સામગ્રી: કેરી 1કિલો, ખાંડ 750 ગ્રામ, મીઠું, હળદર પ્રમાણસર, જીરૂં 1 ચમચી, મરચું 1 ચમચો, તજનો પાઉડર અડધી ચમચી, એલચીનો પાઉડર અડધી ચમચી.
રીત: કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠું અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરીને ઉપર સ્વચ્છ કપડું બાંધી દો અને તડકામાં મૂકી રાખો. દરરોજ બે વખત ચમચાથી હલાવતાં રહો અને ખાંડની ચાસણી થઇ જાય ત્યાં સુધી રહેવા દો. ખાંડ ઓગળીને કેરીના છીણમાં એકસાર થઈ જાય તો સમજો છુંદો તૈયાર છે. હવે તેમા અધકચરું વાટેલુ જીરુ અને તજ-એલચીનો પાઉડર તથા મરચું મિક્સ કરીને છુંદાને બરણીમાં ભરી લો.
Latest posts by PT Reporter (see all)
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025