મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાની મુસાફરીનો પ્લાન બનાવવામાં સફળ થઈ જશો. જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા મળશે. ચંદ્રની કૃપાથી મનને મકકમ રાખીને કામ કરી શકશો. બીજાના ફાયદાની સાથે તમે તમારા ફાયદા મેળવી શકશો. તબિયતમાં સારા સારી થતી જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.
With Moon ruling over you till 25th June, you will get a chance to travel. You will succeed in all your endeavours. Keep calm while working. Everyone will benefit out of the current business. Health will be fine. You will be able to fulfil your family member’s demands. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 19, 23, 24, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી જૂન સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમને તમારા વડીલવર્ગની તબિયતની ચિંતા વધુ પરેશાન કરશે. તેમની નાની બીમારી તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. સહીં સિકકાના કામો કરવાની ભૂલ કરતા નહીં. કાર્ટના કામોમાં સફળતા નહીં મળે. મનગમતી ચીજવસ્તુ લઈ નહીં શકો. સૂર્યના ઉતાપાને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
Sun rules over you till 4th June, and hence take care of your elders’ health. Avoid indulging in any government or legal work. You might not be able to buy something you had wanted to. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 20, 21, 24, 25
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા સુખમાં ડબલ સુધારો કરી શકશો. ઘરની વ્યક્તિની જે પણ જરૂરિયાત હશે તે પૂરી કરી શકશો. ધનની ચિંતા નહીં આવે. નાણાકીય બાબતમાં ફાયદો મળતો રહેશે. તમારા મનની વાત અપોઝિટ સેકસને સમજાવી શકશો. શુક્રની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. કામ સારી રીતે કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 22, 23, 25 છે.
Venus’ rule till 16th June will make you happy. You will fulfil all the wishes of your family members. Financial profits indicated. You will be able to speak openly to your loved one. Health will be fine. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 19, 22, 23, 25
CANCER | કર્ક: ડ.હ.
તમને ચમકતા સિતારા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જુલાઈ સુધી તમે મુસાફરી કરી શકશો. મુસાફરી કરવાથી આરામની સાથે ધનલાભ પણ મેળવી શકશો. રીસાયેલા મિત્ર કે પ્રેમીને મળવાનો સીધો રસ્તો મળી જશે. ધનની ખેંચતાણ નહીં થાય. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
Venus’ rule till 16th July brings in opportunities to travel. You will be able to make up with a loved one or a friend. A good week financially. You will be able to make new purchases for your house. An ideal time for those who wish to get married. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 20, 21, 24, 25
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામ ઉલટા થઈ જશે. નાના કામ પણ સરખી રીતે નહીં કરી શકો. તમે જો નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર તમને ઈરીટેટ કરવામાં કોઈ કસર નહીં મૂકે. બને તો તમારા કામ સિવાય બીજી કોઈ જગ્યાએ દિમાગ વાપરતા નહીં. ઘરનું વાતાવરણ નાની બાબતમાં બગડી જશે. રાહુના દુ:ખને દૂર કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.
Rahu’s rule till 4th June could bring in some obstacles. You might be unable to complete easy tasks. Colleagues might annoy you. Your home environment could also get irritating. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 19, 22, 23, 24
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ત્રણ દિવસમાં ચેરીટીના કામો કે કોઈના મદદગાર બની શકશો. 22મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમે નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ધનની ખેચતાણ વધી જશે. તેથી આજથી ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.
Last three days under Jupiter’s rule calls for you to do charity. Rahu’s rule from the 22nd might bring in restlessness and make you feel uneasy. Even the slightest of things could prove irritating. Financially you need to be more stable. Pray ‘Srosh yasht’ and ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 19, 20, 24, 25
LIBRA | તુલા: ર.ત.
