મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. નાના કામ પુરા કરવામાં પણ મુસીબત આવશે. પૈસા મેળવવા માટે ભાગદોડ કર્યા પછી પણ તમને જોઈતી રકમ નહીં મળે. તમારી અંગત વ્યક્તિ તમારો સાથ નહીં આપે સાથે સાથે તમારી સાથે ચીટીંગ કરશે. વડીલવર્ગને તમારી વાતો નહીં ગમે. તમારી સાથે મતભેદ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 30, 01, 02 છે.
Saturn’s rule till 27th October will pose challenges in the completion of even small chores. Despite your untiring efforts to retrieve your money, you will not get the desired result. Not only will someone close to you not be supportive, they could also deceive you. Your talks will not be acceptable with the elderly and this could cause squabbles with them. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 26, 30, 01, 02.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
બુધની દિનદશા ચાલુ હોવાથી સોશીયલ કામો ખુબ સારી રીતે કરી શકશો. મિત્રોનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી લેશો. આવકમાંથી થોડીગણી રકમ બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં બીજાના મદદગાર બની તેનું દીલ જીતી લેશો. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 27, 28, 29, 01 છે.
Mercury’s ongoing rule will help you perform your social duties effortlessly. Support from your friends will help you get even difficult tasks done with ease. You will be able to invest some money saved from your income. You will be helpful to a colleague at your workplace and will win them over with your help. You will continue to receive profits. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 01.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી મહેનત ઓછી અને ધન વધુ કમાઈ શકશો. તમારા ફાયદા પર વધુ ધ્યાન આપશો. કોઈને ઉધાર પૈસા આપેલા હશે તો પાછા મેળવી શકશો. લાંબા સમયના પ્લાન બનાવશો. નવા મિત્રો તરફથી ફાયદો મેળવશો. ધનલાભ મેળવવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 02 છે.
You will be able to earn more with minimal effort in this phase ruled by Mercury. You will focus on your benefits. You will be able to retrieve your loans. You are advised to make long term plans. You will gain from your new friends. For prosperity, pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 29, 02.
CANCER | કર્ક: ડ.હ.
આજથી 28 દિવસ માટે મંગળની દિનદશા ચાલુ થયેલી છે. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડશે. 25મી ઓકટોબર સુધી બીજાની માથાકુટમાં પડતા નહીં. વાહન સંભાળીને ચલાવજો. ઘરમાં ખોટાખર્ચાથી પરેશાન થશો. થોડી બચત કરશો તો ઘરવાળા ડબલ ખર્ચ કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.
Mars’ rule starting today for the next 28 days, could create problems at home over petty matters. Avoid falling into other peoples’ problems till the 25th of October. Ride/drive your vehicle with caution. You could get concerned about unnecessary expenses at home. For every penny you save, your family members could end up spending double! To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 29, 30, 01.
LEO | સિંહ: મ.ટ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી દરરોજના કામ સારી રીતે કરી શકશો. તમારા કરેલ કામની કદર થશે. મિત્ર તરફથી સાચી સલાહ મેળવશો. ગામ-પરગામથી સારા સમાચાર મેળવશો. કામ કરતા હશો ત્યાં જશની સાથે ધનલાભ મળતો રહેશે. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 02 છે.
The Moon’s ongoing rule helps you to complete you daily chores smoothly. Your work will receive appreciation. A friend will give you genuine advice. You will get good news from abroad. Those who are employed will receive fame as well as prosperity. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 27, 29, 02.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામોથી દૂર રહેજો. કોઈપણ જાતના સહીસિકકાના કે કોર્ટના કામ કરતા નહીં. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરનાર વ્યક્તિથી સંભાળજો. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
The Sun’s rule till 6th October suggests you avoid doing any government-related work. Also avoid any court-related work or that which calls for signing important documents. You could have squabbles with your elders over petty matters. Beware of back-stabbers at your workplace. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 30, 1.
LIBRA | તુલા: ર.ત.
17મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો છતાપણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. તમારી પસંદગીની વ્યક્તિ મળવાનો ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 30, 01 છે.
Venus’ rule till 17th October will not allow you to keep your expenditures in control. Even so, this will not cause any financial strain. Attraction to the opposite gender will increase. You could bump into your ideal mate. Affection between couples will blossom. You will be able to make purchases for the house. Pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 30, 01.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય બાબતની છૂટછાટ સારી હશે. કામકાજમાં સાઈડ ઈન્કમ મેળવી શકશો. ઘરનું વાતાવરણ આનંદમાં લાવી શકશો. જરૂરીયાત મંદને મદદ કરી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. મિત્રો તરફથી માન મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 02 છે.
Venus’ ongoing rule will ensure steady flow of finances. You will be able to earn side income as well. You will make the home-atmosphere a happy one. Help those in need. Health will be good. Friends will be appreciative of you. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 28, 02.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. ખોટા વિચારોથી પરેશાન રહેશો. અંગત વ્યક્તિ સાથે નાની બાબતમાં મતભેદ થશે. ગામ પરગામ જવાના પ્લાન બનાવશો પણ ચાન્સ નહીં મળે. હાલમાં ઘરમાં રહેવાનું નહીં મળે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Rahu’s rule till 6th October could lead to your having disturbing thoughts. You could end up arguing with a close person over a small issue. Your plans of going abroad will not come to fruition. You will not be happy staying at home. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 30.
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની જાળમાં ફસાય ગયા છો. 6ઠ્ઠી નવેમ્બર સુધી તમારા નાના કામ પુરા કરવામાં પણ મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. અંગત માણસો તમારી સાથે દગો ફટકો કરશે. નાણાંકીય લેતીદેતી કરતા પહેલા દસવાર વિચાર કરજો.રાહુની શાંતિ કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 01, 02 છે.
Rahu’s rule poses challenges in letting you get even your small chores done, till 6th of November. You will end up incurring a loss that is ten time more than expected. Your smallest mistake could land you in big trouble. Those close to you could end up deceiving you. Think ten times before indulging in lending or borrowing money. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 28, 01, 02.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
5મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કે કોઈના ભલાઈના કામો થશે. બીજાના મદદગાર બની શકશો. ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી આપશો. લગ્ન કરનાર વ્યક્તિને લાઈફ પાર્ટનર મળી જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. તંદુરસ્તીમાં સારો સુધારો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 01 છે.
Jupiter’s rule till 5th October leads you towards doing religious works or charity for others. You will be of help to others. You will be able to invest money in lucrative options. You will be able to cater to the needs of your family. Those looking to tie the know will find their life-partners. You could expect a sudden windfall. Health will improve. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 29, 30, 01.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજથી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધી તમારા અટકેલા કામ ફરી પાછા ચાલુ કરી શકશો. તમારા કામમાં જશની સાથે ધનલાભ પણ મળી જશે. શેરમાં લાંબા સમય માટેનું રોકાણ કરજો. ઘરવાળાની તબિયતમાં સુધારો થશે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 02 છે.
With Jupiter’s rule starting today till 24th November, you will be able to restart your stalled projects. You will receive recognition and prosperity in your work. You are suggested to consider investing in long-term shares. The health of family members will improve. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 27, 28, 02.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025