મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારે નાની મુસાફરી કરવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાથી તમારા મનની શંકાનું સમાધાન મળતું રહેશે. તબિયતમાં સુધારો રહેશે. રોજબરોજના કામો સારી રીતે કરી શકશો. ઘરવાળા કે બહારવાળાને સમજાવવાનું કામ સારી રીતે કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તરફથી માન મળતું રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 31, 1 છે.
The Moon’s rule brings in opportunities to travel. You will feel peaceful. Health will improve, while daily chores will proceed smoothly. You will provide good advice to others. Your colleagues will respect you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 26, 27, 31, 1
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી જૂન સુધી સુર્યની દિનદશા તમને ઉકળાટમાં રખાવશે. સુર્યના કારણે બપોરના સમયે કંટાળો આવશે. સરકારી કામોની પાછળ સમય બગાડવા કરતા સરકારી કામો 4થી પછી કરવાનું રાખજો. માથાના દુ:ખાવાથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારે કોઈને પૈસા આપવાના હશે તો તે વ્યક્તિ પઠાણી ઉઘરાણી કરીને તમને ગુસ્સો અપાવશે. સુરજના ઉતાપાને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Sun’s rule till 4th June brings in anger. You could feel lethargic. Complete your government related work after the 4th. Take care of your health as also that of your elder’s, especially if you suffer headaches. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 26, 27, 28, 29
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી શુક્ર જેવા વૈભવશાળી ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનપસંદગીની ચીજવસ્તુ પહેલા લઈ લેજો. નવી જગ્યાએ કામ ઉપર જવાનો ચાન્સ મળી રહેશે. નાણાકીય બાબતની અંદર જરાબી ચિંતા નહીં આવે. મિત્રો કે સગાઓ તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મળીને રહેશે. ધન માટે કોઈ પણ કામ અટકશે નહીં. કોઈનો સાથ લઈને તમારા અધુરા કામ પૂરા કરી શકશો. રોજના ભણતર સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 27, 30, 31, 1 છે.
Venus’ rule till 16th June enables making purchases of your desire. A good week financially. Expect good news from family or friends. Your work will move smoothly. Seeking another’s help will enable you to complete incomplete tasks. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 27, 30, 31, 1
CANCER | કર્ક: ડ.હ.
તમને ચમકતા શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં મોજમસ્તીમાં દિવસો પસાર કરી શકશો. તમને જે લાભ મળશે તેમાં તમે ખુશીથી દિવસો પસાર કરી લેશો. તમારા કામની સાથે બીજાના કામમાં મદદગાર થઈ જશો. અપોઝિટ સેકસનો સાથ સહકાર મળી જશે. લકઝુરિયસ ચીજ વસ્તુ વસાવી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.
With Venus ruling you, you will enjoy your life to the fullest. You will earn profits. People from the opposite gender will support you. Health looks good. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 27, 28, 30, 1
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે ચિંતાથી ઘેરાયેલા રહેશો. નાના કામો પણ પૂરા નહીં કરી શકો. કોઈ તમારી સાથે ચીટીંગ ન કરી જાય તે વાતનું ધ્યાન રાખજો. કોઈના ઉપર વિશ્ર્વાસ રાખતા નહીં. શેર-માર્કેટમાં ઈનવેસ્ટ કરતા નહીં. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.
Rahu’s rule till 4th June could cause stress. Completing your work on time might prove challenging. Stay alert so avoid being cheated. Do not trust blindly. Avoid investing in share markets for now. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 27, 28, 30, 1
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મેથી તમે રાહુની સોનાની જાળમાં ફસાઈ ગયેલ છો તેથી તમને તમારી અગત્યની ચીજવસ્તુની ખૂબ જ સારસંભાળ રાખવી પડશે. 5મી જુલાઈ સુધીમાં ચિટીંગ કે ચોરી જેવા બનાવ બની જશે. તમારી નાની ભૂલ પહાડ જેવી બની જશે. દુશ્મન પાછળથી તમારી પર વાર કરશે. તમે મનથી પરેશાન થશો. તમારી તબિયત બગડતા વાર નહીં લાગે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 1 છે.
Rahu’s rule since 22nd May calls for you to take good care of your belongings. Be alert to avoid being cheated. Even small mistakes could cause regrets. Your enemies could backstab you. Take care of your health. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 26, 28, 29, 1
LIBRA | તુલા: ર.ત.
