પાંદડામાં વીંટાળેલી ભુજેલી માછલી

સામગ્રી: 2 છમણાં, બે નાના ચમચા ઘી, 7 લીલા મરચા, અર્ધી ઝુડી કોથમીર, 2 લીલા કોપરાના કટકા, અર્ધો કડો લસણ, 1 ચમચી જીરૂં, 1 મુઠ્ઠી આમલી, 1 ચમચી મીઠું, 1 ગાંગડો ગોળ, 3 કેળના પાંદડા.

રીત: છમણાને ધોઈ સમારી કટકા કરી મીઠું લગાડવું. કોથમીર મરચા લસણ, જીરૂં, કોપરૂં, આમલી, ગોળ, 1 ચમચી મીઠું એ બધાને બારીક પીસવું. પછી તે મસાલો થોડો છમણાના ડોકામાં કાપ મૂકી તેમાં ભરવો ને થોડો બધી કટકીઓને બેઉ પડે બરાબર ચોપડવા. કેળના પાંદડાનો વચમાનો દાંડો કાઢી ધોઈ, લુછીને ચુલા પર જરા ઉંચેથી પકડી તાપ દેખાડી ફેરવ ફેરવ કરવું જેથી પાંદડા નરમ થશે. પછી એક પાંદડામાંથી ચાર ટુકડા કરી તે પર જરા ઘી લગાડવું પછી તેમાં મસાલો લગાડેલી માછલીની એકેક કટકી મૂકી પાંદડુ આસપાસથી વીંટાળી દોરાએ બાંધી લેવું એક ખુમચાને જરાક ઘી લગાડવું. પાંદડામાં વીંટાળેલી માછલીની કટકીઓ ઉપર થોડું ઘી નાખી. તેમાં બધી કટકીઓ ગોઠવીને મૂકી ભઠ્ઠીમાં ભુંજવા મુકવી. જરા નરમ થાય ને કાઢવી.

 

About આબાન તુરેલ

Leave a Reply

*