મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામની અંદર ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાનામાં નાના કામને અગત્યના કામ સમજી કરશો. તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ વધી જશે. મિત્રોના મદદગાર થઈને તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં વધુ નાણા મેળવવામાં સફળ થશો. ઓપોઝિટ સેકસને મનની વાત કહેવા માટે સમયની રાહ જોતા નહીં. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
Moons’ rule till 25th June brings in success and victory. Give importance to tasks and complete them in time. Your self-confidence will grow substantially. By helping friends, you will win their hearts. Financial profits are on the cards. Unhesitatingly, speak your heart out to the person of the opposite gender. Travel is indicated. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 5, 6, 9, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી જો ઘરમાં કોઈબી જાતના પ્રોબ્લેમ હોય તો તેનું નીરાકરણ પહેલા લાવી દેજો. ઉતરતી શુક્રની દિનદશા ને લીધે તમારા હાથથી ખર્ચ વધી જશે. ઓપોઝિટ સેકસનો સાથ સહકાર ભરપુર મળતો રહેશે. તમારી ખાસ વ્યક્તિ જો નારાજ થયેલી હોય તો તેને અઠવાડિયામાં મનાવી લેજો. જૂના મિત્રોને મળી શકશો. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Venus’ rule till 14th May will help you find a solution to your family problems. The descending rule of Venus will increase your expenses. People from the opposite gender will support you. Make up to a loved one who might be upset with you. You will meet old friends. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 7, 8, 9, 10
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી તમારા પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમો જ્યાં ત્રણનો ખર્ચ કરવા માગતા હશો ત્યાં ત્રીસનો ખર્ચ કરવો પડશે. તો પણ પાક પરવરદેગારની મહેરબાનીથી તમારે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. કોઈકને મનાવા માટે થોડીઘણી ભાગદોડ કરવી પડશે. તબિયતમાં વધુ સારા સારી રહેશે. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 9, 10, 11 છે.
Venus’ rule till 16th June calls for you to spend wisely. You will be self-sufficient. You might have to work harder to impress your loved one. Health looks good. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 5, 9, 10, 11
CANCER | કર્ક: ડ.હ.
તમને આજથી 70 દિવસમાં તમારા દુ:ખને દૂર કરનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવામાં સફળ થશો. બીજાને મદદ કરવા માટે આગળ-પાછળનો વિચાર નહીં કરો. જો તમે કોઈના પ્રેમમાં હશો તો તે તમારા નજીક આવવાની કોશિશ કરશે. શેર કે મ્યુચલ ફંડમાં અવશ્ય ઈનવેસ્ટ કરજો. દલાલી જેવા કામ કરવાથી ધનલાભ મેળવશો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.
Starting today, Venus’s rule over the next 70 days facilitates restarting any incomplete or pending tasks. Be helpful to others. Your loved ones will reciprocate your emotions. A good time to invest in shares and mutual funds. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 5, 6, 7, 8
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા સીધાકામ સીધી રીતે નહીં કરી શકો. તબિયતના બારામાં બેદરકાર નહી રહેતા. લેવા કરતા દેવાના વધુ આવી જશે. પેટમાં એસીડીટીથી પરેશાન થશો. રાહુ તમને સમય પર જમવા પણ નહીં દે. ભાગીદારીના કામ કરતા નહીં. અંગત વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરશે.રાહુને શાંત કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
Rahu rules over you till 4th June and hence you might encounter obstacles in your daily chores. Expenses could increase. Acidity might be troublesome. Avoid any kind of partnerships. A loved one could disappoint you. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 6, 8, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
હાલમાં બધા કામ મૂકીને ફેમીલી મેમ્બરના કામ પહેલા પૂરા કરજો. તેઓ નારાજ થાય તે પહેલા મનાવી લેવામાં સફળ થશો. ઘરમાં કોઈ અગત્યની ચીજવસ્તુ લેવામાં આળસ નહીં કરતા.બીજાના મદદગાર બનીને તેની ભલી દુવાઓ મેળવી લેશો. કરકસર કરવામાં ગુરૂનો સાથ સહકાર ભરપુર મળી રહેશે. વડીલવર્ગની સેવા કરવાનું ચુકશો નહીં. ઘરમાં થતા મતભેદને દૂર કરવા માટે તમેબી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
Set everything aside and make time for your family and loved ones. Make new purchases for your home. By helping others you will earn their blessings. Jupiter will aid you in spending wisely. Take care of your elders. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 5, 7, 8, 9
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તેથી તમારા હાથથી કોઈ સારા કામ થઈ જશે. ઘરવાળા કે મિત્રને મદદ કરવામાં આગળ ભાગ લેશો. નાણાકીય બાબતમાં જરાબી મુશ્કેલી નહીં આવે. અચાનક મદદ કરનાર વ્યક્તિ મળી જશે. વડીલવર્ગની સેવા કરવાથી તેમની ભલી દુવા મેળવી લેશો. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 10, 11 છે.
