મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી રોજબરોજના કામમાં પણ મુશ્કેલીઓ આવતી રહેશે. જો તમે સરકારી કામ કરતા હશો તો તેમાં મુસીબત આવતી રહેશે. હાથની નીચેના લોકો તમને હેરાન પરેશાન કરતા રહેશે. તમે માથાના દુ:ખાવાથી કે હાઈપ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. તેમના માટે બેદરકાર રહેતા નહી. ડોકટરનો ખર્ચ વધી જશે. સુર્યને શાંત કરવા માટે 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.
Sun’s rule till 4th May might cause ups and downs for you. Government related work will prove challenging. Your juniors at work could be troublesome. You might experience a headache or suffer from high blood pressure. Take care of elders’ health. Medical expenses could rise. Pray the 96th name, ‘Ya Rayomand’ every day.
Lucky Dates: 21, 22, 26, 27
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મિત્રનો સાથ સહકાર મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ઘરની વ્યક્તિઓનું દીલ જીતી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી ધન કમાઈ લેશો. પણ ખર્ચ વધી જશે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. વધુ ધનલાભ જોઈ તો હોય તો દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Thanks to Venus’ rule till 14th May, friends will be kind and helpful. You will win over the hearts of loved ones. A good week financially, though expenses are likely to increase. You might have guests visiting you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 21, 22, 23, 24
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારે નાની મોટી મુસાફરીના ચાન્સ મળતા રહેશે. કામકાજમાં તમારી કદર થતી રહેશે. નવા કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઓપોઝિટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો તેના તરફથી સારા સમાચાર મળશે. મનગમતી ચીજવસ્તુ મેળવવા માટે ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.
Venus’ rule brings you a chance to travel. This is a good time to start a new venture. Financially, a good week ahead. People from the opposite gender will help and support you. Good news awaits you. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 21, 22, 25, 26
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ તમે ધારતા હશો તેનાથી ઉલટા થઈ જશે. જશની જગ્યાએ અપજશના ભાગીદાર બનશો. તમે નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ઘરની વ્યક્તિ તમને ઈરીટેટ કરી નાખશે. નાણાકીય બાબતમાં ખેંચતાણ આવશે. જો કોઈ પાસે મદદ લેવાનું વિચારશો તો તે વ્યક્તિ મદદ કરી નહીં શકે. મનગમતી વ્યક્તિ નાની વાતમાં નારાજ થઈ જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
Rahu’s rule will cause disturbances in plans. You might not be successful at times and little things could annoy you. Finances may pose a concern and expected support could disappoint you. Your loved ones might get upset. To pacify Rahu pray, ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 23, 24, 25, 27
LEO | સિંહ: મ.ટ.
તમને રાહુએ આજથી પોતાની સોનાની જાળમાં લઈ લીધા છે. તેથી 4થી જૂન સુધી તમારે બધીજ બાબતમાં કટોકટીમાંથી પસાર થવું પડશે. જે કામમાં હાથ નાખશો તેમાં કઈ નહીં મળે. ખોટી ભાગદોડ કરીને તબિયત બગાડી દેશો. સાથે કામ કરનાર મીઠુ બોલીને તમારી પાસે કામ કરાવી લેશે. ખર્ચ ધારશો તેના કરતા ડબલ થઈ જશે. વધુ કામ કરીને પણ સંતોષ નહીં મળે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Ruhu’s rule calls for you to practice great caution in all walks of your life. You might be unsuccessful at times, but do not let that affect your health. Beware of colleagues who might sweet talk you into doing their work. Expenses could rise. Inspite of your hard work, you might not feel a sense of satisfaction. Pray, ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 22, 23, 25, 26
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
21મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ઘરમાં કોઈ નવી ચીજ વસાવી શકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહેવામાં જરાબી મુશ્કેલી નહીં પડે. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો લઈ સ્થિતિ સુધારી શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
With Jupiter ruling over you till 21st May, you will be able to make new purchases for your house. Speak out your heart to loved ones. Financial conditions will improve. Old investments bring in profits. You will get a chance to travel. Pray ‘Srosh Yasht’ every day
Lucky Dates: 23, 24, 25, 27
LIBRA | તુલા: ર.ત.