23મી જૂન સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે તેથી તમે જાણતા કે અજાણતા કોઈની મદદ કરવામાં ભાગીદાર બની જશો. જે પણ ધન કમાશો તેનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. તમારા કરેલા કામનું વળતર મળીને રહેશે. ઘરના કોઈ મેમ્બરની તબિયતમાં બગાડો હશે તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. નવા મિત્રો મળવાથી આનંદમાં આવશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Jupiter rules over you and hence you will be able to help others. Make good use of your money. Your hard work will bear fruits. Take care of your family members’ health. You will find joy in making new friends. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 21, 22, 23, 24
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આ 6 દિવસમાં તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારી બેદરકારી તમને લાંબા સમયની માંદગી આપી જશે. આ અઠવાડિયામાં ખાવાપીવાની સાથે તમારા બોલવામાં કાબુ રાખજો. 25મીથી ગુરૂની દિનદશા તમારા દુ:ખને દૂર કરીને સુખનો રસ્તો બતાવશે. રોજ ‘મોટી હપ્તનયશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.
Last six days left under Saturn rule, and hence take good care of your health, else you might fall ill. Take care of your eating habits and think twice before you speak. From the 25th, Jupiter’s rule will solve all your problems. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 20, 21, 22, 25
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા 25મી જૂન સુધી ચાલશે. હવે તમારા નાના કામો પૂરા કરવા માટે ખૂબ જ અડચણ આવતી રહેશે. પૈસાની તંગી ઓછી થવાની જગ્યાએ વધી જશે. તમે એક જગ્યાએ ખર્ચ પર કાપ મુકશો ત્યાં બીજી જગ્યાએ ત્રણ ગણો ખર્ચ વધી જશે. તમે સાંધાના દુખાવાથી પરેશાન થશો. શનિ તમારા મગજને શાંત નહીં રહેવા દે. ખોટા વિચારો આવતા રહેશે. શનિના દુ:ખને ઓછું કરવા માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Saturn rules you till 25th June, so work harder to complete your tasks. You might face financial constraints, due to increase in expenses. You could experience joint pain. Try to be positive. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 21, 22, 23, 24.
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે તેથી તમારા કામ કરવામાં જરાબી આળસ નહીં આવે. જ્યાં તમને તમારા ફાયદો દેખાશે ત્યાં વધુ મહેનત કરી લેશો. બુધની કૃપાથી જૂના રોકાયેલા નાણામાંથી લાભ મળતો હોય તો લાભ પહેલા લઈ લેજો. મીઠી જબાન વાપરીને પારકાને પોતાના બનાવી લેશો. ચાલુ કામમાં નાણાકીય ફાયદો મળતો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.
Mercury’s rule will infuse the much needed strength and enthusiasm to complete all your tasks. You will work harder to earn more profits. You will reap profits from your previous investments. Your sweetness of speech will win over others. Financial profits are indicated. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 19, 20, 23, 25
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ત્રણ દિવસમાં વાહન સંભાળીને ચલાવજો. 22મી સુધી ઘરમાં ઈલેકટ્રીકનો સામાન લેતા નહીં. ઉતરતી મંગળની દિનદશા તમારી નાની બેદરકારી મોટી તકલીફમાં નાખી દેશે. 22મીથી બુધની દિનદશા 56 દિવસ માટે આનંદમાં લાવી તમારા બગડેલા કામ સુધારી આપશે. આવકમાં વધારો થશે. આજથી ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.
Last three days under Mars’ rule calls for you to be careful while driving. Avoid purchasing electrical appliances till the 22nd. The descending rule of Mars could bring in ill health. From the 22nd, Mercury rules you for the next 56 days, bringing in joy, peace and wealth. Pray ‘Tir Yasht’, followed by ‘Meher Nyaish’.
Lucky Dates: 21, 22, 24, 25
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ત્રણ દિવસમાં વાહન સંભાળીને ચલાવજો. 22મી સુધી ઘરમાં ઈલેકટ્રીકનો સામાન લેતા નહીં. ઉતરતી મંગળની દિનદશા તમારી નાની બેદરકારી મોટી તકલીફમાં નાખી દેશે. 22મીથી બુધની દિનદશા 56 દિવસ માટે આનંદમાં લાવી તમારા બગડેલા કામ સુધારી આપશે. આવકમાં વધારો થશે. આજથી ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.
With the Moon ruling over you for the next five days, you are advised to fulfil your family’s wishes. You might not be able to speak openly after the 24th. Mars’ rule could prove stressful. Your siblings might be disappointed. You could spend your savings. Complete all important tasks first. Pray ‘Ya Beshtarna’ 101 times, followed by ‘Tir Yasht’.
Lucky Dates: 20, 21, 22, 23
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025