બાળકો તરીકે, આપણે વાંચેલી એક ખૂબ જ આશ્ર્ચર્યજનક વાર્તાઓ તે હતી કે સમુદ્ર કેવી રીતે ખારો બને છે. તે વાર્તા અહીં તમારા માટે રજૂ કરી છે.
વાર્તા શરૂ થાય છે, આશ્ર્ચર્યજનક રીતે, તે સમજાવીને કે સમુદ્રનું પાણી પહેલા ખારૂં નહોતું, તે પી શકાય તેટલું મીઠુ હતું! સમુદ્રનું ખારૂ-પાણી માટે જવાબદાર હતા એક મહાન રાજા. રાજા પાસે પથ્થરની એક ઘંટી હતી. અને રાજા જે ચાહે તે તેમાંથી મેળવી શકતા હતા. સોનાથી લઈને મસાલા સુધી બધુંજ. એક ચોર તે ઘંટીને ચોરી કરવાનું નકકી કરે છે. તે રાજાના રાજમહેલમાં જાય છે અને ત્યાના એક માયાળુ રક્ષક સાથે તે રાજ મહેલમાં ફરે છે અને પથ્થરની ઘંટી વિશે પૂછે છે. અને રાજા બધું કેવી રીતે મેળવી શકે છે તેના માટે પુછે છે. ચોર ઘંટી લઈ બોટમાં બેસી ભાગી નીકળે છે. અને તે વિચારે છે કે પથ્થરની ઘંટી થકી તે શું માંગેે. ભૂખ લાગી હોવાથી તે પોતાની પાસે રાખેલું પાવ ખાય છે તેને તેમાં મીઠું ઓછું હોવાથી તે પત્થરની ઘંટી પાસેથી મીઠું માંગે છે. પત્થરની ઘંટી ચાલુ થાય છે તેમાંથી મીઠું નીકળે છે પરંતુ તે બંધ નથી થતી અને મીઠું નીકળ્યાજ રાખે છે. ચોર થોડા સમય પછી સુઈ જાય છે. બોટ ડૂબી જાય છે. અને ચોર કિનારે આવતા રાજા તેને પકડી લે છે. પત્થરની ઘંટીની વાત કરીએ તો હજી પણ સમુદ્રમાં તે પત્થરની ઘંટીમાંથી મીઠું નીકળ્યાજ રાખે છે. – લેખક: રોઝી ડિક્ધિસ
આશ્ચર્યજનક રીતે, દિનબાઇની ખોરદેહ અવસ્તામાં સમુદ્ર ખારો કેમ છે તેની બીજી એક વાર્તા છે. આપણી ફિલસૂફીમાં દોજક અથવા નરક એ એક ખૂબ જ વાસ્તવિક ખ્યાલ છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર ખારો છે કારણ કે તે નરકના દરવાજામાંથી પસાર થાય છે અને ત્યાંથી બહાર આવે છે. ભરતી 24 કલાકમાં બે વાર આવે છે, જ્યારે નીચી ભરતી હોય છે – પાણી તેને શુદ્ધ કરવા નરકના દરવાજામાં નીચે તરફ ધસી આવે છે. તેથી જ નરકમાં રહેલા રાવણો શુદ્ધ થઈ જાય છે અને થોડા કલાકો સુધી શુદ્ધ રહી શકે છે. દાદર અહુરા મઝદા દ્વારા નરકમાં તિરસ્કાર પામેલા આત્માઓને પણ શુધ્ધ કરવામાં આવેે જેથી નરકમાં પણ તેઓ ખૂબ મુશ્કેલીનો અનુભવ ન કરે. રાવણોને થોડા સમય માટે રાહતનો અનુભવ થાય છે.
જે પાણી ભરતીથી પરત આવે છે તે ખૂબ જ ગરમ હોય છે જ્યારે તે દોજકથી આવે છે, એવું કહેવામાં આવે છે કે તે ઝવાહરકશ સમુદ્રમાં વહે છે. તે સમુદ્રમાં ત્રણ પગવાળો એક રામ છે, અને આવનારા ભરતીમાં વધારો થાય છે જ્યારે તે રામ પાણીને એકીટશે જુએ છે, ત્યારે તે પાણી ઠંડુ થાય છે અને શુધ્ધ બને છે. આ રામના સંપર્કમાં આવતા પાણીમાં એકઠી થતી બધી દુષ્ટ અને ગંદકી શુદ્ધ થઈ જાય છે. અહુરા મઝદા દ્વારા બનાવેલ આ પાણીની નજીક એક પવિત્ર ગાય છે જેની પીઠ પર સળગતી અગ્નિ છે, તે આ ઘટનાની સાક્ષી છે. પરંતુ, શુદ્ધિકરણની આ સમગ્ર પ્રક્રિયા હોવા છતાં, પાણી ખારૂં રહે છે.
આપણે માની શકીએ કે ખારૂં પાણી જીવનના કોઈપણ વપરાશ માટે અયોગ્ય છે. કદાચ દોજકની દૂષિત અસરો અને તેના અશુદ્ધિઓના કોઈપણ અવશેષોથી બધી જીવંત ચીજોને બચાવવા. જો કે, આપણે જાણીએ છીએ કે, સૂર્યની ગરમી આ જ ખારા પાણીને બાષ્પીભવન કરે છે અને ત્યાં પાણીને શુદ્ધ થાય છે અને જે શુષ્ક વરસાદ તરીકે આપણા પર પડે છે. અહુરા મઝદાના આશ્ર્ચર્યને જુઓ! ઘણા લોકોને લાગે છે કે આ બધી માત્ર એક વાર્તા છે, પરંતુ વાસ્તવિકતામાં, આ સંપૂર્ણ સત્ય છે. આપણા પોતાના ધર્મ વિશે આપણને બહુ ઓછું જ્ઞાન છે કારણ કે સમયના વહેણ સાથે મુખ્ય શાસ્ત્ર નાશ પામ્યા છે અથવા ખોવાઈ ગયા છે. આ જ કારણ છે કે આપણા ધર્મમાંની શ્રદ્ધા ઓછી થઈ રહી છે કારણ કે તે બધા અસ્પષ્ટ લાગે છે. આપણે પોપટની જેમ પ્રાર્થના પાઠ કરીએ છીએ પરંતુ જો આપણે પ્રાર્થનાના મહત્વ અને તેના દ્વારા પ્રગટ થતી અસરોને સમજીશું, તો આપણી પ્રાર્થનાના પાઠમાં આપણને વધુ વિશ્વાસ જાગશે!
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024