મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધ્ધીના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે વાણીયા જેવા બની જશો. એટલે કે કરકસર કરીને નાણાં કેમ બચાવવું તે શીખી જશો. બુધને કારણે લેતી-દેતીના કામમાં ખુબજ ધ્યાન આપજો. લેતી-દેતી જલદીથી પુરા કરી લેશો. હાલમાં તમે જાદા કામ કરીને વધુ ધન કમાઈ શકશો. મીઠી વાણી વાપરીને પારકાને પોતાના બનાવી દેશો. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. કામકાજને વધારવા માટે વધુ ભાગદોડ કરી લેશો. હાલમાં દરરોજ મહેર નિઆએશ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14 ને 15 છે.
Under Mercury’s rule, you will become financial minded and work towards learning how to save money. Ensure to be wary about all lending-borrowing transactions, and get these done with as soon as you can. You will be able to work hard and earn well. You will win over strangers with your sweet talks. You will meet a favourite person. Put in the necessary efforts to expand your business. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 12, 14, 15.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
25મી ઓગસ્ટ સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાની-નાની વાતમાં ગુસ્સામાં આવી જશો. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ નહી રાખો તો બનેલા કામને બગાડી નાખશો. હાલમાં તમે કોઈબી બાબતમાં મનને સ્થિર નહી રાખી શકો. તમારી બેદરકારી તમોને મોટી મુસીબતમાં મુકી દેશે. વાહન ખુબજ સંભાળીને ચલાવજો. ઉધાર નાણાં આપતા નહી. મંગળને શાંત કરવા માટે રોજ તીર યશ્ત ભળવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 13, 14 ને 15 છે.
Mars’ rule upto the 25th of August, will raise your temper over petty concerns. Your inability to have a hold on your anger could spoil issues. It will challenging to stay mentally centered. Your carelessness could get you into a big problem. Be careful while driving/riding vehicles. Avoid lending money. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 10, 13, 14, 15.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલુ રહેશે તેથી તમે તમારા મનને સ્થિર રાખીને જેબી ડીસીજન લેશો તેમાં જરાબી ચેન્જીસ કરતા નહી. તમારા ભોળા સ્વભાવનો બીજા ફાયદો ઉપાડી તમારા મદદગાર બનતા રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. નવા કામ શોધવા સમય બગાડતા નહી. તમે કરેલા કામની અંદર સેલ્ફ કોન્ફીડન્સ વધારવા માંગતા હો તો હાલમાં 34નું નામ યા બેસ્તરના 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 13, 14 ને 16 છે.
The Moon’s rule till 26th August, suggests that you do not make any changes in decisions taken with a firm mind. People could deceive you into believing they are helping you, when they are in fact taking advantage of your unassuming and innocent nature. Travel is indicated. Do not procrastinate searching for new job/projects. To increase your self-confidence at work, continue praying the 34th name, ‘Ya Beshtarna’ 101 times daily.
Lucky Dates: 10, 13, 14, 16.
CANCER | કર્ક: ડ.હ.
તમારી રાશીના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી સપ્ટેમ્બર સુધીમાં તમારા રોકાયેલા કામોને પુરા કરી લેશો. તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયેલા હશે તો ધનને પાછું મેળવવા માટે ધીરજ અને બુધીબળ વાપરી 26મી સુધીમાં પાછું મેળવી લેશો. બગડેલા સંબંધો સુધરી જશે. વડીલ વર્ગની ચિંતા ઓછી થશે. ગામ-પરગામ જવાના ચાન્સ મલશે. નવા કામ કરવામાં સફળ થશો. હાલમાં દરરોજ 34મું નામ યાબેસ્તરના 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13 ને 15 છે.
Under the Moon’s rule, ensure to complete all your stalled project till the 26th of September, 2019. To retrieve money that is stuck, ensure to work with patience and intelligence, within this period. You will improve spoilt relations. Your worries for the elderly will wane. Travel abroad is indicated. You will be successful in new ventures. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times daily.
