સુનિલના ફાર્મહાઉસના બંગલામાં ખુબ સુશોભિત બેડરૂમમાં સોનાલીને બાહુપાશમાં જકડતા સુનિલે કહ્યું, ડાર્લિંગ તારા વિના અમેરિકામાં જરાય નહોતુ ગમતું, રિયલી આઈ લવ યુ…! જા જુઠ્ઠાડો…કયારેય ફોન પણ નહોતો કરતો ત્યાં પેલી ધોળીઓ પાછળ ફરતો હશે. અમે કયાંથી યાદ આવીયે. સોનાલીએ સુનીલના ગાલ ખેંચતા વહાલભરી રીસ વ્યકત કરી. ત્યાં મારી પાસે સ્ટડી અને જોબ સિવાય ટાઈમ જ કયાં હતો..! તને ફોન કરૂં તો કઈ રીતે? આપણા
ટાઈમીંગ પણ અલગ! કહી સુનિલે સોનાલીને કીસ કરી.
છોડ બહુ એકસાઈટ ના થઈ જા..! ખબર છે તારે શું જોઈએ છે! સોનાલીએ સુનિલને હડસેલતા છણકો કર્યો. ‘લવ મે એક ચીજ હી તો ચાહીયે ડાર્લિંગ..’ સુનિલે કહ્યું. હજી બે વર્ષ જ તો થયા છે. સ્ટડી પણ બાકી છે ત્યાં કેમ અચાનક આવ્યો એ તો કહે? સોનાલીએ બેઠા થતા પૂછયું. અરે.. જવા દે ને! મોમ અને ડેડ બન્ને સાવ પાગલજ છે એમણે ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ આલોકજીની ડોટર સાથે મારૂં એન્ગેજમેન્ટ નકકી કરી નાખ્યું અને મને અહીં અર્જન્ટલી બોલાવ્યો છે. કોઈ છૂટકોજ નહોતો. સુનિલે હસતાં હસતાં કહ્યું. સુનિલના એ શબ્દો સાંભળતા જ સોનાલીના મુખમાંથી હે! શબ્દ જોરથી નીકળી ગયો.
એ માની જ ના શકી કે એનો સુનિલ આમ એકાએક કોઈ અન્ય યુવતીને પરણશે એ તો એને દિલ દઈ ચૂકી હતી બન્ને અલગ કોલેજમાં હતા પરંતુ સુનિલ તેની સોસાયટીમાં તેના એક ફ્રેન્ડને ત્યાં આવતો ત્યારે આંખ મળી ગઈ હતી કયારે પ્રેમ થઈ ગયો એનોય ખ્યાલ નહોતા રહ્યો. સુનિલની કારમાં બન્ને ફર્યા કરતા અને હવે તો બધાજ બંધનો તૂટી ગયા હતા. સુનિલે તેને લગ્ન કરવાનો કોલ આપ્યો હતો. સુનિલ જ્યારે વધુ સ્ટડી માટે અમેરિકા જવા રવાના થયો તેના આગલા દિવસે પણ તેઓ સાથે જ હતા. સુનિલે એમ પણ કહ્યું હતું કે તે પરત ફરી એની સાથે લગ્ન કરશે. અને આજે એ પ્રેમ કરતો હોત તો મોમ-ડેડ કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટની પુત્રી સાથે એન્ગેમેન્ટ નકકી કરતા દોડી ન આવ્યો હોત એને ખરેખર આઘાત લાગ્યો એને થયું કે એનું હાર્ટ બેસી જશે. છતાં જાતને સંભાળતા એણે સુનિલને ધકકો મારી કહ્યું એટલે તું બીજી સાથે લગ્ન કરીશ? તે મને લગ્નનો કોલ આપ્યો હતો એ ભુલી ગયો. ખરેખરે?
ડાર્લિગ તું જાણે છે કે હું કેટલો રીચ છું છતાં તને લવ કરૂં છું અને કરતો રહીશ. કહેતા સુનિલે સોનાલીને બાહુપાશમાં જકડી લીધી! સોનાલીએ એને હડસેલતા કહ્યું પ્લીઝ જરા વેઈટ.. હું ફ્રીઝમાંથી ઠંડુ લઈ આવું! એ ઝડપથી કીચનમાં ગઈ અને થોડીવારમાં કોલ્ડ્રિંન્કની બોટલ લઈને આવી. સુનિલે ઝડપથી તેના હાથમાંથી બોટલ લઈ મોઢે માંડતા કહ્યું ડાર્લિંગ તું ઝેર આપે તોય હું પી લઉ…આ સાંભળતા સોનાલીએ બાટલી ઝૂંટવીને ફેંકી દીધી.
