મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ કરતા નહીં. રોજના કામમાં તમારી સાથે કામ કરનારા લોકો તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની તકલીફથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. અંગત માણસો ચીટીંગ કરશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 30, 01 છે.
The Sun’s ongoing rule suggests you avoid doing any government-related work. Your everyday mates will not be supportive in doing your daily work. An elderly person could fall ill, unexpectedly. You could suffer from Blood Pressure issues – ensure to seek the doctor’s advice. Avoid doing any legal-related work. You could be deceived by those close to you. Pray the 96th Name, ‘Ya Rayomand, 101 times, daily.
Lucky Dates: 25, 26, 30, 01.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજ શોખ પાછળ ખર્ચ વધી જશે. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસનો સાથ મળશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. મુસાફરી કરી શકશો. લેણાના પૈસા પાછા મેળવી શકશો. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Venus’ ongoing rule causes an increase in your spendings on entertainment and luxuries. Despite the additional expenditure, there will be no financial problems. You will receive support from the opposite gender. You will be able to speak your heart out with a desired person. Travel is indicated. You will be able to retrieve your debts. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 29.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી આનંદમાં રહેશો. મિત્રો સાથે સારા સારી રહેશે. ઘરમાં અને જ્યાં કામ કરતા હશો ત્યાં માન મળશે. પૈસાની મુશ્કેલી નહીં આવે. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મળશે અથવા વધુ ધન કમાઈ શકશો. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 27, 30, 01 છે.
Venus’ ongoing rule keeps you in good spirits. Friendships will blossom. You will receive respect at home and at work. You will be in a good place, financially. A promotion is on the cards for those who are employed, as additional income will be received. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 27, 30, 01.
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી આપેલા પ્રોમીશ પાળી નહીં શકો. તમારા દુશ્મન તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. રોજના કામ કરવામાં કંટાળો આવશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેવાથી ચિંતામાં રહેશો. પોતાના લોકો પારકા જેવો વ્યવહાર કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 01 છે.
Rahu’s ongoing rule will not allow you to deliver on the promises you have made. Your detractors will leave no stone unturned in harassing you. You could feel lethargy in doing your daily chores. The uncordial atmosphere at home will cause you concern. You will feel treated like a stranger by those close to you. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 29, 01.
LEO | સિંહ: મ.ટ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા લેણદાર તમને પરેશાન કરી મુકશે. નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ પરેશાન કરશે. તમારી જરૂરિયાતો પૂરી નહીં કરી શકો. નાણાકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. તબિયતમાં બગાડો આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Rahu’s ongoing rule will have your creditors chasing you to return their money. Those employed will get hassled by seniors. You will not be able to cater to your own needs. Financially, this could be a difficult time. Your health could also suffer. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 27, 28, 29.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી નવા મિત્રો બનાવી શકશો. લગ્ન કરવા માંગતા હો તો યોગ્ય જીવનસાથી મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 29, 23, 01 છે.
Jupiter’s rule till 22nd May will help you find the ideal life partner if you are looking to get married. Financial stability is indicated. Invest in the right places. You could bump into a favourite person. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 29, 23, 01.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 23મી જૂન સુધી ધર્મના કામ કરવામાં આનંદ આવશે. ગુરૂની કૃપાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં નવા મહેમાન આવશે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
With the start of Jupiter’s rule till the 23rd of June, you will find great happiness in doing religious works. You will be able to cater to the wants of your family. Financial conditions will keep improving. You could expect new guests at home. Friends will be supportive. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી ચાલુ કામ સમય પર પૂરા નહીં કરી શકો. ખર્ચ વધી જવાથી પરેશાન થશો. મનમાં નેગેટીવ વિચાર ખૂબ આવશે. ઘરવાળાનો સાથ નહીં મળે. મનગમતી વ્યક્તિ નારાજ થશે. તબિયતની સંભાળ રાખજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 01 છે.
Saturn’s rule till 24th May will not allow you to complete even ordinary chores on time. Increasing expenses will be a cause of concern. Negative thoughts will abound in your mind. Family members will not be supportive. A favorite person could get upset with you. Ensure to take care of your health. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 29, 30, 01.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. દરેક કામમાં સફળતા મળશે. કામ સમય પહેલા પૂરા કરીને આપશો. નવા કામ માટે સમય સારો છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાના કામ કરી ખુશ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 01 છે.
Mercury’s rule till 18th May brings you success in all your endeavours. You will be able to complete your work before time. This is a good time to take on new projects. Financial stability is indicated. Ensure to make investments. You will find happiness in helping others. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 01.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા દુશ્મનોને હરાવવામાં સફલતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સરકારી કામમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
The start of Mercury’s rule helps you to defeat your enemies. Financially you will do well. Ensure to make investments. You will be successful in government-related work. You could meet a favourite person. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 27, 28.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે. મગજ પરનો કંટોલ ગુમાવતા વાર નહીં લાગે. એકિસડન્ટ અથવા પડી જવાના ચાન્સ છે. ભાઈ બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. તમે જેને સલાહ આપશો તે તમારી વાત માનશે નહીં. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Mars’ rule starting today will make you short-tempered. You are advised to be careful as an accident or a fall is on the cards. Squabbles between siblings could take place. Your advice will not be adhered to by others. Pray the Tir Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 30.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે. મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતાં સારા સારી થતી જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. જે કામ કરશો તેમાં સફળતા મળશે. મનને શાંત રાખી શકશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 01 છે.
The Moon’s rule till 24th May brings you success in all decisions you take. Travel is on the cards. Financially you will do well. You will be able to cater to the wants of your family members. You will be successful in all your ventures. You will be able to keep calm. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 25, 26, 29, 01.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024