મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન રહેશો. ઘરવાળા તમને માન નહીં આપે તેનાથી તમને દુ:ખ થશે. બીજાની સેવા કર્યા પછી પણ તમને જશ નહીં મળે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત
ખરાબ થવાના ચાન્સ છે. સાંધાના દુખાવાથી તથા પેટના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 03, 05, 08, 09 છે.
Saturn’s ongoing rule will tend to bring you problems from all quarters. You will feel hurt by the lack of respect from you family members. You will not get appreciation despite being helpful to others. Financially, this could be a difficult phase. You could lose your health if you don’t pay attention to your diet. You could suffer from stomach-ache or joint pains. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 03, 05, 08, 09.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામો પૂરા કરવામાં સફળ થશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. તમારી સલાહથી કોઈને ધન બચાવવામાં મદદ મળી રહેશે.તમારા કામમાં ધનલાભ થવાના ચાન્સ છે. બચત કરીને ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 04, 05, 06, 07 છે.
Mercury’s rule till 21st October will bring you success in completing your works. You will be a genuine advisor to others. Your advice could help a friend in saving money. You could earn good profits in your work. Ensure to save and make investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 04, 05, 06, 07.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
બુધની દિનદશા 20મી નવેમ્બર સુધી ચાલશે. જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે. ભવિષ્યમાં તમે ઓછા પરેશાન થાવો તેવા પ્લાન બનાવી શકશો. કામકાજમાં સારા સારી થતી જશે. જે કામ કરતા હશો તેમાં ધનલાભ થશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 03, 05, 08, 09 છે.
Mercury’s rule till 20th November brings you success in all your decisions. You will be able to make less worrisome plans in the future. There will be an upswing at the workplace. You will profit in all your ventures. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 03, 05, 08, 09.
CANCER | કર્ક: ડ.હ.
25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારી ભુલ તમને ઉપરથી નીચે લાવી દેશે. તમે નાની વાતમાં ગુસ્સે થઈ જશો. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. ઉપરી વર્ગ તરફથી સાથ મળશે નહીં. ઘરમાં ખોટો ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી પણ શાંતિ નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06 07 છે.
Mars’ rule 25th October could end up making your mistake your biggest fall. You could end up angry over small issues. Your sweetheart will get upset with you. Seniors will not be supportive. You could end up spending on avoidable expenses. Despite spending, you will not get peace of mind. Pray the Tir Yasht daily.
Lucky Dates: 04, 05, 06 07.
LEO | સિંહ: મ.ટ.
26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળશે. ચંદ્રની કૃપાથી ધારેલા કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. મનને શાંત રાખવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 03, 04, 08, 09 છે.
The Moon’s rule till 26th October augurs good news from abroad. With the Moon’s blessings, you will be successful in ventures you wish to accomplish. You will be able to make investments as your finances keep improving. Your sweetheart will give you good news. To stay calm, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 03, 04, 08, 09.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આવતા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. અગત્યના કામો 6ઠ્ઠી ઓકટોબર પછી કરવાથી કામમાં સફળતા મળશે. ઉતરતી સુર્યની દિનદશા તબિયતને ખરાબ કરશે. તાવ, ખાંસી જેવી માંદગીથી પરેશાન થશો. તબિયત સારી રાખવા ખાવા પીવા પર અવશ્ય ધ્યાન આપજો. દરરોજ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
The Sun’s rule extends over the next three days, hence you are advised to start doing all your important works only from the 6th October onwards. The descending rule of the Sun could cost your health – you could suffer from fever and coughing. To maintain good health, ensure to pay attention to your diet. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 06, 07, 08, 09.
LIBRA | તુલા: ર.ત.
છેલ્લા બે અઠવાડિયાજ શાંતિમાં પસાર કરવાના બાકી છે. ધણી-ધણીયાણીના કામ કે ઓપોઝીટ સેકસના કામ પહેલા પૂરા કરી લેજો. 17મી ઓકટોબર પછી તમારા બધાજ કામમાં અડચણ આવતી રહેશે. ઉતરતી શુક્રની દિનદશામાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 03, 04, 05, 07 છે.
You have two more weeks to spend in peace. Ensure to first complete any commitments related to your spouses or to the opposite gender. Challenges could get in the way of your endeavours starting the 17th of October. Venus’ descending rule will not cause any financial upsets. You will be able to meet your sweetheart. Pray to Behram Yazad daily.
Lucky Dates: 03, 04, 05, 07.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી દિવસો આનંદમાં તથા હરવા ફરવામાં જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી બીજાની મદદની જરૂર નહીં પડે. મિત્ર મંડળમાં વધારો થશે. નવા મિત્રો તરફથી ફાયદો મળશે. અપોજીટ સેકસને મનાવી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 04, 05, 06, 09 છે.
Venus’ ongoing rule will have you spending your days in happiness and fun and travel. You will not need any financial help from others. Your friend circle will increase. You will benefit from your new found friends. You will be able to win over the opposite gender. You will be able to make new purchases for the house. Pray to Behram Yazad daily.
Lucky Dates: 04, 05, 06, 09.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલા ત્રણ દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો. તમારા ઘરવાળા તમારી વાત માનશે નહીં. 6ઠ્ઠી ઓકટોબરથી શરૂ થતી શુક્રની દિનદશા 70 દિવસ ચાલશે. તમારી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. અગત્યના કામો 6ઠ્ઠી પછી કરજો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 03, 07, 08, 09 છે.
With the last three days under the rule of Rahu, you are advised to take good care of your health. Family members might not be in agreement with you. Venus’ rule starting from 6th October, for the next 70 days, provides you a way out of all your difficulties. Ensure to do all important works only post the 6th of October. Pray to Behram Yazad along with praying the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 03, 07, 08, 09.
CAPRICORN | મકર: ખ.જ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામ પર પૂરાં નહીં કરી શકશો. ઘરવાળા સાથે મતભેદ પડતા હોવાથી સમય બહાર પસાર કરશો. બહાર મિત્રો પણ તમને સાથ નહીં આપે તેનું દુ:ખ થશે. સારા સમાચાર મળવાના ચાન્સ નથી. કામ વધારે અને બોલવાનું ઓછું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.
Rahu’s ongoing rule gets in the way of even your straight and easy works. Squabbles with family members could have you spending time outside the house. However, it will pain you when even your friends outside are unsupportive. There won’t be good news on the horizon for now. Try to listen more and speak less. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 04, 05, 06, 07.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બીજાના મદદગાર બનશો. ધનલાભ થવાના ચાન્સ છે. તમારા કામકાજ ખુબ સારી રીતે પુરા કરી શકશો. તબિયતમાં સુધારો થતો જશે. નાણાકીય બાબતમાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 03, 05, 08, 09 છે.
Jupiter’s ongoing rule makes you helpful to others. Profits are indicated. You will be able to complete your work very effectively. Health will improve. You will be able to make financial investments. The house atmosphere will be cordial. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 03, 05, 08, 09.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ સફળતાથી કરી શકશો. ધનની ચિંતા ઓછી થતી જશે. તમારા કામમાંથી થોડી ઘણી એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. ગુરૂની કૃપાથી તમારી તબિયતમાં સારા સારી રહેશે. ફેમિલી મેમ્બરનો સાથ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 04, 06, 07, 08 છે.
Jupiter’s rule helps you successfully complete all your works. Financial worries will fade away. You will be able to earn extra income at work. Health will be good. A family member will be supportive. Pray the Sarosh Yasht.
Lucky Dates: 04, 06, 07, 08.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025