શારીરિક નજરે પડતી ચીજોની પેલી પાર પણ તમારી માનસિક, તમારી આત્મિક નજર જતી હોય તો જવા દેઓ. નહિ જતી હોય તો દોડાવવાની કોશેશ કરો. તેમ જતાં યા દોડાવતાં જે તમો જોતાં હોવ યા અક્કલ સહીત ધારતા યા કલ્પતાં હોવ તે “સર્વ” તે આપણા સવાલના જવાબનું “સર્વ” ટૂંકમાં કહીએ તો કુલ “કુદરત” “પોતાના કર્તા યા ખાવિંદ સાથની કુદરત” વધારે ખોલ્લી રીતે બોલીએ તો “કુદરત અને કુદરતનો ખાવિંદ” એ આપણા સવાલના જવાબનું “સર્વ’.
‘હું’, ‘તું’ અને ‘તે’ તરફની ફરજ સાથની જીંદગી તે સંપુર્ણ જીંદગી
“હું” “તું” અને “તે” જે ત્રણ મલી ‘કુદરત’ પોતાના ખાવિંદ સાથની કુદરત બને છે, તે 98આપણા સવાલના જવાબનું ‘સર્વ’. આપણે આસરે પાંચ-છ ફીટના વિસ્તારની આ જગતની જગ્યા આપણાં કદથી રોકીએ છીએ. આવી રીતે જગ્યા રોકનાર આપણ દરેક આદમીની બહાર બોહોળી કુદરત પડી છે. દરેક આદમી પોતાને ‘હું’થી બોલી પોતાથી બાહેરની સર્વ કુદરતને, ‘તું’થી બોલવી શકે, તેના એ ‘તું’માં તેના પોતા સિવાય કુલ કુદરત સમાઈ જાય છે, પણ ફક્ત એવા ‘હું’ અને ‘તું’માં સર્વ સમાઈ જતું નથી. ‘હું’ અને ‘તું’ને પેદા કરનાર કોઈ અનદીય ‘તે’ છે. તે ‘તે’ તે ઈશ્ર્વર છે. ત્યારે ‘હું’, ‘તું’ અને ‘તે’ મલી આ જગતનું ‘સર્વ’ બને છે. એ ‘સર્વ’ તરફ ‘હું’, ‘તું’ અને ‘તે’ તરફ એટલે આપણાં પોતા તરફ, કુલ નજરે પડતી કુદરત તરફ, અને આપણા પોતાને અને કુલ કુદરતને સરજનાર અહુરમજદ તરફ, ફરજ બજા લાવી જીંદગી ગુજારવી, તે “સંપૂર્ણ જીંદગી” યા “ધાર્મિક જીંદગી” ગણાય.
ધર્મ એટલે શું?
ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાયાઓમાં આ વધારે સુદ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મલે છે તે નીતિ.’ બીજા શબ્દોમાં કહીએ તો ‘ધર્મ’ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત જગતનાં મૂળ, અહુરમજદ સાથે જે સંબંધ ધરાવે તે ધર્મ. આપણાં પુરૂષ સર્વનામોની ભાષામાં બોલીએ તો ‘હું’નો ‘તું’ અને ‘તે’ સાથનો સંબંધ તે ધર્મ. એ સંબંધનો ખ્યાલ આપણી જીંદગીને જાથુક જે રાહે, જે માર્ગે, જે રસ્તે દોડવે તે નીતિ.
નીતિમાન જીંદગી,
તે સંપુર્ણ જીંદગીનું બીજું નામ
આપણે વારે ઘડીએ, જે નીતિમાન જીંદગીને માટે બોલીએ છિએ તે નીતિમાન જીંદગી, “ધર્મિક જીંદગી” યા “સંપુર્ણ જીંદગી” બીજું નામ છે. નીતિમાન જીંદગી, ઉપલી વ્યાખ્યા પ્રમાણે, તે જીંદગી છે, કે જે આજુબાજુનાં તરફના સંબંધો પુરતા બરાબર જાળવીને વર્તવામાં આવે છે. આજુબાજુનાઓ તરફના સંબંધ જાળવવા, તે ખરેખરી નીતિમાન જીંદગી છે, તે ધાર્મિક જીંદગી છે, તે સંપુર્ણ જીંદગી છે.
