મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં 20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધીના દાતાની દિનદશા ચાલશે તેથી હવે તમે નાનામાં નાના કામો ઉપર પુરેપુરૂ ધ્યાન આપીને પુરૂ કરવા માનશો તેમજ હાલમાં જુના મિત્રો સાથે ફરી પાછા મળીને પહેલા જેવા સંબંધ બાંધવામાં સફળ થઈ જશો. નાણાંકીય બાબતની અંદર સારાસારી કરવા માટે બુધીનો ઉપયોગ કરીને વધુ ધન કમાઈ શકશો. ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. નવા કામ કરવા માટેની શુભ શરૂઆત કરી શકશો. થોડું ઘણું ધન બચાવી શકશો. આજથી મહેર નિઆએશ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31 ને 2 છે.
Upto 20th September, under the influence of Mercury, you will be able to focus well on even the smallest matters. You will also reunite with old friends and renew strong friendships as before. You will be able to make good of your finances if you use your intelligence. Local and global travel opportunities will come your way. You will be able to launch new initiatives auspiciously. You will be able to make regular profits. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 31, 2.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આજથી મંગળ તમોને 25મી ઓગસ્ટ સુધી પરેશાન કરવામાં કોઈ કસર નહી મુકે. તમે નાની બાબતમાં ઈરીટેડ થઈ જશો. તમારા મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી દેતા વાર નહી લાગે. હાલમાં તમારી નાની ભૂલ બીજાઓ પહાડ જેવી બનાવી દેશે. જ્યા કામ કરતા હશો ત્યાં મિત્રો કરતા દુશ્મન વધી જશે. મંગળને કારણે ભાઈ-બહેનની સાથે નાની નાની વાતમાં મતભેદ પડી જશે. તમારા વાંક ગુના વગર અંગત વ્યક્તિનો સાથ છુટી જશે. મંગળને શાંત કરવા માટે રોજ તીર યશ્ત ભળજો.
શુકનવંતી તા. 27, 28, 1 ને 2 છે.
Starting today, Mars rules you till 25th August, bringing alongside obstacles in your way. You could get irritable over petty matters. You will not be able to control your temper. Your small mistakes will be perceived by others in a magnified manner. You will end up having more enemies than friends at your workplace. Mars’s rule could trigger squabbles between siblings. Despite your innocence, a close person could abandon you. To placate Mars, pray Tir Yasht daily.
Lucky Dates: 27, 28, 1, 2.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્ર જેવા શિતળ ગ્રહની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જેબી ડીસીજન લેશો તે ખુબજ સમજી વિચારીને લેજો. ચંદ્રની કૃપાથી સારા સલાહકાર બની શકશો. નાની મુસાફરીનો ચાન્સ મલે તો મુકતા નહી. ચાલુ કામની અંદર નાનું પ્રમોશન મલવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી તમારા મનની વાત બીજાને સમજાવતા વાર નહી લાગે. પ્રેમી-પ્રેમીકાનો સાથ સહકાર સારો મળે તેની માટે 101 નામ ભણી લીધા પછી 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.
શુકનવંતી તા. 28 થી 31 છે.
The Moon’s calming rule till 26th August, so you will make decisions with great thought and understanding. You will prove to be a good advisor. Do not miss out on any travel opportunities. A promotion in your ongoing work is indicated. You will be able to effectively communicate your thoughts with others. To strengthen the bond between couples, after praying 101 names, pray 34th name, Ya Beshtarna 101 times.
Lucky Dates: 28, 29, 30, 31.
CANCER | કર્ક: ડ.હ.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી હાલમાં સરકારી કામોની જરાબી સફલતા નહી મળે. બેંકીંગ એકાઉન્ટના કામો ખુબજ સંભાળીને કરજો. વડીલવર્ગની તબીયતની ચિંતા તો રહેશે. સાથે સાથે તેઓ તમારી સલાહ નહી માનીને પોતાનું ધારેલું કામ કરશે. તેનું દુ:ખ વધુ લાગશે. જેબી કમાશો તેમાંથી વધુ પડતુ ધન દવા પાછળ ખર્ચ થશે. શેર-સટ્ટાના કામો ઉપર જરાબી ધ્યાન આપતા નહી. સૂર્યની ગરમી ઓછી કરવા માટે 96મું નામ યા રયોમંદ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 27, 30, 1 ને 2 છે.