Lucky Dates: 11, 12, 13, 15.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા 6 દિવસજ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજથી 15મી સુધીમાં ઓપોઝીટ સેકસની સાથે સારાસારી રાખીને તમારા મનની વાત કહી દેજો. ઉતરતી શુક્રની દિનદશા તમારા મનને શાંત રખાવીને અગત્યના ડીસીજનો લેવામાં યોગ્ય માર્ગદર્શન આપશે. 16મીથી સૂર્ય તમારા મગજ ગરમ કરાવી નાખશે. આજથી યાબેસ્તરનાની સાથે યારયોમંદ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 10, 12, 13 ને 15 છે.
With the last 6 days remaining under Venus’ rule, ensure to share what’s on your mind with the opposite gender till the 15th. The descending rule of Venus brings you calmness and guides you in making important decisions. From the 16th, the Sun’s rule could heat your temperament. From today, pray ‘Ya Rayomand’ 101 times, along with ‘Ya Beshtarna’.
Lucky Dates: 10, 12, 13, 15.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમોને મિત્રગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમારૂં હરવા ફરવાનું મોજશોખ ખુબજ વધી જશે. બીજાને ખુશ રાખવા માટે ખર્ચ કરવામાં જરાય આનાકાની નહી કરો. જેટલું ધન વાપરશો એટલું મેળવી લેશો. શુક્ર તમોને ધન ખર્ચ કરાવીને પાછુ ધન અપાવશે. હાલમાં જેબી ધન કમાવશો તેમાંથી થોડું ઘણું ઈન્વેસ્ટ કરી લેજો. ઓપોજીટ સેક્સની વાતને હવામાં ઉડાવી દેતા નહી. રોજ બહેરામ યઝદની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 15 ને 16 છે.
Venus’ rule gets you greatly inclined towards travel and entertainment. Do not hesitate to spend money for others’ happiness. You will receive as much money as you spend as Venus makes you spend and earn money. Ensure to invest some money from your earnings. Do not take he opposite gender’s talks lightly. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 16.
LIBRA | તુલા: ર.ત.
હવે તો તમોને તમારા રાશીના માલીક ગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી હવે શુક્રની કૃપાથી તમારા અધુરા કામો પુરા કરી શકશો. જેબી ધારશો તે કામ પુરા કરવામાં કોઈ અડચણ નહી આવશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહેવામાં જરાબી સંકોચ કે ડર નહી લાગે. નાણાંકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. કામકાજને વધારવા માટે કોઈકની મદદ લેવામાં જરાબી વાંધો નહી આવે. દરરોજ ભુલ્યા વગર બહેરામ યઝદની આરાધના કરવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. 10, 11, 12 ને 15 છે.
The start of Venus’ rule helps you complete all your unfinished works. You will be able to complete all your work that you wish to undertake, without any hindrances. Without any fear or hesitation, share your thoughts with your favourite person. Finances will improve. To expand your business, don’t hesitate to ask for help. Pray to Behram Yazad daily.
Lucky Dates: 10, 11, 12, 15.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
રાહુની દિનદશા ચાલુ હોવાથી હાલમાં. તમો તમારા નાનામાં નાના કામમાં અટવાઈ જાય તો નવઈમાં પડી જતા નહી. કોઈની પાસેથી તમારે તમારા લેણીના નાણા પાછા મેળવવા માટે ખુબ ભાગદોડ કર્યા પછીબી ધન પાછું મેળવવામાં સફળ થવાના ચાન્સ ઓછા છે. રાહુને કારણે નકામી જગ્યાએ નુકસાન થઈ જશે. કોઈના ઉપર આંધળો વિશ્ર્વાસ રાખવાની ભૂલ કરતા નહી. હાલમાં મહાબોખ્તાર નિઆએશ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. 12, 13, 14 ને 16 છે.