સુનિલે કેમ શું થયું? એમ પૂછતા જ સોનાલી તેને વળગી રડી પડી. સુનિલ જલદી કર તું બચી જઈશ. જલ્દીથી હોસ્પિટલમાં પહોંચીયે. સુનિલે કહ્યું શું થયું હોસ્પિટલ… મને સમજ પડે એમ બોલ. સોનાલી તેને લઈ બહાર નીકળી કારમાં બેસાડી કાર દોડાવી મૂકી હોસ્પિટલ આવતા સુનિલ બેહોશ થઈ ગયો હતો. હોસ્પિટલમાં જઈ તેણે પોઈઝન ભુલથી પીવાઈ ગયું હોવાનું જણાવતા તરત બેહોશ સુનિલની સારવાર શરૂ થઈ. થોડીજ વારમાં ઝેરની અસર ઓછી થતાં તે ભાનમાં આવી ગયો. તેને સ્પેશિયલ વોર્ડમાં લઈ જવાયો ભાનમાં આવતાં સોનાલીને તેણે પૂછયુંં શું થયું હતું.
એને વળગી રડતાં રડતાં બોલી સુનિલ મને માફ કર ‘મે તારી સોનાલીએ તને કોલ્ડ્રિંન્કમાં ફ્રીઝમાં પડેલી જંતુનાશક ઝેરી દવા મીકસ કરી પીવડાવી દીધી હતી. તારા લગ્ન થવાના છે એ સાંભળતા મને ખૂબ આઘાત લાગ્યો હતો. તને ઝેર પીવડાવી હું પોતે પણ પી જવાની હતી. તું મારો ન રહે તો હું તને કોઈ બીજાનો પણ નહીં થવા દઉ એવું મે વિચારી આ કામ કર્યુ હતું. મને માફ કર. ‘પ્રેમનો બદલો કદી સજા હોઈ શકે?’ કહેતા જોરથી રડવા માંડી. સુનિલે બેઠા થઈ તેને પોતાની પાસે ખેચી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. સોનાલી તું મને ખરે ખરે પ્રેમ કરે છે એટલે જ તો તારાથી સહન ન થયું. તેજ મને જીવાડયો પણ ખરો ને? સોનાલી હકીકતમાં મારી જ ભૂલ છે. મેં તને ખરો પ્રેમ નથી કર્યો તે મને તારૂં સર્વસ્વ સોંપી દીધું છતાં હું કંઈ ના સમજ્યો. હું ફકત પૈસાને જોઈ તે છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. સોનાલી હવે કંઈ પણ થઈ જાય પણ હું પરણીશ તો તનેજ…અને બન્ને એક બીજાને ભેટી પડયા.
તે સાંજે જ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. ઘરે ગયા બાદ સુનિલ પોતાના મોમ-ડેડને સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવા ના પાડી દીધી. તેઓ સ્તબ્ધ થઈ ગયા. કારણ તે અંગે પૂછવા છતાં સુનીલે કંઈ ના કહેતા તેઓએ તેને જો કોઈ બીજી યુવતી પસંદ હોય તો તેની સાથે લગ્ન કરવા તૈયારી બતાવી એટલે ખુશીથી ઉછળી તે કોલેજમાં હતો ત્યારે તેને સોનાલી સાથે પ્રેમ થઈ ગયો હતો તે બાબત જાહેર કરી. અને હવે તે તેને જ પરણવા માંગતો હોવાનું કહ્યું. તેના મોમ-ડેડે હાશકારી અનુભવી તેની વાત વધાવી લીધી. થોડાજ સમય બાદ બન્ને ધામધૂમથી પરણી ગયા અને રાતના તેણે સોનાલીને પ્રેમથી બાહોમાં લેતા કહ્યું ગાંડી ‘પ્રેમનો બદલો તો પ્રેમ જ હોય ને?’
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024