થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરીને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા નેટ પરજ વધી.
એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા આવો.
હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે, એટલે મેં પૂછ્યું કે તારો પતિ આવી જાય તો શુ કરીશું?
તેણે કહ્યું આમ તો નહીં આવે, પણ આવી જાય તો કહીશ કે તમે અર્બન કલેપમાંથી આવ્યા છો ઘર સાફ કરવા આમ પણ દિવાળી છે જેથી તેમને શકપણ નહીં જાય.
હું ગયો ને હજુ થોડી જ વારમાં તેના પતિ આવી ગયા. પછી તો બારી, બારણાં, પંખા, ટોયલેટ, બાથરૂમ બધુજ સાફ કરવું પડ્યું. સાવધાન આ નવી સ્કીમ છે દિવાળી નજીક આવી રહી છે, બધી મોહ માયા છોડી તમારી પોતાની પત્ની ને મદદ કરજો.
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025