યશ્ત સિરિઝ ભાગ-1
આજથી, હું તમને જોડાવા માટે આમંત્રણ આપું છું, કેમ કે હું ખોરદેહ અવેસ્તામાં વહેંચાયેલા અદભુત ઉપદેશોમાંથી પસાર થઈ રહી છું, જે વર્ષ 1902માં છાપવામાં આવ્યું હતું, હા, 100 વર્ષ પહેલાં! આ ઉપદેશો, વાર્તાઓ અને નોંધોના લેખિકા દીનબાઈ સોહરાબજી એન્જિનિયર હતા. આ પુસ્તક આપણી પ્રાર્થનાની વિવિધ શક્તિઓ પર અજવાળું ફેંકે છે અને આ પ્રાર્થનાઓનો ઉપયોગ કરનારા લોકોની રસપ્રદ વાતો અને દરેક દ્વારા પ્રાપ્ત કરેલી જબરદસ્ત સિદ્ધિઓ પણ શેર કરે છે.
ચાલો ખૂબ શરૂઆતથી, હોરમઝદ યસ્ત સાથે, જે ખોરદેહ અવેસ્તામાં, દેખાવના ક્રમમાં ખૂબ જ પ્રથમ યસ્ત તરીકે ગણવામાં આવે છે. નીચે આપેલા કેટલાક ઐતિહાસિક વ્યકિતઓની થોડી ટૂંક કથાઓ છે જેમણે આ યસ્તની પ્રાર્થનામાં તેમનું જીવન સમર્પિત કર્યું, અને આમ કરવામાં તેઓએ કેવી રીતે અમરત્વ પ્રાપ્ત કર્યું અથવા દુષ્ટતાને જીતી લીધી.
શાહ કૈખુશરૂ: પાદશાહ સ્યાવક્ષનો પુત્ર, જેમણે કંગાદેઝનું રાજ્ય બનાવ્યું. શાહ કૈખશરૂએ સતત દિલથી આદર અને હોરમઝદ યશ્તના પાઠને કારણે પાક દાદર આહુરા મઝદાએ અમરત્વનું વરદાન આપ્યું હતું. એવું કહેવામાં આવે છે કે તે આજે પણ ચૈચસ્ટ પર્વત પર રહે છે અને તે સાઓસયન્ત (તારણહાર / મસિહા) ના આગમન સુધી ત્યાં રહેશે. તેના અમરત્વનો હેતુ તે છે કે તે સાઓસયન્તનો સહાયક બનશે.
દસ્તુર પેશોતન: ગુસ્તાસ્પ પાદશાહનો પુત્ર, તે કંગાદેઝ (પાદશાહ સ્યાવક્ષના રાજ્ય) ના મુખ્ય ધર્મગુરૂ હતા. જ્યારે અશો નબી સ્પિતમાન જરથુસ્ત્રએ ગુસ્તાસ્પને રાજા બનાવ્યા અને તેના દરબારમાં બધા જ જરથોસ્તી ધર્મનું પાલન કરવા માટે સંમત થયા, ત્યારે જશન કરવામાં આવ્યું. જશનની બાજની ક્રિયામાં જે દૂધ મૂકવામાં આવ્યું હતું તે દસ્તુર પેશોતનને પીવા માટે આપવામાં આવ્યું હતું. આ તેનામાં અમરત્વ લાવ્યું હતું!
ગોપત શાહ: નામનો અર્થ ગોપતનો રાજા છે – આ સ્થાન ઈરાનમાં, ખાનીરાશ્કેશ્વર (એશિયા માઇનર) નામના વિસ્તારમાં છે. તેની પાસે તેની કમર સુધી માણસનું રૂપ હતું અને કમરથી નીચે સુધી તે બળદના રૂપમાં હતા. એવું કહેવામાં આવે છે કે ગોપતશાહ પાણીની પાસે બેસીને પ્રાર્થના કરતા હતા, અને આ રીતે મેળવેલા પવિત્ર જળને તે સમુદ્રમાં ચઢાવી દેતા હતા. આ સુનિશ્ચિત થયું કે પાણીની અંદર છુપાયેલા રાક્ષસો લકવાગ્રસ્ત થઈ ગયા. વળી, આકાશમાંથી જે વરસાદ પડતો હતો તે રાક્ષસોનો વરસાદ નહોતો (આ જળ ચક્રનો એક બાજુનો સંદર્ભ છે જે આપણે બધા જાણીએ છીએ કે સમુદ્રમાંથી બાષ્પીભવન થતાં પાણીના, વાદળો બને છે અને આપણા ઉપર વરસાદ વરસે છે.)