The Sun’s rule till 6th August might pose challenges in succeeding at government related works. Be very cautious while working on any Bank-related work. Elders health could cause concern; especially as they would not take your advice and do as they please. This could prove hurtful. Most of what you earn could be spent on medical issues. Do not indulge in any share market related transactions. To placate the Sun, pray 96th Name, Ya Rayomand, 101 times.
Lucky Dates: 27, 30, 1, 2.
LEO | સિંહ: મ.ટ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જ્યાં થોડીઘણી બચત કરવાનું વિચાર કરશો ત્યાં ઘરવાળાને રાજી કરવા માટે તેમના ઉપર ડબલ ખર્ચ કરવો પડશે. તમારા કામો સમય ઉપર પુરા કરીને બીજાને કહેવાનો ચાન્સ નહી આપો. અચાનક કોઈક સારા સમાચાર મળી જશે. તમે જો લવમાં હશો તો પ્રેમી કે પ્રેમીકાના ભરપુર સાથ મલી રહેશે. ધનની કમી નહી આવવાથી કામ કરવામાં આસાની રહેશે. હાલમાં રોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 29 ને 31 છે.
Venus’ ongoing rule will end up having you spend twice over on pleasing family members, where you had planned on saving. You will not give anyone the opportunity to complain about not doing your work on time. You will receive unexpected good news. If you are in love, you will receive great support from your partner. Ample finances will help ease your working. Pray daily to Behram Yazad.
Lucky Dates: 27, 28, 29, 31.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમોનેબી મોજશોખના દાતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોઝીટ સેક્સની ચિંતામાંથી મુક્ત થઈ જશો. જો તમારી તબીયત બગડેલી હશે તો તેમાં આજ સુધારો આવવાની શક્યતા છે. ઘરનું વાતાવરણ ખુબજ સારૂ રહેવાથી વધુ આનંદમાં આવશો. ઘરમાં કોઈક સારા પ્રસંગ આવી જશે. 16મી સપટેમ્બર સુધી મનગમતી વ્યક્તિ મળવાના પુરેપુરા ચાન્સ છે. જુના-ચાલુ કામમાં વધુ સારૂ રહેશે. હાલમાં તમેબહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 28, 31 ને 2 છે.
Venus’ rule helps ease any concerns regarding the opposite gender. If you have been unwell, there is a good chance of recuperation today. A good atmosphere at home will bring you great happiness. You will celebrate auspicious occasions at home. You could meet your ideal person by the 16th of September. Your current and old ventures will bring your prosperity. Pray daily to Behram Yazad.
Lucky Dates: 27, 28, 31, 2.
LIBRA | તુલા: ર.ત.
હાલમાં તો રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની અંદર રૂકાવટ આવતી રહેશે. જેબી વિચારશો તેમાં સીધુ થવાની જગ્યાએ ઉલટું થવાથી તમે નેગેટીવ વિચારવાળા થઈ જશો. નાણાંકીય બાબતમાં ખર્ચ વધુ અને આવક ઓછી રહેશે. રાહુને કારણે રાતની ઉંઘબી બરાબર નહી આવે. તેથી આખો દિવસ આળસમાં જશે. નાણાંકીય વહેવાર કરવાની ભૂલ હાલમાં કરતા નહી. નુકસાનમાંથી બચવા માંગતા હો તો ભુલ્યા વગર રોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30 ને 1 છે.
Rahu’s ongoing rule could pose challenges in the smooth functioning of your work. With things turning out in a fashion contradictory to what you had thought, you could end up harbouring negative thoughts. Expenses will increase and income could decrease. Rahu could cause sleeplessness, resulting in your feeling lethargy through the day. Avoid any financial transactions or dealings. To protect yourself from losses, ensure to daily pray the Mahabokhtar Nyaish.
Lucky Dates: 27, 28, 30, 1.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
હાલમાં 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં સફળતા નહી મળે. તબીયતની માટે ખુબજ ધ્યાન આપજો. નાની માંદગીમાં જરા બેદરકાર રહેશો તો મોટી માંદગી આવી જતા વાર નહી લાગે. ઘરવાળા સાથે નાની-નાની વાતમાં મતભેદ પડતા વાર નહી લાગે. ગામ-પરગામ જવાના પ્લાન બનાવતા નહી. નાણાંકીય ખર્ચ વધી જવાથી ચિંતા રહ્યા કરશે. આવક ઓછી રહેશે. આજથી ભુલ્યા વગર દરરોજ મહાબોખ્તાર નિઆએશ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31 ને 1 છે.
