કારણ :-
હમણાંની તાજેતરની ઘટનામાં એક યુવાન મોબેદ જ્યારે બોયની ક્રિયા કરી રહ્યા હતા ત્યારે તેમના જામા ઉપર
આતશ પાદશાહ સાહેબના અંગારા પડવાથી મોબેદ સાહેબોના હિતમાં સલામતીના ધોરણોની સમીક્ષા કરવાનું
જરૂરી બન્યું છે.
બેક્ગ્રાઉન્ડ :-
પ્રાચીનકાળથી જરથોસ્તીઓ અગ્નિની પૂજા કરતા આવેલ છે અને મોબેદ સાહેબોની પેઢી દર પેઢી અગિયારી
અને આતશ બહેરામમાં અગ્નિની પૂજા કરવાનું વલણ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં આતશની
ચિનગારીઓ પડવાને કારણે મોબેદ સાહેબોની દાઝી જવાની ઘણી કમનસીબ ઘટનાઓ બની રહી છે.
આ લેખ સમસ્યાઓ ઓળખવા માટે, ઉકેલ માટે, સૂચનો અને કરવામાં આવેલી પ્રારંભિક કાર્યવાહી માટે
Teams: WZO Trusts & Empowering Mobeds દ્વારા હાથ ધરવામાં આવેલ એક પ્રયાસ છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા તે ખૂબ જરૂરી છે કે, આ બાબતે ચર્ચા કરવામાં આવે, જેના દ્વારા
સલામતીના ધોરણો રજૂ કરી શકાય. મોબેદો અને બેહ્દીનોને કટોકટીની સ્થિતિ દરમિયાન હાથ ધરવામાં
આવનાર પગલાં અંગે તાલીમ આપવી, જેના દ્વારા મોબેદોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે કે જેઓ
કોઈ પણ દોષ વગર ગંભીર ઇજાઓથી પીડાય છે.
જામા વિશે નોંધ:-
મોબેદો કેબલામાં દરેક વખતે પહેરે છે તે જામો એક સફેદ રંગનો પરંપરાગત લહેરાતો ઝભ્ભો છે. જે તેમના કપડા
પર પહેરવામાં આવે છે અને તે ઘણીવાર સુતરાઉ અથવા ઝીણા કાપડનો બનેલો હોય છે. જૂના સમયમાં જામા
જાડા સુતરાઉ કાપડના હાથે વણાયેલા આવતા હતા.
આગના જોખમોનો સામનો કરી રહેલા મોબેદો :-
હાલમાં જ અનેક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે જેમાં મુખ્યત્વે મોબેદોના કપડામાં આગ લાગી છે. જ્યારે
મોબેદો કેબલામા બોયનની ક્રિયા કરી રહ્યા હોય ત્યારે અથવા અમુક કેસોમા તેઓ જ્યારે જશન, મહિનાના
રોજની બાજ્ જેવી ક્રિયાઓમાં તેલના દીવાના સંપર્કમાં આવે છે અથવા આતશની ચિનગારી ઉડ્વાને કારણે
મોટાભાગના કેસોમાં આગ પકડવાની શરૂઆત તે જામાથી કરે છે.
મોબેદો જાણે છે કે આતશની ચિનગારી ખૂબ સામાન્ય છે અને તેઓ સંમત થશે કે જ્યારે શેતરંજી પર વારંવાર
ચિનગારી પડ્વા છતા તેઓ તેને સામાન્ય ગણે છે, પણ જમીન પર શેતરંજીની જાડાઈ અને નિકટતાને કારણે
શેતરંજીમા જ્વાળાઓ કે ભડકો થાય તેવો દાખલો ક્યારેય નથી બન્યા.
કપડાની આગને બુઝાવાવી :-
જ્યારે કોઈ વ્યક્તિના કપડાને આગ પકડે છે, ત્યારે વિચારવાનો સમય ન વેડફતા, આપણી ક્રિયા સહજ અને
તાત્કાલિક હોવી જોઈએ.
એક વસ્તુ જે ક્યારેય ન કરવી જોઈએ અને તે, દોડવું ન જોઈએ :-
જ્યારે કપડામાં આગ લાગે છે ત્યારે દાઝેલાની ઇજાને ઘટાડવા માટે, Stop, Drop અને Rolls ખૂબ જ જરૂરી
છે. ઇજાઓમાં સૌથી પીડાદાયક અને અજાણતાં મૃત્યુનું ત્રીજું મુખ્ય કારણ દાઝવું છે. હાથ, જાંઘના ભાગમાં,
ચહેરો અને ફેફસાંનું ખાસ જોખમ છે કારણ કે તે નાજુક ભાગો સરળતાથી ઇજાગ્રસ્ત થઇ શકે છે.
આવા કિસ્સાઓમાં સારા થવાની પ્રક્રિયા ધીમી અને ખુબ જ દુ:ખદાયક છે, પરિણામે માત્ર વ્યક્તિગત અંગત
વેદના જ નહીં, પણ મોટો આર્થિક ખર્ચ પણ થાય છે કે જે મોબેદો સામાન્ય રીતે પોતે ખર્ચી શકતા નથી.
STOP, COVER / DROP અને ROLL ના સિદ્ધાંતો સરળ છે, તાત્કાલિક કાર્યવાહીથી દાઝવાથી થતી કોઈપણ
ઇજાની તીવ્રતા ઓછી થશે.
હાજર મદદ કરનાર વ્યક્તિ આગને કાબૂમાં રાખવા પાણી અથવા બંદૂસ કે ધાબળો , સળગી ન જાય તેવી સાદડી,
અથવા જાડું કપડું વાપરીને આગને કાબૂ કરવામાં મદદ કરી શકે છે.