વનેજોઈતાબીશ: શાશ્ર્વત જીવનનું વૃક્ષ, પીડા અને રોગ વિનાનું જીવન. જ્યારે શાહમૃગ (પૌરાણિક શાહમૃગ જેવા પક્ષી, કદાચ ફોનિક્સ) આ ઝાડની ડાળી પર બેસશે, ત્યારે સો શાખાઓ સંપૂર્ણપણે તૂટી જશે અને પક્ષીના ઉડી ગયા પછી એક તૂટેલી ડાળીમાંથી સો શાખાઓ વિકસશે. હું આધુનિક વિજ્ઞાન દ્વારા સમજાવેલા બીજ અને વનસ્પતિ જીવનના પરાગન અને પ્રસાર સાથે આની તુલના કરી શકું નહીં. ચિનામરોશ નામનું બીજું પક્ષી આવે છે અને વનેજોઈતાબીશના ઝાડ પરથી પડેલા બીજને ઉચકશે ત્યારબાદ તે આ બીજને પાણીમાં જમા કરે છે જ્યાંથી તેશ્તર તીર યઝદ પાણી ભરવા આવે છે. આ બીજમાં સમાયેલ પાણી પછી વરસાદના ટીપાં તરીકે પૃથ્વી પર રેડશે. આ જમીનમાં ફળદ્રુપતા અને પૃથ્વીના પાણી પુરવઠામાં વિપુલતા બનાવે છે. આ ગ્રહ પરના વૃક્ષો અને આખી જીંદગીના નિર્વાહ વચ્ચેની અવિચારી કડી આ વાર્તા દ્વારા પ્રકાશિત થાય છે.
ગોશ્તેફ્રીયાન: તે ખૂબ સમજદાર સંત હતા, તે નદીના પાણી પાસે બેસીને પ્રાર્થના કરતા. તેમની પાસે એવી શક્તિઓ હતી કે જે ફક્ત 99 પ્રશ્ર્નોેની શ્રેણીથી સૌથી ખરાબ શક્ય અનિષ્ટનો નાશ કરી શકતા હતા અને કોઈ દ્રુષ્ટ આત્મા તેમના સવાલનો જવાબ આપી શકતા નહોતો. એક દિવસ, દુષ્ટ અખ્તરજાદુકે ગોશ્તફ્રીયાનને પડકાર આપ્યો અને 33 મુશ્કેલી સવાલ પૂછયા તેમનો ગોશ્તફ્રીયાને સરળતાથત જવાબ આપ્યા. તેણે બદલામાં અખ્તરજાદુકને ફક્ત 3 મુશ્કેલ પ્રશ્ર્નો પૂછયા અને અખ્તરજાદુક ત્યાંજ ઠૂઠવાઈ ગયો તે એક પણ જવાબ આપી શક્યો નહીં અને મરણ પામ્યો અને દુષ્ટતાનો અંત આવ્યો. લાવ્યો. આ વાર્તા મંડિગેર ગોશ્તફ્રીયાન (એક પ્રાચીન પહેલવી લખાણ)ની છે.
જો આપણે બાહુબલીનું બુદ્ધિગમ્ય રૂપ શોધી શકીએ અને હેરી પોટરની હોગવટર્સ સંસ્કૃતિમાં વિશ્ર્વાસ કરી શકીએ, તો પછી આપણી પ્રખ્યાત સંસ્કૃતિમાંથી નીકળતી વાર્તાઓમાં ચોક્કસ કોઈક તથ્ય હોવું જોઈએ. તેમ છતાં, આ લખાણોનું મૂલ્ય લેવું પડ્યું કારણ કે તેની કોઈ ઐતિહાસિક નોંધ નથી.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025