મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી ડિસેમ્બર સુધી તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. જો કોઈ ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો આજથી નાણા રોકાણનું કામ શરૂ કરી દેજો. ગુરૂની કૃપાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તેમજ દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બર તમારા ઈશારા સમજી જશે. કૌટુંબિક વ્યક્તિની સાથે મતભેદ પડેલા હોય તો તેમાં થોડી બુધ્ધિ વાપરીને મતભેદ દૂર કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Jupiter’s rule brings in financial stability. Complete all important tasks by 25th December. You are advised to save and invest money. You will receive help from an anonymous source. Your family will be understanding. Use your wisdom to solve conflicts with relatives. Pray ‘Srosh Yasht’ every day.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમારે આજનો ને કાલનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બે દિવસમાં કોને સલાહ આપતા નહીં. 26મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમારૂં માન વધારી દેશે. નાણાકીય મુસીબતમાંથી બહાર આવી શકશો. તમારા દુશ્મનોનો વ્યવહાર બદલાઈ જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ તથા ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
Saturn’s rules for the next two days suggests that you avoid advising people. From the 26th, Jupiter rules you for the next 58 days. You could earn more respect. A good week financially. Pray ‘Moti Haptan Yasht’ for the next two days, followed by ‘Srosh Yasht’.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી શનિ તમને આળસુ બનાવી દેશે. તમારા મોટા કામમાં રૂકાવટ આવીને ઉભી રહેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે.કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ મૂકતા નહીં. હાલમાં લગ્નનું વિચારતા નહીં. તમારી પોતાની ચીજ વસ્તુ લેવામાં તકલીફ આવી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.
Saturn’s rule till 26th December could make you feel restless. You could experience problems with routine work and your expenses could increase. Avoid trusting people blindly. Postpone plans for marriage. You will need to work harder to get back what is rightfully yours. Pray ‘Moti Haptan Yasht’ every day.
CANCER | કર્ક: ડ.હ.
બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી સહેલાઈથી કામ કરી શકશો. મિત્રોનો સાથ મળી જશે. ગામ-પરગામ જઈ કામ વધારી શકશો. બચત કરવામાં સફળતા મળશે. તબિયતમાં સારા સારી રહેશે. રોજના કામો સહેલાઈથી કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
Mercury’s rule calls for you to use intelligence in completing routine tasks. Your friends will be supportive. Travel is indicated. Try to save money. Your health will be fine. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 12, 13, 15, 16
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા નાના કામો ધ્યાન આપીને કરશો. જ્યાંથી લાભ મળતો હશે તે કામ પહેલા પૂરા કરી લેજો. સારા સલાહકાર બની શકશો. કરકસર કરીને ઈનવેસ્ટમેન્ટ કરજો. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.
Mercury rules you till 18th January, helping you complete your work efficiently and quickly. Focus on tasks that guarantee profits. Your advice could help others. Save and invest money. You could be in for a promotion. Pray ‘Meher Nyaish’ every day.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજ અને કાલનો દિવસ ચંદ્રની કૃપામાં પસાર કરવાનો બાકી છે. ફેમિલીના કામ પહેલા કરી લેજો. 26મીથી 28 દિવસ મંગળની દિનદશા તમારા મગજને શાંત રહેવા નહી દે. નેગેટીવ વિચારો આવતા રહેશે. વાહન સંભાળીને ચલાવજો. આજથી મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
The Moon’s rule over the next two days nudges you to fulfil your family’s wishes. From the 26th, Mars rule for the next 28 days could make you feel restless. Strive to stay positive. Drive carefully. Pray ‘Tir Yasht’ every day.
LIBRA | તુલા: ર.ત.
ચંદ્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ છે તેથી 25મી પહેલા નાની મુસાફરીમાં જઈ શકશો. મુસાફરી કરવાથી ફાયદામાં રહેશો. નાણાકીય તકલીફ નહીં આવે. ચિંતાઓ આનંદમાં પેરવાઈ જશે. અંગત વ્યક્તિને મુસીબતમાંથી બચાવી લેશો. મિત્રોનું દિલ જીતી લેશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.
Moon’s rule till 25th December will present opportunities to travel. A good week financially. You will enjoy a peaceful week full of joy. You could help a loved one solve their problem. Your friends will be appreciative of you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તબિયતની ખાસ સંભાળ રાખજો. હાઈપ્રેશર કે ડાયાબીટીસ જેવી માંદગીથી પસાર થતા હો ડોકટરની સલાહ અવશ્ય લેજો. સહી સિકકાના કામ કરતા નહીં. ગુસ્સા પર કાબુ રાખજો. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 28, 30 છે.
The Sun’s rule till 6th December calls for you to take care of your health. Consult a doctor if you suffer from high blood pressure or diabetes. Avoid legal or government related work. Try to control your temper. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી બની શકે તો તમારા મોજશોખ પર કંટોલ રાખજો. બચત અવશ્ય કરજો. ધણી-ધણીયાણી એકબીજાના ઈશારાથી મનની વાત જાણી લેશો. શુક્રની કૃપાથી કોઈપણ બાબતમાં હેરાન નહીં થઓ. કોઈના પ્રેમમાં હશો તો સારા સમાચાર સાંભળવા મળશે. ઘરમાં નવી ચીજ વસાવશો. દરરોજ ‘બહરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Venus rules you till 16th December, bringing you enjoyment and fun in life. Save and invest money. Spouses will be empathetic towards each other. Your routine work will proceed smoothly. Your loved one could give you good news. Venus’ rule nudges you to make new purchases for the house. Pray to ‘Behram Yazad’ every day.
CAPRICORN | મકર: ખ.જ.
તમારી રાશિના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ સારી રીતે કરી શકશો. શુકની કૃપાથી એકસ્ટ્રા ઈન્કમ કમાવી શકશો. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળવાથી આનંદમાં રહેશો. જે કામ ચાલુ છે તે જ કામ પૂરૂં કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 30 છે.
Venus’ rule helps you complete all tasks efficiently. A growth in wealth is indicated. You could be of help to people of the opposite gender. Focus on the task at hand. Pray to ‘Behram Yazad’ every day.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભૂલ તમને પરેશાન કરી મૂકશો. માથાના દુખાવાથી પરેશાન થશો. અગત્યના ડીસીઝન લેવાની ભુલ કરતા નહીં. કોઈ પણ કામ સમજ્યા વગર કરતા નહીં. અંગત કે પારકા સાથે પૈસાનો વ્યવહાર કરતા નહીં. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા 24, 26, 28, 29 છે.
Rahu’s rule makes it mandatory for you to pay attention to the task at hand. You could suffer headaches. Avoid making important decisions. Think twice before executing tasks. Avoid lending money to anyone. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુ તમને પોતાની સોનરી જાળમાં ફસાવી નાખશે. અંગત ચીજ વસ્તુ ચોરી થવાના ચાન્સ છે. ગામ-પરગામ જશો નહીં. તમારી જ વસ્તુ પાછી લેવા તમારે ભાગદોડ કરવી પડશે. તમે ધનથી તથા બીમારીથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26,27, 30 છે.
Rahu’s rule till 5th January calls for you to pay more attention to your surroundings. Avoid travel. You would have to work harder to get back what is rightfully yours. Take care of your health. There could be some financial constraints. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025