પાણીનું અગ્નિશામક સાધન (A water fire extinguisher) (લાલ રંગનુ) એકમાત્ર પ્રકારનું અગ્નિશામક
ઉપકરણ છે જેનો ઉપયોગ આ પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે થઈ શકે છે. અન્ય કોઈ પણ પ્રકારના અગ્નિશામક
ઉપકરણનો ઉપયોગ ન કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સમસ્યાને ટાળવા / ઘટાડવા માટેના સૂચનો
દરેક આતાશબહેરામ અને અગિયારીના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટસે આ કરવું આવશ્યક છે:
૧. મોબેદો અને બેહ્દીનોને વિવિધ માધ્યમો દ્વારા એકસરખા પ્રશિક્ષણ અને પ્રદર્શન આપીને જાગૃતિના
સ્તરમાં વધારો કરવો.
૨. જે ઓરડામાં ક્રિયાઓ (ભણન-ગણન) કરવામાં આવે છે તે જગ્યાએ શેતરંજી અથવા ફાયર ધાબળો
સહેલાઇથી મળી રહે તે રીતે મૂકો.
૩. જ્યા આગ લાગવાની શક્યતાઓ અથવા જોખમો હોય ત્યાં સરળતાથી ચલાવી શકાય તેવા પુશ-
બટનવાળા ફાયર એક્સ્ટીંગ્યુશર્સ (પાણી આધારિત) ઉપલબ્ધ કરાવવા જોઈએ.
૪. ફાયર પોલીમરનાં વસ્ત્રોનો ઉપયોગ ઉપચાર કરવા માટે યોગ્ય નથી કારણકે મોટાભાગના ફાયર
પોલીમરને સારી રીતે ધોયા પછી ચામડીને બળતરા કરે છે અને ફોલ્લીઓ પેદા કરે છે.
૫. જામાની ડિઝાઇનમાં નજીવો ફેરફાર કરી શકાય. જ્યાં કસની પાછળ સ્નેપ બટનો ડગલીની જેમ ફીટ
કરી શકાય છે જેથી કટોકટીના કિસ્સામાં ખૂબ જ ઓછા સમયમાં જામો બહાર કાઢી શકાય.
૬. જો બદાન (કોલર વગરનો શર્ટ) અને લેઘા ઉપર ઇજાર પહેરી શકાય તો આદરીયાનમાં બોય વખતે
અથવા સહિયો (ઇરાની ટોળા દ્વારા પહેરવામાં આવે છે) પહેરવામાં આવે તે માટે વડા દસ્તૂરજીઓની
સલાહ અને મંજૂરી લેવાની જરૂર છે. આતશ બેહરામના બોયવાલાઓ આખો રેગેલિયા પહેરવાનું ચાલુ
રાખી શકે છે.
૭. શક્ય હોય ત્યાં સુધી સારી ગુણવત્તાવાળા પરિપક્વ અને યોગ્ય રીતે સૂકા સુખડ અને કાથીનો ઉપયોગ
કરો.
૮. ફાયર સેફ્ટી નિષ્ણાતોની સલાહ લો અને તાલીમ કાર્યક્રમ ઘડવો.
ઝડપી વિચારધારા ધરાવતા તાલીમ પામેલ લોકો અને મોબદો દ્વારા ચોક્કસપણે ભવિષ્યમાં જીવન
બચાવી શકાય છે.
પ્રારંભિક કાર્યવાહી અંતર્ગત
WZO Trusts ને નામ ન આપવાની શરતે, એક ડોનરે 300 ફાયર રિટાન્ડન્ટના હાથવગા કેનની એવી વિનંતી
સાથે ભેટ આપી છે, કે ભારતમાં દરેક આતશ બહેરામ અને આગિયારી કે જ્યાં મોબેદ ધાર્મિક વિધિઓ કરે ત્યાં બે
કેન આપવામાં આવે.
આ કેન ટૂંક સમયમાં Empowering Mobeds ની સ્વયંસેવકોની ટીમ દ્વારા વિતરણ કરવામાં આવશે.
એક ટૂંકી વિડિઓ પરિ-કલ્પના બનાવવામાં આવી રહી છે જે મોબેદોને આગ સાથેની યોગ્ય રીત પર શિક્ષિત
કરશે. સિનિયર મોબેદોનો અનુભવ છે કે યુવાન મોબેદો ઘણી વખત આતશની ખૂબ જ નજીક હાથ લંબાવે છે,
તેમના જામાના કફને આતશથી દૂર કરતા આવી દુર્ઘટનાઓ ટાળી શકાય
સૂચનો આવકાર્ય છે :-
આપણા મોબેદોની સુરક્ષાને વધુ વધારશે તેવા વ્યવહારિક સૂચનો આવકાર્ય છે.
આપ અમને ‘World Zoroastrian Organisation / WZO Trust Funds’, and ‘Empowering
Mobeds’ ની ફેસ બુક વોલ પર અને mobeds@mobeds.com પર પણ સંપર્ક કરી શકો છો.
સારાંશ :-
આપણા સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતો તરફ વળતી આપણી મોબેદોની સલામતી અને સુખાકારી સર્વોચ્ચ
છે તે માન્યતા સાથે, WZO Trusts’ & Empowering Mobeds ધ્વારા સંયુક્તપણે આ પહેલ કરી છે.
આશા છે કે યોગ્ય તાલીમ દ્વારા, આપણા મોબેદોને જે અકસ્માતો નડે છે, તે દૂર થઈ જશે.
- તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે - 23 November2024
- સંજાણ ડેની 104માં વરસની ઉજવણી - 23 November2024
- 2024 ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ આવી ગયો! - 23 November2024