With Rahu ruling you till 6th September, you will not be successful in smaller initiatives. Take great care of your health. If you do not take care of smaller health issues, you will be faced with much larger ones. You will have regular squabbles at home. Avoid making any travel plans. An increase in expenses will cause you anxiety. Your income will diminish. From today, ensure to pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 31, 1.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા હાથથી ચેરીટીજના કામો ખુબજ સારી રીતે થઈ શકશે. ગુરૂની કૃપાથી કોઈને મદદ કરવામાં મદદગાર બની જશો. મનગમતી વ્યક્તિ સામેથી મળશે. નાણાંકીય મુશ્કેલી જરાબી નહી આવે. જ્યારે બી ધનની જરૂરત પડશે ત્યારે પાક પરવરદેગારની કૃપાથી અચાનક મદદ મળવાથી તમારા કામ ખુબજ સારી રીતે કરી શકશો. હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણજો.
શુકનવંતી તા. 29 થી 1 છે.
Jupiter’s rule till 24th August will keep you inclined towards doing works of charity. You will prove helpful to others. You will find your ideal person. Financial stability is indicated. You will be divinely helped whenever are in need of money, thus helping you to complete your works. Pray Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 31, 1.
CAPRICORN | મકર: ખ.જ.
ગઈ કાલથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી હાલમાં અટકેલા કામો 24મી સપ્ટેમ્બર સુધી પુરા કરી શકશો. નાણાંકીય બાબતમાં સારૂ થશે. સાથે સાથે હેલ્થમાંબી સારી ઈમ્પ્રુવમેન્ટ થઈ જશે. નવા કામ કરવાની શુભ શરૂઆત કરી શકશો. ચાલુ કામની અંદર વધુ ધન મેળવવા માટે જાદા કામ કરવા માટે પાછા નહી પડો. ગુરૂની કૃપાથી નવા સંબંધ બંધાઈ જશે. આજથી ભુલ્યા વગર દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 1 ને 2 છે.
With Jupiter’s rule having started yesterday, you will be able to execute all your stalled projects till the 24th of September. You will do well financially. Health will improve. This is a good time to start new ventures. To gain greater benefits from your current work, don’t hesitate to work harder. Jupiter’s grace brings you new bonds. Today onwards, ensure to pray Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 1, 2.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનીની દિનદશા ચાલશે તેથી હાલમાં ચાલુ કામ અટકી જાય તો નવાઈમાં પડી જતા નહી. નાણાંકીય બાબતની અંદર મુશ્કેલીમાં આવી જશો. ખર્ચ ધારશો તેના કરતાં ત્રણ ગણો વધી જશે. હાલમાં તબીયત અચાનક બગડી જશે. તેમાંબી માથાના દુ:ખાવો, સાંધાના દુ:ખાવો, પગના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. હાલમાં તમારી કમાણી ઘરવાળા પાછળ અને ડોક્ટરની પાછળ ખર્ચ કરવી પડશે. આજથી મોટી હપ્તન યશ્ત ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31 ને 2 છે.
Saturn’s rule till 26th August could end up stalling your work. Financial constraints are indicated. You will end up spending thrice the amount of money you thought you would. Health could be a cause of concern. Headaches, joint pains and leg pains could trouble you. You will end up having to spend your earnings on family members and doctors. Pray the Moti Haptan Yasht daily, from today.
Lucky Dates: 29, 30, 31, 2.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી કામકાજમાં સારાસારી થતી રહેશે. અપેલા નાણાંને પાછા મેળવવા માટે થોડી ભગદોડ કરવી પડશે. સફળ જરૂર થઈ જશો. ગામ-પરગામથી કોઈક સારા સમાચાર મળવાના ચાન્સ છે. મિત્રોમાં માન મળશે. તમે જેબી કામ કરશો તેમાં બુધી વાપરીને કામ કરવામાં સફળ થશો. દરરોજ મહેર નીઆએશ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30 ને 1 છે.
Mercury’s rule till 20th August will make your work prosper. Retrieving your money from debtors will call for you to put in efforts. But you will be successful. You will receive good news from abroad. Friends will respect you. You will succeed in applying intelligence in all you do. Continue praying the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 30, 1.
- Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024