મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કામને વધારવા ગામ-પરગામ જવું પડશે. ઘરવાળાનો સાથ સહકાર મળી જશે. ચંદ્રની કૃપાથી તમારા ડીસીઝન સમજી વિચારીને લેશો. ઘરવાળાની માથાકૂટ ઓછી થવાથી રોજના કામ પર વધુ ધ્યાન આપી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
With the moon ruling you till 25th June, travel is on the cards for business expansion. Your family will be supportive. With the Moon’s blessings, you will make sound decisions. As the atmosphere at home becomes calmer, you will be able to focus more on your daily work. Pray the 34th name, ‘Ya Beshtarna’ daily.
Lucky Dates: 1, 2, 5, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
પહેલા ત્રણ દિવસ સુર્યના તાપમાં પસાર કરવાના બાકી છે. 4થી પહેલા સહી સિકકાના કામ કરતા નહીં. ઉતરતી સુર્યની દિનદશા માથા પર સખત બોજો આપશે. 4થીથી ચંદ્રની દિનદશા શરૂ થતાં મગજ શાંત થઈ જશે. તબિયતમાં સુધારો થતો જશે. બીજાઓ તમને માન આપશે. આ અઠવાડિયામાં ‘યા બેસ્તરના’ સાથે ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 5, 6, 7 છે.
With the last three days under the Sun’s rule till 4th June, avoid any legal/government related works till then. The descending rule of the Sun could cause severe headaches. With the Moon’s rule taking over from the 4th, you will feel mentally at peace and healthier. You will be respected. Pray the 34th name, ‘Ya Beshtarna’ along with ‘Ya Rayonmand’ daily.
Lucky Dates: 3, 5, 6, 7
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ વધી જશે. ઘરવાળાની ડીમાન્ડ પૂરી કરશો. ઘરમાં રીનોવેશનનું કામ કરાવી શકશો. નવા કામ માટે શુક્ર તમને ભરપુર મદદ કરશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
With Venus ruling you till the 14th June, you will be increasingly inclined towards entertainment and fun. You will be able to cater to the wants of your family. You could renovate your home. Any new ventures will be amply supported by Venus’ blessings. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 4, 5
CANCER | કર્ક: ડ.હ.
તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જુલાઈ સુધી હરવા ફરવાના ખુબ ચાન્સ મળશે. નવી વ્યક્તિ જીવનમાં આવવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ખર્ચનું પ્રમાણ વધી જશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.
Venus’ rule brings you lots of opportunities to travel and enjoy till 16th July. A new person could come into your life. Despite an increase in your expenses, there will be no financial strain. Ensure to make investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 2, 3, 6, 7
LEO | સિંહ: મ.ટ.
પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશા પસાર કરવાના બાકી છે તેથી 4થી સુધી ઉતરતી રાહુની દિનદશા તમને મોટો ફટકો મારી શકે છે. 4થી થી 70 દિવસની માટે શુક્રની દિનદશા તમને સુખી બનાવશે. ઘરની વ્યક્તિ તમને 4થીથી માન સન્માન આપશે. નવા કામ આવતા અઠવાડિયાથી શરૂ કરજો. ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના શરૂ કરજો.
શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.
With last 3 days under Rahu’s rule, it is possible that the Rahu’s descending rule upto the 4th of June could cost you big. Post the 4th, for the next 70 days, Venus’ rule brings you happiness. Family members will respect you. Start any new ventures from next week. Pray Behram Yazad along with Mahabokhtar Niash daily.
Lucky Dates: 2, 4, 5, 6
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં તમને કોન્ફીડન્સ નહીં આવે. ખોટા ખર્ચાઓથી પરેશાન રહેશો. જેની ઉપર વિશ્ર્વાસ રાખશો તેજ વ્યક્તિ દગો આપશે. નાણાકીય લેતી-દેતીના કામ કરતા નહીં. અચાનક તબિયત બગડવાના ચાન્સ છે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.
Rahu’s rule takes away your confidence at work. Unnecessary expenses will trouble you. You could get cheated by someone you trust. Avoid any financial transactions. Health could suffer. Daily, pray the Mahabokhtar Niash.
Lucky Dates: 3, 4, 5, 7
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટના કામો થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. બાળકોની ચિંતા ઓછી થશે. ફેમિલીમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. કામકાજમાં નાણાકીય ફાયદો થઈને રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
The start of Jupiter’s rule will nudge you towards doing charity. Financially gains indicated. There will be financial benefits from work. Children will not be a cause of worry. A new person could enter your family. Ensure to make investments. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. તમારા કામમાં માન સન્માન સાથે ધનલાભ મળી રહેશે. ફેમિલીના મદદગાર થઈ જશો. જૂના અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. ધણી-ધણીયાણીના સંબંધમાં સુધારો આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.
Jupiter’s rule brings you respectability as well as financial gains at work. You will be supportive to your family. You will be able to restart projects that were earlier stalled. There will be increase in affection between spouses. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 5, 7
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામમાં વધુ પડતા હેરાન થશો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ખાવાપીવા પર ધ્યાન આપજો. વડીલવર્ગ સાથે મતભેદ પડવાના ચાન્સ છે. ધન ખોટી જગ્યા ખર્ચ થતા મન બેચેન થશે. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Saturn rules you till 25th June, causing trouble even in the execution of small matters. Your health could suffer so ensure to be more careful of your diet. You could get into arguments with elders. Spending money for the wrong reasons could affect your mental peace. Pray Moti Haptan Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
CAPRICORN | મકર: ખ.જ.
18મી સુધી બુધની દિનદશા ચાલશે તેથી દરેક કામ વીજળીવેગે પૂરા કરી શકશો. એકસ્ટ્રા ધન કમાવા માટે વધુ મહેનત કરવી પડશે. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.
Mercury’s rule till 18th June will help you complete your work at lightening speed! To earn more, you will have to work harder. Those who are employed could be in for a promotion. You will be able to make new purchases for the home. Pray Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 5, 7
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને બુધની દિનદશા 20મી જુલાઈ સુધી ચાલશે તેથી નાના કામો કરી વધુ ધન કમાઈ શકશો. બગડતા કામને તમે સુધારી શકશો. નવા કામ મેળવવામાં સફળ થશો. કમાવેલા નાણા ઈનવેસ્ટ અવશ્ય કરજો. શેરમાં ઈનવેસ્ટ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Mercury’s rule till 20th July enables you to earn well even over small works. You will be successful in getting new work. Ensure to invest your earnings in the share market. You will be able to get any bungled work back on track. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 3, 4, 5, 6
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી હાથની નીચે કામ કરતી વ્યક્તિ તમારાથી પરેશાન થઈ જશે. વાહન ચલાવવામાં ધ્યાન આપજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સમજ્યા વગર કામ કરશો તો નુકસાનીમાં આવશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.
Mars’ rule till 23rd June, could see you losing your temper even in petty matters. Those working under you will feel harassed. Be careful while driving any vehicle. Your health could take a beating. Working without giving things a good thought could cause losses. To pacify Mars, pray Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 4, 7
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025