Rahu’s rule could complicate even the smallest of your works. You might not succeed in retrieving money from your debtors, despite your earnest efforts. Rahu could instigate unexpected losses. Do not trust anyone blindly. Pray the Mahabokhtar Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 16.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુરૂ જેવા કૃપાળુ દયાના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામમાં સફળ થશો. સાથે સાથે થોડું ઘણું બચત કરવાનું શીખી જશો. ધર્મ કે ચેરીટીઝના કામો કરવામાં વધુ આનંદ આવશે. તબીયતની ચિંતા હશે તો તેમાંબી હવે સારો સુધારો થતો જશે. બીજાને સમજાવી પતાવીને તમારા કામ કરી શકશો. મનને શાંતી મળવા માટે હાલમાં દરરોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 13 ને 16 છે.
Jupiter’s merciful rule brings you success in all your work. You will also learn to save money. You will find great happiness in doing religious or charitable work. Your health will improve. Try to convince and placate others and get your work done. For mental peace, continue praying the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 11, 13, 16.
CAPRICORN | મકર: ખ.જ.
તમોનેબી ગુરૂની દિનદશા 24 સપ્ટેંબર સુધી ચાલશે તેથી હાલમાં તમે વધુ ને વધુ આનંદમાં રહેશો. જેબી મળશે તેમાં તમોને સંતોષ રહેશે. વધુ લાલચ કરીને કોઈબી વસ્તુ લેવાનો વિચાર નહી કરો. ઘરની અંદર નાનું-મોટું રીપેરીંગ કરવું પડે તો કરાવી લેવાથી ભવિષ્યમાં મોટું ખર્ચ આવવાનું રોકી લેશો. ઘરવાળાને કોઈબી બાબતમાં નારાજ નહી થવા દિયો. બચ્ચાઓ તરફથી કોઈક સારા સમાચાર મળશે. તમારા કામથી વડીલ વર્ગ ખુશ રહેશે. રોજ સરોશ યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 13, 14 ને 15 છે.
Jupiter’s rule till 24th September brings you increasing happiness and joy. You will feel content with what you get. Don’t let excessive greed rule you into acquiring things. Undertaking small renovations at home could prevent huge expenses in the future. Do not displease your family members. You will receive good news from children. The elderly will be happy with your dedication. Continue praying the Sarosh Yasht daily.
Lucky Dates: 10, 13, 14, 15.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
26મી ઓગસ્ટ સુધી શનીની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામની અંદર રૂકાવટ આવીના ઉભા રહી જશે. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતની અંદર નારાજ થઈ જશે. શનિને કારણે તમે શારીરિક બાબતમાં પરેશાન થતા રહેશો. તબીયતમાં તાવ, સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. જેટલું ધન કમાવશો તેમાંથી ઘણું ડોક્ટરના બિલ ભરવામાં ખર્ચ કરવો પડશે. મોટી હપ્તન યશ્ત ભણવાથી થોડીક શાંતી મેળવશો.
શુકનવંતી તા. 11, 12, 15 ને 16 છે.
Saturn’s rule till 26th August could pose hindrances in all your work. You will make things worse for yourself if you try to help others. Your favourite person will get displeased with you. Saturn will cause physical ailments. You could suffer from fever and joint pains. A larger part of your earnings will go towards medical charges. To get peace, pray the Moti Haptan Yasht
Lucky Dates: 11, 12, 15, 16.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા લેતી-દેતીના કામો પહેલા પુરા કરી લેજો. કોઈકની સાથે મતભેદ થયેલા હોય તો સમજાવી પટાવીને, કોઈક મિત્રની મદદ લઈને મતભેદ દુર કરવામાં સફળ થશો. હાલમાં સુધારેલા સંબંધ ભવિષ્યમાં તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. થોડીઘણી બચત કરવાનું ચાલુ રાખજો. મિત્રોથી ફાયદા મળતા રહેશે. બુધની કૃપા મેળવવા માટે મહેર નીઆયેશ ભણજો.
શુકનવંતી તા. 12 થી 15 છે.
Mercury’s rule till 20th August suggests that you complete any incomplete transactions related to lending or borrowing. Reach out to a friend to intervene in helping you sort out any misunderstandings in another friendship. These improved relations will prove helpful in the future. Ensure to continue saving money. Friends will prove beneficial. For Jupiter’s continued blessings, pray the Meher Nyaish.
Lucky Dates: 12 to 15.