અમર ઈરાન: ઈરાનના યાદગાર ઈતિહાસનો એક સોનેરી સફો – જંગી પારસી યોદ્ધા બહાદુર બોગીઝનો દેશહિતકાર. બળ્યા બોગીઝની પવિત્ર યાદ

લખનાર – મિનોચહેર એરચશાહ દાદરાવાળા

વહાલાં યાદગાર વતન, ઈરાનની ઝળકતી તવારીખના સોનેરી સફાઓ. પૂરાતન પારસી યોદ્ધાઓના સુંદર સાહસિક કર્મો અને કીર્તિવંત કારકીર્દીના અનેક યાદગાર અહેવાલોથી ઝમકી અને ચમકી રહ્યા છે. ઈરાન ગોયા જેહાંનને જીતનાર અને અદલ ઈનસાફ અને દયાથી રાજ્ય કરનાર યોદ્ધાઓ અને ધરતિ ધ્રુજાવનાર વીર નરોનો મૂલ્ક છે. એ જબરા યોદ્ધાઓની જગપ્રસિદ્ધ જયથી એક વખતે ટિબેટનાં જંગલોથી તે એ એટલાંટિક મહાસાગરના કોસ્ટાઓ સૂધીના અને રશિયા તથા સાઈબીરિયાના ભિત્તરથી તે ઈથિઓપિયા તથા સાહરાનાં રેતાળ રણો સૂધીના દેશો અને અતરાફો ઉપર પ્રતાપિ પારસીઓનો કિર્તીવંત કાવિયાની ઝુંડો ફરકી રહ્યો હતો. આવાં જગત-રાજ્યને ટેકવી રાખનારા, અનેક યાદગાર યોદ્ધાઓ, પારસી પ્રજા વચ્ચે પ્રકાશી ગયા છે જેઓમાંના ફકત એકજ શૂરવીરની નોંધ આજે આપણે લઈશું.

બહાદુર બોગીઝની ટુંક નોંધ તવારિખનો પિતા હીરોડોટસ અને જગપ્રસિદ્ધ ગ્રીક ઈતિહાસકર્તા થીયુસીડાઈડીઝે પોતાના ગ્રંથોમાં લીધી છે. આ નોંધ જોકે અત્યંત ટુંકી છે, તે છતાં તે બહાદુર સરદારની રયોમંદ જીંદગીના ફકત એકજ બનાવ ઉપરથી પૂરાતન પારસીઓના શૂરાતન અને દેશહિતકાર અને દેશાભિમાનનો ઝાંખો ખ્યાલ આપણને આવે છે.

ગ્રીસ ઉપરની મહાત્મા ક્ષયાર્થી

(ઝર્ક્ષીસ)ની મહાભારત ચઢાઈના છેવટના તબક્કા દરમ્યાન જ્યારે પારસીઓ ગ્રીસ, મેસીડોનિયા, પીઓનિયા તથા (દેરિસક્રસ, બાઈઝેનશીયમ અને ઈઓન સિવાયનું) આખું થ્રેસ છોડ ી બેઠા, ત્યારે થ્રેસના પારસીઓના કબજામાં બાકી  રહેલાં શહેરો પણ સર કરી લઈ તેઓને યુરોપ ખંડ છોડી, સદાબરા જવાની ફરજ પાડવા માટે નામીચા એથીનિયન યોદ્ધા કુશળ કાઈમને પ્રથમ ઈઓન ઉપર ચઢાઈ કીધી. આ શહેર થ્રેસના મુલ્કમાં સ્રિમોન નદી ઉપર આવેલું હતું. તેનો હોકમ બહાદુર બોગીઝ  હતો.

(ક્રમશ)

Leave a Reply

*