મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. રાહનું નિવારણ કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Rahu’s rule could cause your opponents to raise problems. You could feel dissatisfied with your work. You could face financial constraints due to an increase in expenses. Rahu could cause you restlessness. There could be arguments with your family. To pacify Rahu, pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 5, 6, 10, 11.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી જાણતા કે અજાણતા સારા કામ થઈ જશે. ગુરૂની કૃપાથી તન, મન, ધનથી પરેશાન નહીં થાવ. જે પણ કામ કરશો તેમાં ખુશ રહેશો. ફેમિલીમાં સારા પ્રસંગ આવશે. ધનને સારી જગ્યાએ રોકાણ અવશ્ય કરજો. આજે કરેલું રોકાણ ભવિષ્યમાં કામ લાગશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી ફાયદામાં રહેશો.
શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.
Jupiter’s rule leads you towards doing good. You are blessed with good health, wealth and peace of mind. You will find contentment in all that you do. There will be reason to celebrate. You are advised to invest money for a secure future. Pray ‘Srosh Yasht’.
Lucky Dates: 7, 8, 9, 10.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજના કામમાં ફેરફાર કરી વધુ ધન કમાઈ શકશો. તમારા હાથે ધર્મના કામો થશે. વડીલ વર્ગની સેવા કરી તેમની દુવા મેળવી શકશો. ફેમિલી મેમ્બરની ડીમાન્ડ પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અંગત વ્યક્તિ તરફથી સારા સમાચાર મેળવી શકશો. મનની મુરાદ પૂરી કરવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
Jupiter’s rule brings in an increment in your earnings. You could indulge in religious work. Your elders will bless you for looking after them. Fulfil your family’s wishes. A good week financially. A loved one could bring in good news. Pray ‘Srosh Yasht’ to fulfil your wishes.
Lucky Dates: 5, 6, 9, 11.
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તબિયતની સંભાળ રાખજો. કોઈની પાસે ધન ઉધાર લેવું પડશે. માથાનો બોજો વધી જશે. કામ કરવામાં આળસ આવશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. એકબીજાના બોલવાથી દુ:ખ લાગશે. શનિનું નિવારણ કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Saturn’s rule till 24th January calls for you to take care of your health. You could borrow money or sanction a loan. You might get stressed or suffer restlessness. Argument between spouses could take place. Pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 6, 7, 8, 9.
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તેથી બાળકો અને કામ પર વધુ ધ્યાન આપજો. આ બે મહીનામાં આવક જાવકનું લીસ્ટ બનાવી ખર્ચ પર કાબુ મેળવી લેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ચાલુ કામમાં મહેનત કરી એકસ્ટ્રા ઈન્કમ મેળવી લેશો. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 10, 11 છે.
Mercury’s rule till 18th January demands you pay greater attention to your work and your children. You are advised to control your expenses and make a list of the same. A good week financially. Hard work will help. Your friends will be supportive. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 5, 7, 10, 11.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી ફેબ્રુઆરી સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી બુધ્ધિ વાપરી ધન સારી જગ્યાએ રોકાણ કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન વધી જશે. તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. મીઠી જબાન વાપરી દુશ્મનનું દિલ જીતી લેશો. બુધની કૃપાથી આનંદના સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Mercury rules you till 16th February, calling for you to invest money. Your colleagues will respect you. You will be able to complete your tasks at lightning speed! You are advised to be diplomatic while dealing with difficult people. Mercury blesses you with good news. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 6, 7, 8, 9.
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની વાતમાં ગરમ થઈ જશો. આજુબાજુવાળા કે ફેમિલીના વ્યક્તિઓ સાથે ખોટા મતભેદમાં પડશો. હાઈપ્રેશર હોય તો દવા અવશ્ય લેજો. વાહન સંભાળીને ચલાવજો. ઓફીસમાં ઉપરી વર્ગ જાણી જોઈને પરેશાન કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Mars rules over you till 22nd January calls for you to keep calm. Avoid arguing with neighbours or family. Take care of your health, especially if you suffer from high blood pressure. Drive carefully. You seniors could cause harassment. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 5, 6, 10, 11.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની શીતળ દિનદશા ચાલુ હોવાથી તમે જે ડીસીઝન લેશો તે વિચારીને લેજો. જયાં કામ કરતા હશો ત્યાં હળીમળીને કામ પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બહારગામ જવાનો ચાન્સ છે. પોતાની જાત પર વિશ્ર્વાસ વધી જશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.
The Moon’s rule calls for you to rethink before making decisions. You are advised to work in harmony with colleagues. Travel is indicated. Your self-confidence will increase. Pray the 34th name, ‘Ya Beshtarna ‘101 times.
Lucky Dates: 5, 7, 8, 9.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવતા જશે. તમે સાચા ડીસીઝન લેવાના શરૂ કરશો. ગામ-પરગામ જવાના ચાન્સ છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો સુધરી જશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
The Moon’s rule till 23rd February could cause changes in your behaviour. You will make the right decisions. Travel is indicated. Your relationship with siblings could improve. You could meet a loved one. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 5, 6, 10, 11.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઉતરતી શુક્રની દિનદશામાં ધણી-ધણીયાણીમાં મન મેળાપ થશે. ઓપોઝીટ સેકસને તમારા મનની વાત 14મી પહેલા કરી દેજો. સરકારી કામો પહેલા પૂરા કરી દેજો. તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો મુદત માંગી લેજો. કોઈને પ્રોમીશ આપતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
Venus’ rule till 14th January could cause misunderstandings between spouses. Speak openly to those from the opposite gender. Complete all government related work immediately. You could ask for additional leeway in time to pay off loans. Avoid making promises. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 6, 7, 8, 9.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ખર્ચ વધી જશે. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. દેશ-વિદેશમાં કોઈ સારા પ્રસંગમાં જવાનો ચાન્સ મળી જશે. ઓપોઝીટ સેકસનો સાથ મળશે. નવા કામ મળશે. બીજાના મદદગાર બનશો.
શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.
With Venus ruling you, expenses could increase. Surprise guests could pay you a visit. Travel is on the cards. People from the opposite gender will be supportive. A new job is on the horizon. You will be helpful to others. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 7, 9, 10, 11.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને આજથી મોજીલા શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી આજથી 70 દિવસ તમે પાછા રંગીલા બની જશો. માથાનો બોજો ઓછો કરવામા સફળ થશો. બગડેલી તબિયત આજથી સુધરતી જણાશે. અધુરા કામ ફરી ચાલુ કરી શકશો. તમારા ખરાબ સમયમાં મદદ કરનાર વ્યક્તિને મદદ કરી શકશો.ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.
Today onwards, Venus’ rule for 70 days, showers you with happiness. Life will be stress-free. Your health will improve. You could restart any pending tasks. Be helpful to those who supported you during tough times. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 5, 6, 8, 9.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025