વિમાન ઉપડતા પહેલા એર હોસ્ટેસે પ્રવાસીઓને માહિતી આપી કે આપણા વિમાનને કુલ છ દ્વાર છે. બે દ્વાર આગળ છે બે દ્વાર વચ્ચે અને બે દ્વાર પાછળ છે અને આકાશમાં ગયા પછી વિમાનને કાંઈ થાય તો છેલ્લે હરિદ્વાર છે.
****
પત્ની: બારીને પડદાં નખાવી દો, પાડોશી મારા સામે જ જુએ છે.
પતિ: ગાંડી થઈ ગઈ છે? એક વખત મોઢુ બતાવી દે, પડદા પાડોશી નખાવશે.
****
એક માણસે બસ કંડકટરની મશ્કરી કરવા પૂછયું કે, ખટારો કયારે ઉપાડશો? કડંકટર ઘણો હોશિયાર હતો. એ કહે, કચરો ભરાય કે તરત જ ઉપાડીશ. છતાં પેલાએ બસમાં દાખલ થતાં જ બીજી વક્રોક્તિ કરી કે તમારી બસની હાલત જોઈને મને એમ લાગે કે હું પ્રાણી-સંગ્રહાલયમાં આવી ગયો છું. એટલે કંડકટર તરત બોલ્યો કે, બસ એક ગધેડાની ખામી હતી.
****
છત્રી ખરીદીને મેં ગેરંટી વિશે પૂછયું તો કહે વરસાદ અને તડકાથી દૂર રાખશો તો સો વરસ સુધી કંઈ જ થશે નહી.
***
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024