ગુરૂ જેવા શુભગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે કરેલી મહેનતનું ફળ મળી રહેશે. બીજાના સાચા સલાહકાર બનીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં ઈનવીજીબલ હેલ્પ મળતી રહેશે. રોજી રજકમાં બરકત રહેશે. અચાનક ધનની જરૂરત પડી જશે તો તેનોબી તમે બંદોબસ્ત કરવામાં સફળ થઈ જશો. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થઈને પ્રેેમ વધી જશે. ચેરીટીજના કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.
The rule of Jupiter ensures you will receive all that you deserve. Providing honest advice to others will win you their hearts. You will receive anonymous help. A good week financially. Elders will enjoy good health. Advisable to indulge in charity. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 27, 28, 30, 1
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
25મી જૂન સુધી તમારી રાશિના માલિક મંગળના પરમમિત્ર ગુરૂની દિનદશા ચાલશે. તેથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીઝના કામ સારી રીતે કરી શકશો. રોજબરોજના કામમાં ફાયદા મળશે. શનિની દિનદશામાં બગડેલા કામને સુધારવા માટેનો સીધો રસ્તો મળી જશે. ઘરમાં બાળકોની ડિમાન્ડ પૂરી કરી શકશો. પૈસા સહેલાઈથી મેળવી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે આજથી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 29, 31, 1 છે.
Jupiter’s rule till 25th June calls for you to indulge in charity and religious work. You will earn profits in your daily chores. You will find solutions to solve problems. Earning money becomes easy. You will make new friends. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 26, 29, 31, 1
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. આપેલા પ્રોમીશ પૂરા નહીં કરી શકો. નાણાકીય લેતી-દેતી કરવાની ભૂલ કરતા નહીં. તમારો સારો વ્યવહાર કોઈ જોઈ નહીં શકે. વડીલવર્ગ તમારાથી નારાજ થઈ જશે. તબિયતમાં બેદરકાર રહેવાથી મોટી માંદગી આવી શકે છે. ખાવા પીવા પર ધ્યાન આપજો. શનિ તમને બેચેન બનાવી દેશે. શનિના દુ:ખને ઓછુ કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.
Saturn’s rule could cause a delay in your chores. You might not be able to fulfil promises. People could fail to notice the good in you. Avoid financial transactions. Elders could get upset with you. Be careful about your health and pay attention to your eating habits. You might feel restless. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 27, 28, 30, 31
CAPRICORN | મકર: ખ.જ.
બુધ જેવા બુધ્ધિના ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોટા કામો બુધ્ધિ વાપરી કરી શકશો. સારી જગ્યાએ રોકાણ અવશ્ય કરજો. નાની મુસાફરીનો આનંદ લઈ શકશો. દોસ્ત અને દુશ્મન બન્નેને ઓળખી શકશો. બુધની કૃપાથી પારકાને પોતાના બનાવી લેશો. ચાલુ રોજગારમાંથી વધુ ધન કમાવી શકશો. હિસાબી કામ પહેલા પૂરા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 1 છે.
Mercury helps you to apply your intelligence and wisdom to complete your tasks. Invest in the right places. Make the most of small vacations. You will recognise your true friends. With Mercury’s grace, you will win over people’s hearts. Additional financial profits at your workplace indicated. Try to complete all financial transactions immediately. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 26, 27, 29, 1
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને તમારા પરમમિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામો વિજળીવેગે પૂરા કરી લેશો. બળની જગ્યાએ કળથી કામ લઈને બીજાના મનને જીતી લેશો. ઘરમાં સારા પ્રસંગમાં ખર્ચ કરવા કોઈ કસર નહીં મૂકો. કુટુંબમાં જે પણ મતભેદ ચાલતા હશે તેને દૂર કરવાનો સીધો અને સરળ રસ્તો મળી જશે. ભુલ્યા વગર દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.
Mercury’s rule helps you complete tasks on time. Instead of working hard, try working smart. There will be celebrations at home. All family problems will be resolved. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 28, 29, 30, 31
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારો સ્વભાવ સાવ બદલાઈ જશે. તમે ચિડીયા સ્વભાવના થઈ જશો. નાની વાતમાં ગરમ થઈ જશો. હાઈપ્રેશરની માંદગીથી પસાર થતા હો તો પ્રેશરને વધતા વાર નહીં લાગે. ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે. તમારા અંગત માણસો તમારી મરજીની વિરૂધ્ધનું કામ કરી દુ:ખી કરશે. ખર્ચ ખૂબ જ કરવો પડશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.
Mars’ rule till 23rd June could cause behavioural changes, making you feel angry or annoyed. Take care of your health, especially if you suffer from high blood pressure. Home environment could get stressful. Your loved ones might go against your wishes. Expenses could increase. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 26, 27, 30, 1
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025