With Jupiter ruling over you till 23rd June, you will be helpful and kind towards others. Financially a good week ahead. You will find someone who will help you. Your elders will bless you for taking care of them. Pray ‘Srosh yasht’ every day.
Lucky Dates: 6, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો તમે સમય પર પૂરા નહીં કરી શકો. ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. સાંધાના દુખાવાથી વધુ પરેશાન થશો. ઘરમાં વડીલવર્ગની કે બાળકનોની તબિયત અચાનક બગડી જશે. સરકારી કામો કરતા નહીં. વાગાવા પડવાથી પરેશાન થશો. તમારી પીઠ પાછળ તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. શનિને શાંત કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.
Saturn’s rule will pose challenges in completing your tasks on time. Unnecessary expenses might increase. Be wary of joint pains or a minor fall. Take care of your loved ones’ health. Avoid any government related work. Detractors may try to trouble you. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 8, 9, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
બુધની દિનદશા ચાલુ હોવાથી ધનનો ઉપયોગ ખૂબ સારી રીતે કરી શકશો. તમારી આવકમાંથી બચત કરવાનું ભુલશો નહીં. ઘરની જરૂરિયાતો પૂરી કરી શકશો. થોડુંઘણું રોકાણ શેરમાં કરજો. તમારી મહેનત જોઈને ઉપરી વગે ખુશ થઈ જશે. નવા કામ શોધી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.
Mercury’s rule helps you make good use of your wealth. Do not forget to save. You will be able to fulfil the demands of your family members. Invest in shares. Your seniors will appreciate your work. You will be successful in finding a new job. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 5, 6, 7, 10
.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી તમારા દુશ્મનને હરાવી શકશો. આવક વધારવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. બુધની કૃપાથી નાની મુસાફરી કરવાથી જનરલ નોલેજની સાથે ધન પણ કમાવી શકશો. બીજાના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. કામકાજમાં માન-ઈજ્જત વધારવા માગતા હો તો ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 11 છે.
Mercury’s rule assures wisdom and strength. You will work harder to increase your profits. Small trips will increase your general knowledge and help you earn financial profits. Your friends will adore you for providing them with honest advice. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 6, 8, 9, 11
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળની દિનદશા ચાલશે તેથી ગુસ્સો જલદી આવી જશે. ખોટું સહન થશે નહીં અને સાચુ બોલશો તો પરેશાની વધી જશે. કોઈને ઓછું બોલીને સમજાવજો. ઘરવાળા તમારી વાતને સમજી નહીં શકે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Mars rules you till 22nd May, so keep calm and be patient. Be honest to yourself and others. Your family members might not be able to understand you. A misunderstanding with your loved one could take place. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 5, 6, 10, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ ખૂબ જ ધ્યાન આપીને કરશો. તમારા મનની વાત પર ધ્યાન આપજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા કોન્ફીડન્સ પાવરને ઘટવા નહીં દે. તમારા અગત્યના કામ પહેલા પૂરા કરી લેજો. તમારા આપેલા પ્રોમીસને પૂરા કરશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. મનગમતી વ્યક્તિ મળવાથી વધુ આનંદ મળશે. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Moon’s rule will help you complete your tasks efficiently and quickly. Your self-confidence will increase. Complete all important tasks immediately. Meeting a loved one will make you happy. After praying 101 names, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 6, 7, 8, 9
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024