પારસી ટાઇમ્સની પેટ પૂજા કોલમના લેખિકા અને શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર અને એમને તાલીમ આપનાર અગ્રણી શિરીન મર્ચન્ટને 20મી જાન્યુઆરી, 2018 ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજીત ‘ફર્સ્ટ વુમન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા, મહિલા અને બાળ વિકાસ માટેના કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી દ્વારા યજમાનિત થયેલ, શિરીનને માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શ્ર્વાનોને તાલીમ આપનાર કાર્યક્રમોમાં યોગદાન આપવા અને ઇન્ટરનેશનલ ફોરમ ઓફ એસોસિયેશન ઓફ પ્રોફેશનલ પેટ ડોગ ટ્રેનર્સ ખાતે તેના મંતવ્યો પ્રસ્તુત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિભિન્ન ક્ષેત્રોની વિવિધ મહિલાઓનેે આ પુરસ્કાર આપવામાં આવે છે, આ એવોર્ડ સ્ત્રીઓની પ્રસંશા કરે છે જેમણે કામમાં આવતા અવરોધો દૂર કરી પોતાના ક્ષેત્રોમાં ‘પ્રથમ’ પાયોનિયરો તરીકે જાહેર કરવામાં આવે છે. ભારતના પ્રથમ શ્ર્વાનોના વ્યવહારવાદ જાણનાર શિરીન 1995થી કામ કરી રહ્યા છે, જે પડકારોનો સામનો કરી ભારતમાં સહાયક શ્ર્વાનોની વિચારસરણીની આગેવાની કરે છે. તેમણે ભારતમાં શોધ અને બચાવ કામગીરી માટેના શ્ર્વાનોના પ્રથમ બેચને તાલીમ પણ આપી હતી. તે એકમાત્ર ભારતીય/એશિયાઈ છે, જે સમગ્ર વિશ્ર્વની માત્ર નવમાંથી એક છે જેને (કેસીએઆઇ) કેનલ કલબ ઓફ ઇંગ્લેન્ડમાંથી માન્યતા પ્રાપ્ત થઈ છે અને 2015માં ક્રફટસના ડોગ શોમાં કેસીએઆઇ દ્વારા ‘ટ્રેનર ઓફ ધી યર’ માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રશંસાપત્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2016 માં, યુ.એસ.એ.ના લાસ વેગાસમાં વાર્ષિક એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડોગ ટ્રેઇનર્સ કોન્ફરન્સમાં શિરીન પ્રથમ હતા જેમને આમંત્રિત કરાયા હતા તથા શિરીને એશિયાના પ્રથમ શૈક્ષણિક શ્ર્વાન ટીવી શો ‘અનલીશ વીથ શિરીન મર્ચન્ટ’નું નિર્દેશન અને નિર્માણ કર્યું હતું. આપણા સમુદાય અને દેશને ગર્વ થાય તેવા કાર્યો કરનાર શિરીન મર્ચન્ટને પારસી ટાઈમ્સ અભિનંદન આપે છે!
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025