મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. ઉતરતી દિનદશા નાની માંદગી આપી શકે છે. નાણાકીય બાબતમાં પરેશાન રહેશો. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો, નાની વાતમાં મતભેદ પડતા જશે. શનિનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.
Saturn rules you for the next week, so avoid trusting people without due considerations. Take care of your health. You could face financial constraints. There could be arguments with elders in the family and you could get stressed about their well-being. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 20, 21, 25, 26
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. સહિ-સિકકાના કામ કરી લેજો. કાલથી 36દિવસ માટે શનિની દિનદશા તમને નાની બાબતમાં ખોટા વિચારોમાં અટવાવી દેશે. આળસુ બની જશો. રોજ બરોજના કામમાં મુશ્કેલીમાં આવી જશો. ધન મેળવવા ભાગદોડ કરવી પડશે. શનિનું દુ:ખ ઓછું કરવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Mercury’s rule suggests that you complete any pending signature related work. From tomorrow, Saturn rules you for 36 days. You are advised to stay positive and work hard. You could face difficulties in routine tasks. Work harder if you wish to earn greater wealth. Pray ‘Moti Haptan Yasht’ every day.
Lucky Dates: 21, 22, 23, 24
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા નાનો મોટા કોઈ પણ કામ બુધ્ધિબળ વાપરીને કરવામાં સફળ થશો. કમાયેલા નાણામાથી થોડી ઘણી રકમ બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. નોકરી કરતા હશો તો પ્રમોશન કે આવક વધવાના ચાન્સ છે. નવા કામ મેળવવા માટે મિત્રની સહાયતા લેવામાં ફાયદામાં રહેશો. જૂના રોકાણનો લાભ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.
Mercury’s rule till 20th November calls for you to complete your tasks intelligently. You are advised to invest money. A promotion at work awaits you! Heed your friends’ advice if you’re looking for a new job. You will reap the benefits of past investments. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 20, 21, 23, 25
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 6 દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમને નાનું એકિસડન્ટ થઈ જાય તો નવાઈમાં પડી જતા નહીં. 26મીથી બુધની દિનદશા શરૂ થતા તમારા મનની નેક મુરાદ પુરી થશે. બુધ તમારા મગજને ધીરે ધીરે શાંત બનાવી દેશે. જે ગુમાવેલ હશે બુધ્ધિબળ વાપરીને પાછુ મેળવી લેશો. પહેલા 6 દિવસજ શાંતિથી પસાર કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
Mars’ rule over the next six days calls for you to practice caution while traveling. Starting 26th, Mercury’s rule will help fulfil your wishes. With Mercury’s grace, you will be able to find calm and be at peace. Use your wisdom to regain what you’ve lost. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 22, 23, 24, 26
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી ફેમિલી મેમ્બરને નારાજ કર્યા વગર તેમની ડિમાન્ડ ને પહેલા પૂરી કરી લેજો. શીતળ ચંદ્ર તમને શાંત રાખીને તમારા કામો પૂરા કરાવી આપશે. બીજાના મદદગાર બનીને ભલી દુવા મેળવી લેશો. મિત્રો તરફથી લાભ મળશે. ધણી-ધણીયાણીમાં સારા સારી રહેશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.
The Moon’s rule over the next week calls for you to fulfil your family’s wishes. Helping others will earn you their blessings. Your friends will prove helpful to you. There will be an improvement in your relationship with the spouse. Pray ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 20, 21, 25, 26
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ સારી રીતે પૂરા કરી શકશો. કોન્ફીડન્સ પાવર સારો હોવાથી કોઈ જગ્યાએ રોકાણ કરવામાં ભવિષ્યમાં ફાયદો થઈ જશે. ઘરવાળાનો પ્રેમ ખૂબ મેળવશો. કોઈને સારી સલાહ આપીને નેક દિલ જીતી લેશો. ધનની ચિંતા જરાબી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Under the Moon’s rule till 26th November, you are advised to keep calm and complete your tasks on time. This is a good time to invest money. You need to keep in mind your family loves you. Your honest advice will help others. A good week financially. Pray the 34th name, ‘ya Beshtarna’ 101times.
Lucky Dates: 23, 24, 25, 26
LIBRA | તુલા: ર.ત.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તા. 7મી નવેમ્બર સુધી તમે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. જો તમે સરકારી કામ કે બેન્કમાં કામ કરતા હશો તો મુશ્કેલીમાં આવી જશો. સુર્યને કારણે તમારા બાળકો તમારી વાત નહીં માને તો દુ:ખ થશે. બાળકો સાથે તેમના જેવા થઈ જશો તો મતભેદ ઓછા થશે. 7મી સુધી કામ કરવાનો કંટાળો આવશે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.
The Sun’s rule till 7th November could cause you headaches. Avoid government related work. Try not to argue with your children. Lethargy could set in at your work place. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 20, 21, 22, 25
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા અગત્યના કામો સારી રીતે કરવામાં સફળ થશો. અપોઝિટ સેકસને આપેલ પ્રોમીસ પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. 16મી નવેમ્બર સુધી તમને અચાનક ફાયદા મળતા રહશે. ખર્ચ કરશો પણ પૈસાની તકલીફ નહીં આવે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
Venus’ rule helps you complete your tasks efficiently and quickly. Fulfil promises made to people of the opposite gender. A good week financially. Growth in wealth is indicated. You will meet a favourite person. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 22, 23, 24, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમને શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી દરેક બાબમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. રોજ બરોજના કામમાં આનંદ મળશે. પ્રમોશન કે નાણાકીય ફાયદો થશે. પસંદગીનો જીવન સાથી મળશે. ધન કમાઈને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.
Venus’ rule brings you anonymous help. You will be content with your work – you could even be in for a promotion! You could find your ideal life partner. You are advised to invest money. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 20, 21, 23, 25
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી નવેમ્બર સુધી કોઈ ભુલ કરશો તો મુસીબતમાં આવી જશો. ઘરવાળા તમારી વાતને સીરીયસલી નહીં લે, મતભેદ વધી જશે. દરેક સાથે વાત કરવાનું ઓછું રાખજો. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.
Rahu’s rule till 6th November calls for you to pay extra attention at work. Arguments within the family could increase. Try to speak as little as possible. Financially, you could feel stretched thin. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 21, 22, 24, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લા 6 દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઘરવાળા સાથે 26મી પછી મતભેદ વધી જશે. તમારા હાથેથી ધર્મનું કામ થઈ જશે. ગુરૂને લીધે પોઝીટીવ વિચાર આવશે. મનગમતી વ્યક્તિને મળી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
Jupiter rules you for the next six days. After the 26th, you are advised to avoid arguments with family. You could indulge in religious work. With Jupiter’s grace, you will have positive thoughts. You could meet a favourite person. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 20, 23, 24, 25
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લા 6 દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઘરવાળા સાથે 26મી પછી મતભેદ વધી જશે. તમારા હાથેથી ધર્મનું કામ થઈ જશે. ગુરૂને લીધે પોઝીટીવ વિચાર આવશે. મનગમતી વ્યક્તિને મળી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
Jupiter’s rule nudges you to indulge in making new purchases for the house. Travel is indicated. You are advised to invest money. You will be able to pay off all your debts. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 20, 21, 25, 26
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025