મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા ધારેલા કામો પૂરા નહીં કરી શકો. વિચારો સ્થિર નહીં રહે. વધુ પડતો ખર્ચ કરશો તો બીજા પાસે લોન લેવાનો વખત આવશે. રોજ બરોજના કામ પર સમયસર પહોંચવામાં મુશ્કેલી આવશે. તબિયતની કાળજી લેજો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ભુલ્યાવગર ‘મહાબોખ્તાર નીઆએશ’ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.
Rahu’s rule till 3rd February could cause hiccups at work. You could feel stressed. You may consider taking a loan to meet your expenses. There could be delay in usual aspects of your routine chores. Pay attention to your health and consult a doctor if necessary. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 16, 18.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમિલીમાં કોઈ મુશ્કેલી આવેલી હશે તો ગુરૂની કૃપાથી દૂર થઈ જશે. ફેમિલી મેમ્બરની મદદ કરી તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. કોઈ જરૂરતમંદને મદદ કરી શકશો. 22મી જાન્યુઆરી પહેલા આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા.12, 13, 14, 18 છે.
Jupiter’s rule till 22nd January, will help keep your family away from harm’s way. Be helpful to your family, especially in times of need. A good week ahead, financially. Help those in need. You should try to fulfil promises made before 22nd January. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 12, 13, 14, 18.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટીના કામો થતા રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેમાં આનંદ મળશે. ઘરની વ્યકિતની મદદ લેવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ભુલ્યાવગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 15, 17, 18 છે.
Jupiter’s rule calls for you to do charity. A good week financially. Growth in wealth is indicated. You could get a promotion. You will find contentment in your everyday life. Your family’s support could help you out of adverse situations. Pray ‘Srosh Yasht’ every day without fail.
Lucky Dates: 12, 15, 17, 18.
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તબિયતની ખાસ સંભાળ રાખજો. નાની બીમારી જાણી બેદરકાર રહેતા નહીં. લો પ્રેશર કે સાંધાના દુખાવાથી પરેશાન થશો. ધણી-ધણીયાણી વચ્ચે મતભેદ થયા કરશે. વાંક ગુના વગર એકબીજાના અપમાન કરશે. દરરોજ સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 12, 13, 14, 17 છે.
Saturn’s rule till 24th January, calls for you to take care of your health, especially if you suffer from low blood pressure or joint pains. Remember, your carelessness could cost you dearly. There could be arguments amongst spouses where insults could be hurled under a fit of anger in the moment. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 12, 13, 14, 17.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લુ અઠવાડિયું બુધ જેવા વાણીયા ગ્રહની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારી લેતી-દેતીના કામ પૂરા કરી લેજો. આવતા અઠવાડિયાથી ચાલુ થતી શનિની દિનદશા તમારા માથાનો બોજો વધારી દેશે. ઉતરતી બુધની દિનદશાથી મિત્રો તરફથી ફાયદો મેળવશો. તમારા રોજબરોજના કામમાં જશ મળશે. બને તો રોકાણ અવશ્ય કરજો. દરરોજ ‘મહેરની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
As Mercury’s rules you over the next week, try to complete your financial transactions immediately. Next week onwards, Saturn’s rule could prove stressful. Your friends will be helpful. The descending rule of Mercury could bring success in your endeavours. You are advised to invest money. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 12, 13, 17, 18.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારા રાશિના માલિક ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી તમે ધારશો તેટલું ધન કમાઈ શકશો. જે કામ કરશો તે વીજળીવેગે પૂરા કરી શકશો. કામકાજ સાથે એકસ્ટ્રા ઈન્કમ કમાવી શકશો. ગામ-પરગામ જવાનો ચાન્સ મળી જશે. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Mercury’s rule will bring you growth in wealth. You will be able to complete your tasks at lightning speed. A secondary mode of income might be in the offing. Avoid stressing about elders’ well-being. You will be able to retrieve your money. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 14, 15, 16, 17.
LIBRA | તુલા: ર.ત.
મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા અને બાળકોમાં મતભેદ પડતા રહેશે. નાની બાબતમાં તમે ગુસ્સે થઈ જશો. તમારા બોલવાથી સામેવાળાને ખરાબ લાગી આવશે. વાહન ચલાવતા હો તો 22મી જાન્યુઆરી સુધી વાહન સંભાળીને ચલાવજો. પ્રેસરથી પરેશાન થશો. દવા પાછળ વધારે ખર્ચો થશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 17 છે.
Mars rules could see you having arguments with your children. Control your temper. You could end up disrespecting people. Drive with caution till 22nd January. Take care of your health, especially if you suffer from blood pressure. There could be an increase in your medical expenses. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 12, 13,15, 17.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરી કરી શકશો. જૂના સંબંધો સુધરશે અને ભાઈ બહેનમાં પડેલ મતભેદ દૂર થશે. ચંદ્ર કૃપાથી તમારા મનની વાત મનગમતી વ્યક્તિને કહી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરતા તેઓ ખુશ થઈ જશે. તમારી સાથે કામ કરનાર ને આનંદમાં રાખશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.
The Moon’s rule suggests that you will get a chance to travel. Your equation with others could improve. Relationship between siblings will grow. Speak openly with a loved one. Fulfil your family’s wishes. You colleagues will be pleased with you. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 23મી ફેબ્રુઆરી સુધી તમારે ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ચંદ્રની કૃપાથી તમે તમારી વાતો બીજાને ખૂબ સારી રીતે સમજાવી શકશો. જે પણ મહેનત કરશો તેનું ફળ જરૂર મળીને રહેશે. ઘરવાળાની ડીમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ કરી શકશો. મનગમતી વ્યક્તિને સામેથી મળવા જજો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12,13, 17, 18 છે.
Moon’s rule till 23rd February brings in opportunities to travel. Speak openly and freely to other people. Your hard work will pay off. Fulfil your family’s wishes. This is a good time to meet your beloved. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 12,13, 17, 18.
CAPRICORN | મકર: ખ.જ.
આજ અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી બે દિવસમાં ઓપોઝીટ સેકસને નારાજ નહીં કરતા. 14મી જાન્યુઆરીથી 20 દિવસ સરકારી કામો નહીં કરતા. વડીલ વર્ગની તબિયત બગડવાના ચાન્સ છે. સૂર્ય તમને માથાનો દુખાવો આપી જશે. આજથી 96મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Venus’ rule over the next two days nudges you to cater to the wishes of people of the opposite gender. From 14th January, postpone any government related work for the next 20 days. Take care of your elders’ health. The Sun’s rule could cause headaches. Pray the 96th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 13, 14, 17, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્ર જેવા ચમકીલા મોજીલા ગ્રહની દિનદશા ચાલશે તેથી જે પણ ધારશો તે મેળવી લેશો. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાથી વધુ આનંદમાં રહેશો. ખર્ચ જેટલો કરશો તેનાથી વધારે મેળવી લેશો. ધણી-ધણીયાણી એકબીજાના મનની વાત ઈશારાથી સમજી જશે. તમે કોઈના પ્રેમમાં હશો તો સારી વાત જાણવા મળશે. ભેટ સોગાદ મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 14,15, 16, 17 છે.
Venus’ rule till 13th February brings in success and joy. Travel is indicated. A good week financially. Your earnings will outgrow your expenses. You will share a loving relationship with your spouse. Those in love could await good news. You could receive gifts. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 14,15, 16, 17.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને ઓપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. તમને મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જ્યાં કામ કરતા હશો ત્યાં નાણાકીય ફાયદો થશે. તમારી સાથે કામ કરનાર તમને સામેથી સાથ આપવા આવશે. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.
Venus’ rule heralds good news coming your way from a person of the opposite gender. Your loved one could come to meet you. A good week financially, with a significant growth in wealth indicated. Your colleagues will be supportive. You could start a new venture. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 12, 13, 14, 18.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024