મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરનો સાથ મળી રહેશે. ગુરૂની દિનદશાને લીધે ચેરીટીનું કામ કરી શકશો. 25મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા ચાલુ થતા ખરાબ સમય રહેશે. જે પણ વિચાર કરો તેમાં સ્થિર નહીં રહો. ઘરમાં અશાંતિ વધી જશે. રાહુ તમારા મગજને ફેરવી નાખશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Jupiter’s rule over the next three days brings in family support for you. You are advised to do charity. From the 25th, Rahu’s rule for the next 42 days, calls for you to keep calm. Arguments with family are possible. Control your temper. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 23, 24, 27, 28.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે આપેલા પ્રોમીશ સમય પર પુરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન મેળવવા એકસ્ટ્રા કામ કરી શકશો. તબિયત બગડવાના ચાન્સ છે પણ ચિંતા કરતા નહીં. ફેમિલીને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 28 છે.
Jupiter rules over you till 24th January, so fulfil all your promises. A good week financially. Your earnings could increase. Keep your family happy. Take care of your health. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 22, 24, 25, 28.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા 4 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 26મીથી ગુરૂની દિનદશા ચાલુ થતા તમે આનંદી બની જશો. ગુરૂ તમારા બગડેલા કામને સુધારી નાખશે. ઉતરતી શનિની દિનદશા તમને નુકસાનીમાં નાખી શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Saturn rules over you for the next four days, following which, Jupiter’s rule from the 26th, brings in joy and happiness. Jupiter’s rule will help solve your problems. The descending rule of Saturn could cause a little trouble. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 23, 24, 27, 28.
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ પણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. આળસથી વધુ પરેશાન થશો. તબિયત બગડવાના ચાન્સ છે. ખાવાપીવા પર ધ્યાન આપવું પડશે. તમારા હાથ નીચે કામ કરતી વ્યક્તિ તમને પરેશાન કરશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Saturn’s rule till 24th January calls for you to complete your tasks efficiently. Avoid being lazy and take care of your health. Pay attention to your eating habits. Your subordinates could cause you trouble. At work. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 22, 23, 24, 25.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી ધનલાભ મળતા રહેશે. તબિયતમાં સુધારો થતો જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો તરફથી મદદ મળી રહેશે અને તેમાં ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 28 છે.
Mercury’s rule till 18th January indicates growth in wealth. Your health will improve. You are advised to invest money. Your friends could prove helpful to you. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 23, 24, 27, 28.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો ને કાલનો દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. મગજને શાંત રાખીને બધા કામ કરજો. 24મીથી બુધની દિનદશા ચાલુ થતા તમારા કામમાં સફળતા મળશે. નવા કામ કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલી ને દૂર કરવાનો સીધો રસ્તો મળી જશે. મિત્રોની મદદથી તમારા મુશ્કેલીભર્યા કામ આસાન થઈ જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Mars rules over the next two days calls for you to keep your calm while working. From the 24th, Mercury’s rule will bring in success. You could initiate a new venture. A good week financially. With a little help from friends, you could solve all your problems. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 24, 25, 26, 27.
LIBRA | તુલા: ર.ત.
પહેલા 4 દિવસજ શાંતિમાં પસાર કરી શકશો તેથી ફેમિલી મેબરની ડિમાન્ડ 26મી પહેલા પૂરી કરી લેજોે. નહીં તો 26મી થી 28 દિવસ તમારા અંગત માણસ તમને માન સન્માન નહીં આપે. મંગળ તમને ઈરીટેટ કરી નાખશે. અચાનક તબિયત સારી હોવા છતાં તમારી નાની ભૂલ તમને માંદગીના બીછાનામાં નાખી દેશે. આ અઠવાડિયું ધીરજ અને શાંતિથી કામ કરજો. દરરોજ ‘યા બેસ્તરના’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The next four days will go peacefully. Fulfil your family’s wishes by the 26th. From the 26th, your loved ones could disrespect you. Mars’ rule could irritate you. Take care of your health, lest your carelessness could cost your dearly. Exercise caution while working. Pray ‘Ya Beshtarna’ every day.
Lucky Dates: 23, 24, 25, 26.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્ર જેવા શાંત અને શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી અચાનક મુસાફરીનો પ્લાન બનાવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરવાળાનો સાથ મળવાથી જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મળી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ચાંદીની વસ્તુ વસાવી શકશો. ચંદ્રની કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 28 છે.
The Moon’s rule indicates travel on the cards for you. A good week financially. Your family will be supportive. Your colleagues will respect you. You are advised to invest money and purchase silver products. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 22, 25, 26, 28.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
5મી જાન્યુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી માથના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળ નહીં થાવ.વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારી નાની ભૂલ વડીલ વર્ગને મોટી હાની પહોંચાડશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. તબિયતની ખાસ સંભાળ લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.
Sun’s rule till 5th January could cause headaches. Postpone any government related work. Take care of your health and that of your elders’. There could be arguments amongst spouses. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 23, 24, 25, 27.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર તમને ભરપુર સુખ આપશે. તમારા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. બીજાને મદદ કરીને ભલી દુવા મેળવશો. ઘરવાળા સાથે નાનુ ગેટ ટુ ગેધર કરી શકશો. કામકાજમાં નાનું પ્રમોશન મળશે. શુક્રની કૃપાથી જીવનસાથી મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 26, 27, 28 છે.
Venus’ rule till 14th January nudges you towards enjoying life. You will receive blessings from those you have helped. You are advised to organise a family get-together. A promotion is possible. You could find your ideal life partner. A good week financially. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 22, 26, 27, 28.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાનો ચાન્સ મળી જશે. અચાનક ફાયદાની વાત જાણવા મળશે. જ્યાં ત્યાં માન-ઈજ્જત મળશે. ધનલાભ મળતો રહેશે. ખર્ચ કરવામાં કોઈ કસર નહીં કરો. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. નવા કામ મળવાના ચાન્સ છે. રોજના કામમાં પણ ધન મેળવશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Venus’ rule brings in the travel element for you. Good news awaits you. People will respect you. Financial profits are indicated. You could spend lavishly. You are advised to speak openly with your beloved. A new job is on the horizon. There will be growth in wealth. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 24, 25, 26.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુ આરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી કામ પૂરા કરવા માટે મુશ્કેલી આવતી રહેશે. સાથે કામ કરનાર વ્યક્તિ કામમાં આનાકાની કરશે. ખાવાપીવામાં બેદરકાર રહેતા નહીં. ચામડીના રોગથી સંભાળજો. લાંબા સમયના પ્લાન બનાવતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.
Rahu rules you till 5th January, so try and work harder to complete your tasks on time. Your colleague might not cooperate. Pay attention to your eating habits. Take care of any skin related ailments. Avoid making long term plans for now. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 22, 24, 27, 28.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024