ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો કર્યો તે અગ્નિમાં તેલ અને ગંધક છાંટયુ તેમ છતાં આતશ સળગ્યોજ નહીં અને ઠંડો પડી ગયો. ઝોરાષ્ટ્રનો આ ચમત્કાર હાકેમ અને બીજાઓ માટે પરચો કહેવાય. આમ જ્યારે શત્રુઓનું કંઈ વળ્યું નહીં ત્યારે ગાયના ટોળામાં તેમને નખાવી જોયો કારણ બધા ઢોરોને વાળી શકાય પણ ગાયને વાળવી કઠણ છે માટે કહેવાય છે કે ગાયને જે વાળે તે સાચો ગોવાળ. હવે ગાયના ટોળામાં જે સરદાર ગાય હતી. તેણે આવીને પોતાના ચારે પગોની વચમાં બાળ જરથુસ્ત્રને લઈ તેમનો બચાવ કર્યો હાકેમ માટે એક નવો પરચો હતો અને જરથોસ્ત સાહેબનો આ ચોથો ચમત્કાર હતો. આમ હાકેમ વારંવાર પરાજિત થતાં નવા નવા દાવ અજમાવવા લાગ્યો. પછી ઘોડાઓના ટોળામાં બ્રહ્મજ્ઞાની સદગુરૂને નાખવામાં આવ્યો. ત્યાં પણ એક વયોવૃધ્ધ ઘોડીએ આવીને પોતાના ચારેય પગો વચ્ચે બાળ ગોપાળને રાખી લઈ તેમનું રક્ષણ કર્યુ અને હાકેમને એક વધુ પરચો જોવા મળ્યો. દોરાંસરૂએ માંસ ભક્ષી વરૂઓના ટોળામાં બાળનબી સાહેબને નંખાવ્યો ત્યાં એવો ચમત્કાર થયો કે વરૂઓનાં મોઢા બંધ થઈ ગયા અને પવિત્ર બાળક નજીક પણ જઈ શકયા નહીં.
નાકામયાબ અને નિરાશ થયેલ, દોરાસરૂને એક નવો દાવ ખેલ્યો. દોરાસરૂએ બરાંતરૂશ નામના જાદુગરે બાળ પેગમ્બરને ઘરમાં લઈ જઈ સિધ્ધ મહાત્માએ અનેક બીહામણા દેખાવો દેખાડયા છતાં પણ બાળ-નબી કોઈથી ડર્યા કે બીધા નહીં. એ દગાબાજ જાદુગરનો નાપાક જાદુ કોઈ અસર કરી શકયો નહીં. એક વખત બાળ જરથુસ્ત બીમાર પડયા ત્યાં બન્ને જાદુગરો મળીને દવાને બદલે ઝેરનો પ્યાલો પીવા માટે મોકલ્યો ત્યારે ત્રિકાળજ્ઞાની, બાળનબીએ અછાડ મારી ઢોળી નાખ્યો આવા અનેક પ્રયત્નો તેમના વિરોધીઓ કરતા રહ્યા છતાં દાદાર અહુરમઝદની ગેબી મદદથી અને પોતાની આવડતને લીધે દરેક આફતથી બચતા રહ્યા એ એમના પરચા કહેવાયા. વળી જ્યારે જરથોસ્ત સાહેબ જન્મયા હતા ત્યારે પણ તેઓ હસ્તા હતા એ પણ એક અલૌકિક ઘટના હતી.
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024