલી દુવા મેળવશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Jupiter rule till the 23rd has more people respecting you. Complete your professional commitments so you can spend time with your family. A good week financially – you will earn enough money as needed. There will be peace and prosperity at home. Make good use of your time. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 18, 20, 21, 22
LEO | સિંહ: મ.ટ.
તમારે છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી બને તો આ અઠવાડિયામાં કામ કરનારની સાથે જરાબી સંબંધ બગડે તેવી વાત કરતા નહીં. સાંધાના દુખાવાથી પરેશાન થતા રહેશો. તમારી નાની ભુલ બીજાઓ પહાડ જેવી બનાવી દેશે. કોઈબી જાતની લેતી-દેતી કરવાની ભૂલ આ અડવાઠિયામાં કરતા નહીં. ફેમિલી મેમ્બરની તબિયતની ચિંતા સતાવશે. છેલ્લા આ અઠવાડિયામાં ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 17, 18, 22, 23 છે.
This is the last week under Saturn’s rule, so be cautious while communicating with colleagues. You might experience joint pains. People could perceive smallest errors as grave mistakes. Avoid making financial transactions or stressing over family members’ well-being. Pray ‘Moti Haptan Yasht’ everyday.
Lucky Dates: 17, 18, 22, 23
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને આજથી શનિએ પોતાની માયાજાળમાં લઈ લીધા છે તેથી 23મી માર્ચ સુધીમાં દિવસે તારા જોઈ લેશો. જ્યાં એક સારૂં કામ થશે ત્યાં બીજી બાજુ ચાર કામ બગડી જશે. અચાનક તબિયતમાં બગાડ વધી જશે. મનગમતી વ્યક્તિથી તમારા વિચાર સહમત નહીં થાય તમે કોઈને સમજાવા જશો તો તે વ્યક્તિ ઉલટુ તમારૂં ઈન્સ્લટ કરી નાખશે. આજથી રોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી 18, 19, 20, 21 છે.
Saturn rules you starting today, hence focus on the task at hand. Take care of your health and avoid arguments with a loved one. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 18, 19, 20, 21
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી તો બુધની દિનદશા ચાલશે. તમે તમારા કામો વીજળી વેગે પૂરા કરી લેશો. હીસાબી કામથી તમને વધુ આનંદ મળશે. બુધની કૃપાથી નાની મુસાફરી કરી શકશો. બુધ તમને આગળ જવાનો રસ્તો શોધી આપશે. તમારા મનની વાત જેને કહેવા માંગતા હશો તેને કહી શકશો. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘મહેરની આએશ’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 17, 18, 20, 22 છે.
Mercury rules over you till 18th March helping you complete your tasks at lightning speed! Working on financial matters will make you happy. Mercury leads you to success. Speak your heart to your loved one. Financial profits indicated. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 17, 18, 20, 22
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ચાર દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી 21મી સુધી વાણી ઉપર કંટોલ રાખજો. બાકી 21મીથી બુધની દિનદશા તમને ધીરે ધીરે પોઝીટીવ વિચાર વાળા કરી નાખશે. દુશ્મનને દોસ્ત બનાવી લેશો. ઉતરતી મંગળની દિનદશા નાનુ એક્સિડન્ટ કરાવી શકે છે તેનું ધ્યાન રાખજો. ભાઈબહેન સાથે વ્યવહાર ઓછો રાખજો. ‘તીર યશ્ત’ની સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 17, 19, 22, 23 છે.
Mars’ rule for the next four days calls for your thinking twice before speaking. Mercury’s rule from the 23rd will help you think positively. Your enemies might become your friends. Be careful while riding or driving. Pray ‘Tir Yasht’ and ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 17, 18, 22, 23
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમારે છેલ્લા છ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. કોઈ કામમાં ખર્ચ કરવો પડે તો કરી લેજો. બાકી 23મીથી મંગળની દિનદશા તમારા મગજને ખૂબ જ ગરમ કરશે. 6 દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી આપજો. કામ કરતા હો ત્યા સાથે કામ કરનારનો સાથ મળી જશે. ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
The Moon’s rule over the next six days calls for you to complete all important tasks immediately. Do not hesitate to spend where necessary. Starting from the 23rd, Mars rule could make you feel angry. Fulfil your family member’s demands over the next six days. Colleagues will be supportive. Pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 18, 19, 20, 21
.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામ પૂરા કરવાનો આનંદ લઈ શકશો. અચાનક ધનલાભ મળી રહેશે. કોઈ ગુંચવણ ભરેલ સ્થિતિમાં બહાર નીકળવા માટે બુધ્ધિ વાપરી રસ્તો શોધી શકશો. મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ઈનવેસ્ટ કરેલા પૈસામાંથી ફાયદો મળવાનો ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.
Moon’s rule till the 23rd helps you complete all your tasks. Unexpected financial profits indicated. Use your intelligence to solve issues. Travel is a possibility. You might earn profits from earlier investments – make new investments if possible. Pray the 34th name, Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 17, 21, 22, 23
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
4થી માર્ચ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમારા અંગત વ્યક્તિ તમને ફસાવી દેશે. ઘરમાં વડીલ વર્ગની ચિંતા રહેશે. તમારા મગજનો પારો હાઈ રહેશે. બ્લડ પ્રેશરથી પીડાતા હો તો દવા અવશ્ય લેજો. સરકારી કે બેન્કના કામ ધ્યાન આપીને કરજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 19, 18, 19 , 20 છે.
The Sun’s rule till 4th March calls for your prudence to not get fooled by others. Elders’ health could cause concern but try to keep calm. Those will BP are advised to take proper medication. Pay greater attention when dealing with bank or government related work. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 18, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી જ્યાં આનંદ મળતો હશે ત્યાં જશો. નવી વ્યક્તિની ઓળખાણ આગળ જતા કામમાં આવશે. શુક્રની કૃપાથી તમારી સાથે રહેનારને આનંદ આપશો. તમારા મનને મજબૂત બનાવીને અઘરા કામ સહેલા બનાવી દેશો. ઓપોઝીટ સેકસથી ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Venus rules you till 14th March. You will be guided towards things that make you happy. Befriending new people will prove helpful in the long run. Finish your pending tasks. You will bring happiness unto other people. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 20, 21, 22, 23
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025