આજ અને કાલનો દિવસજ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. કોઈની ઉપર વિશ્ર્વાસ રાખતા નહીં. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપી જશે. બાકી 23મીથી ગુરૂની દિનદશા 23મી જૂન સુધી ચાલશે તેમાં તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. કોઈ વ્યક્તિ સાથે મતભેદ પડેલા હશો તો તે વ્યક્તિ સામેથી કોમ્પ્રોમાઈસ કરવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ બે દિવસ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 27 છે.
Saturn’s rule over the next two days cautions you against trusting people. Your health might go down. Starting 23rd, Jupiter rule till 23rd June helps you complete your pending assignments. Financially, a good week ahead. Pray, ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 21, 22, 24, 27
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે જે પણ કામ કરતા હો તો ખોટી રીતે તમારા દુશ્મન વધી જશે. તેમજ કોઈ વ્યક્તિની સાથે મતભેદ થઈ જશે. તમારી કરેલ કોશિશમાં સફળતા નહીં મળે. તમને ધનની કમી આવશે તેથી માથા પર બોજો વધતો જશે. શનિના દુ:ખને ઓછું કરવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Saturn’s rule till 24th May could have you making more enemies! Arguments with people may increase. Your efforts could prove futile. Financially, things could get difficult. Your responsibilities could increase. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 23, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારી વાણીનો સારો ઉપયોગ કરીને બીજાને મનાવી લેશો. બુધની કૃપાથી તમને તમારા ફાયદાની વાત જાણવા મળી જશે. તમારી સાથે બીજાનું કામ કરવામાં આનંદ મળશે. તમારા કામકાજની અંદર પ્રમોશન મળીને રહેશે. બુધની કૃપાથી તમે તમારા ફાયદાને જોશો. નાનો ફાયદો પણ લઈ લેજો. મિત્રો તરફથી સારો એવો પ્રેમ મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 23, 24, 27 છે.
Mercury rules over you till 8th May. You will be able to win over people. You will explore profitable opportunities. You will find joy in helping others. A promotion at work is a possibility. Your friends will adore you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 21, 23, 24, 27
.
CAPRICORN | મકર: ખ.જ.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 18મી જૂન સુધી તમારા કામની કદર કરનાર મળી રહેશે. તમારા કામમાં કોન્ફીડન્સ વધતો જશે. તમારા દુશ્મન તમારી સાથે દોસ્તી બાંધવા તૈયાર થઈ જશે. તમને ગામ પરગામ જવાના ચાન્સ મળે તો જવા દેતા નહીં. ગામ પરગામ જવાથી ધનનો ફાયદો થઈ જશે. તેની સાથે નવું જાણવાનું મળશે. નવા કામ કરવા માટેનો સારો સમય છે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Today onwards, Mercury’s rule till 18th June makes people appreciate your work. You will be more self-confident and could make new friends. Travel is indicated. You will find innumerable opportunities to learn new things. A good time to start a new venture. Pray, ‘Meher Nyaish’ everyday
Lucky Dates: 22, 23, 24, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા બે દિવસજ શાંતિમાં પસાર કરી શકશો. 23મીથી મંગળની દિનદશા તમારો સ્વભાવ બદલી નાખશે. નાની વાતમાં મગજનો પારો ઉચે ચડી જશે. સ્વભાવે ચીડીયા થઈ જશો. કોઈ વ્યક્તિ તમને સમજાવવાની કોશિશ કરશે તો તમે તેનું અપમાન કરી નાખશો. 22મી મે સુધી વાહન ચલાવતા હો તો ખૂબ સંભાળીને ચલાવજો. ઘરની વ્યક્તિ સાથે મતભેદ ઓછા પડે તે માટે આજથી ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.
The next two days will be peaceful. Starting 23rd, Mars’ rule might cause you agitating about small things. You will feel irritated and could end up dumping your frustration on those trying to help you. Drive carefully till the 22nd of May. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 21, 22, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તો આનંદમાં રહેશો સાથે સાથે બીજાને ખુશ કરી નાખશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી લીધેલા ડિસીઝન તમને લાંબે ગાળે ફાયદો આપી જશે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. જો તમે પ્રેમમાં હશો તો ઓપોઝિટ સેકસને નારાજ થવા નહીં દો. 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Moons’ rule till 24th May brings you happiness and peace. You might get a chance to travel. Your decisions will help you in the long run. You might meet someone special. You will not disappoint your loved ones. After praying 101 names, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 23, 24, 26, 27
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025