બુધવાર તા. 25મી ઓગસ્ટ 2018ના રોજ બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ ઓકા અને ચાગલાએ વીજેટીઆઈને અંજુમન અને વાડિયાજી આતશ બહેરામની સ્વતંત્ર તપાસ કરવા આદેશ આપ્યો. દસ દિવસની અંદર વીજેટીઆઈ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવશે. કોર્ટ મેં ના વચગાળામાં મંજૂર કરવામાં આવેલી રાહતને સમર્થન આપ્યું અને 8મી ઓગસ્ટ 2018 સુધી તેને વિસ્તૃત કરવામાં આવ્યું છે.
24મી જુલાઈએ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન સિનિયર કાઉન્સેલ નવરોઝ સિરવઈએ ભાર મૂકયો કે બે માળખા પારસી સમુદાય માટે અમૂલ્ય છે અને અરજીમાં જણાવાયું કે બે ઈમારતોની ઉંમરને ધ્યાનમાં રાખીયે તો તેમનું માળખાકીય આરોગ્ય અસંતોષકારક છે.
જો કે એમએમઆરસીએલના વિરોધી સિનિયર કાઉન્સેલ એસ.અનેય દ્વારા એવી દલીલ કરવામાં આવી કે આ બે મકાનોને કોઈ નુકસાન સહન નહી કરવું પડે તેની કાળજી લેવામાં આવશે. આ દલીલમાં ફકત આશ્ર્વાસન આપવામાં આવ્યું. કોર્ટે એમએમઆરસીએલને બે માળખાની ચકાસણી માટે વ્યવસાયિક એજન્સીમાં દોરવાનો આદેશ આપ્યો.
સિનિયર કાઉન્સેલ સીરવઈએ સ્વતંત્ર એજન્સીઓ, આઈઆઈટી, વીજેટીઆઈ અને યુડીએઆઈએમ ત્રણ નામ સૂચવ્યા. એમએમઆરસીએલ દ્વારા વીજેટીઆઈને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. ટેકનોલોજીકલ ઈન્સ્ટિટયુટને માળખા પર મેટ્રો3 પ્રોજેકટના ટૂંકા અને લાંબા ગાળે શું પરિણામ આવી શકે તેને ઓડિટ કરવા 10 દિવસની અંદર અહેવાલ તૈયાર કરવા જણાવામાં આવ્યો.
જ્યારે ધર્મની બાબત હોય છે ત્યારે સમુદાયના લોકો એક થઈ જાય છે એ વાત જાણી ખુશી અનુભવતા પારસી ટાઈમ્સે છેલ્લા અઠવાડિયામાં રજૂ કરેલી અપીલને લીધે પચ્ચીસ જેટલા મોબેદો અને અસંખ્ય સમુદાયના લોકોએ સુનાવણીમાં હાજરી આપી હતી.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતા અરજીકર્તા જમશેદ સુખડવાલાએ જણાવ્યું કે ‘હું સમુદાયનો તથા ખાસ મોબેદો અને તેમની એકતાથી મળેલા ટેકાનો હું આભાર માનુ છું.
કાલબાદેવી સ્ટેશન પાસેના આતશ બહેરામના માળખા અને કુવાઓ પર મેટ્રો ટનલીંગ બાંધકામની અસરની ચકાસણી માટે વીજેટીઆઈની નિમણૂંક કરવામાં આવી છે.
બોમ્બે હાઈકોર્ટની સુનાવણી સોમવાર 6ઠ્ઠી ઓગસ્ટ 2018ના રોજે થશે. એડવોકેટ ઝેરિક દસ્તુર પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવે છે કે આ પીટીશન બે આતશ બહેરામની આધ્યાત્મિક પવિત્રતા અને માળખાકીય સુરક્ષા સાથે સંકળાયેલા ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે છે. સમુદાયના લોકો આ મુદ્દા માટે એકત્રિત થયેલા જોઈ મન આનંદીત થઈ જાય છે.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025