હિદુઓના સાહિત્યના પવિત્ર શબ્દ ‘ઓમ’ સાથ જોડાયેલો સંપુર્ણ જીંદગીનો ખ્યાલ
હિંદુઓનાં ધર્મપુસ્તકો તરીકે ગણતાં સાહિત્યમાં ‘ઓમ઼’ શબ્દ ઘણો પવિત્ર અને ભાવાર્થથી ભરપુર ગણાય છે. એક ગુપ્ત ચિન્હરૂપી શબ્દ તરીકે તેણે અર્થથી ભરપૂર ગણવામાં આવે છે. હિંદુઓની ઘણીક પ્રાર્થનાઓ અને ભક્તિઓ અને એઓના ઘણાક પુસ્તકો અને લેખો એ શબ્દથી શરૂ થાય છે.એ ‘ઓમ’ શબ્દ ‘અ’, ‘ઊ’ અને ‘મ’ હરફોથી બનેલો ગણાય છે. એ હરફોમાં ‘અ’ તે ‘હું’ માટે ‘પોતા’ માટે ગણાય છે.‘ઊ’ તે ‘હું’ અથવા પોતા’ સિવાયના સર્વ માટે ગણાય છે. એટલે એ ‘ઊ’માં ‘તું’ અને ‘તે’ બન્ને સમાય છે. ‘મ’ હરફ એ બે વચ્ચેનો, એ ‘પોતા’ અને ‘નહિ પોતા’ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ વિચાર મુજબ ‘ઓમ’ શબ્દ, કુલ જગતનું અને આપણા પોતા અને આપણ પોતા સિવાય બીજાં સર્વ વચ્ચેનાં તરેહવાર પ્રકારના સંબંધનું એક પ્રકારનું ચિન્હ છે.
આપણ અને આપણા સિવાયની કુલ જગત વચ્ચેના સંબંધ ઉપર કુલ દુનિયાનાં કાર્યનો આધાર છે. એક માણસ જેમ ભલો બનતો જાય છે તેમ તે પોતા અને પોતા સિવાયનાં બીજાંઓ વચ્ચેનો ફરક ઓછો કરતો જાય છે, એટલે કે તે પોતાનાં ભલાંને બીજા સર્વના ભલામાં ભેલી તેઓનાં ભલામાં પોતાનું ભલું જોએ છે. પીર પેગામ્બર જેવા મોટા ભલા પરહેજગાર પુરૂષો એમ વધારે કરે છે. જે પ્રમાણમાં એમ વધારે બને છે તેમ જીંદગી વધુ સંપુર્ણ રીતે ભોગવાતી જાય છે.
સંબંધો જાળવવા એટલે શું?
હવે ધર્મ એટલે શું, તે બાબેની ઉપલી વ્યાખ્યામાં જે કહે છે કે ‘જગત સાથે જગતના કર્તા સાથે સંબંધ જાળવવો’ તેનો અર્થ શું? સંબંધ જાળવવો, એટલે કે તેઓ તરફની ફરજો બજા લાવવી. કુલ જગત તરફ અને ‘કુલ જગત’માં ‘હું’ પોતે, દરેક આદમી સમાયલો છે અને તે જગતના કર્તા તરફ ફરજ બજા લાવવી, એ ધર્મ પાળવા બરાબર છે, એ ધાર્મિક જીંદગી ગુજારવા બરાબર છે. એ સંપૂર્ણ જીંદગી ગુજારવા બરાબર છે.
(ક્રમશ)
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024