એરવદ સોલી દાદી પંથકી (સરોંડાવાલા)એ ગુજરાતમાં સરોંડા અગિયારીના પવિત્ર પાદશાહ સાહેબની સેવા કરી પચ્ચીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કર્યા છે. તેમની નિ:સ્વાર્થ અને સંપૂર્ણ નિષ્ઠા સાથે, એકલા હાથે અગિયારીની સારી સંભાળ લેવા માટે એરવદ સોલી સાહેબને સલામ.
વરસાદ હોય કે વીજળી કાપ હોય કે અન્ય કોઈ મુશ્કેલી વર્ષોથી એરવદ સોલી પંથકીએ અગિયારીની સેવામાં કોઈ કસર છોડી નથી. એમની ધણીયાણી મરહુમ દોલી હમેશા તેમના સુખ દુ:ખમાં અગિયારીની સેવામાં તેમની પડખે ઉભી રહેતી હતી. એરવદ સોલી પંથકીના દિકરા બુરઝીઝ, તેમની પુત્રવધુ સુઝુ અને પૌત્ર તુઝાન એમની મોટી શક્તિ છે.
એરવદ સોલી પંથકી સાહેબ માટે તંદુરસ્તી અને અગિયારીના આતશને હમેશા ઝગમગતો રાખવા બદ્દલ તેમણે આપેલી સેવા માટે ખુબ ખુબ આભાર. ઈસ્તાર તે.
Latest posts by PT Reporter (see all)