મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનથી કોઈ ધર્મ કે ચેરીટીનું કામ કરી શકશો. અંગત વ્યક્તિને તમારાથી બનતી મદદ કરી શકશો. ગુરૂની કૃપાથી તમે નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. ઈનવીઝીબલ હેલ્પ મળવાના ચાન્સ છે. ઘરવાળા તરફથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ધનને બચાવતા શીખી જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
Jupiter’s ongoing rule will have you performing religious and charitable works. You will help someone close to you to the best of your ability. You will not face any financial difficulties, with the grace of Jupiter. You could receive anonymous help. You will receive news that will make you happy, from your family members. You will learn how to save money. Pray to Sarosh Yasht daily.
Lucky Dates: 06, 07, 08, 09.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી તમને ગુરૂની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારો વિરોધ કરનાર વ્યક્તિ તમારો વિરોધ નહીં કરે. નાણાકીય બાબતમાં ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. જે કમાશો તેમાં સંતોષ માનશો. ધનની બાબતમાં સારા સારી રહેશે. આજથી ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 05, 07, 10, 11 છે.
Jupiter’s rule till 22nd January brings you success in all you do. Those opposing you will withdraw before you. You will be able to retrieve finances that have been stuck for a while. You will feel contentment in your earnings. Financially, things will be good. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 05, 07, 10, 11.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે શાંતિથી રહી નહીં શકો. નાની બાબતમાં ઈરીટેટ થશો. કોઈનું ભલુ કરવા જતા તમારૂં નુકસાન થશે. તમારા ઘરવાળા માન સન્માન નહીં આપે તે વાતનું દુ:ખ લાગશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કરવો પડશે. શનિને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
Saturn’s ongoing rule will not let you be in peace. You will get irritated over small matters. Trying to help others could end up in you bearing losses. You will be hurt about family members not showing you respect or appreciation. You could end up spending ten times over of what you expected. To pacify Saturn, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 06, 07, 08, 09.
CANCER | કર્ક: ડ.હ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જે કામ કરશો તેમાં ભવિષ્યમાં કેટલો ફાયદો થશે તે બાબતમાં ધ્યાન વધારે આપશો. જે પણ કમાશો તેમાં કરકસર કરી શકશો. ખોટા ખર્ચા પર કાબુ મેળવશો. રાજીખુશીમાં દિવસ પસાર થાય તેવા ગ્રહની દિનદશા ચાલુ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 05, 07, 10, 11 છે.
Mercury’s ongoing rule has you thinking of long term benefits when planning your current works. You will be able to save from your earnings and get a control over unnecessary expenses. The stars foretell a phase of happy existence for you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 05, 07, 10, 11.
LEO | સિંહ: મ.ટ.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે તમારા દરેક કામ વીજળીવેગે પુરા કરી શકશો. નાણાકીય સ્થિતિને સુધારવા થોડી ભાગદોડ કરવી પડશે. નોકરી કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. આડોશી પાડોશી સાથે સંબંધ સુધારી શકશો. કોઈ પાસે પૈસા ઉધાર લેવાનો સમય નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
With the onset of Mercury’s rule, you will be able to complete all your tasks at lightning speed. You will need to put in some effort to improve your financial condition. Those who are employed could expect a promotion soon. You will be able to improve relations with neighbours and relatives. You will not need to borrow money from others. Pray the Meherr Nyaish daily.
Lucky Dates: 06, 07, 08, 09.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં થોડા ચેન્જીસ આવશે. ભાઈ બહેનમાં મતેભદ પડશે. તેમની સાથે એડજસ્ટમેન્ટ નહીં કરી શકશો. તમારા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જવાથી વધુ પરેશાન થશો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ઉપરી વર્ગનો સાથ સહકાર મળશે નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
Mars’ ongoing rule will cause changes in your behaviour. Quarrels between siblings is indicated. You will not be able to adjust with them. You will get further stressed over spending your money in the wrong places. Your health could go down. Senior colleagues might not be supportive. Pray the Tir Yasht daily.
Lucky Dates: 06, 07, 08, 09.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાક પુરી કરવામાં ચંદ્રની કૃપા પુરે પુરી થઈને રહેશે. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. બીજાની ભલાઈનું કામ કરવાથી તેની ભલી દુવા મેળવશો. તમારી મહેનત પ્રમાણે ધન મળી રહેશે. તમારા ધારેલ કામ સમય પર પુરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 05, 07, 10, 11 છે.
The Moon’s rule till 26th December will ensure to make your sincere wishes come true. You could expect to celebrate a good occasion at home. You will receive ample blessings by helping others. Your earning will be equal to your efforts. You will be able to complete your planned works on time. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 05, 07, 10, 11.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ફકત આજનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે આજે બેન્કીંગ કે સરકારી કામો કરતા નહીં. વડીલવર્ગની ચિંતા હશે તો કાલથી ઓછી થતી જશે. કાલથી 50 દિવસ માટે શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનની નેક મુરાદ પુરી કરશે. ઘરમાં નિરાશાનું વાતાવરણ આનંદમાં ફેરવાઈ જશે. તમારા કામમાં સફળતા મળતી જશે. આજે 96મુ નામ ‘યા રયોમંદ’ તથા કાલથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
With today as the last day under the Sun’s rule, avoid any government or banking related work. Worries about your elderly will lessen tomorrow onwards. The Moon’s rule starting tomorrow for the next 50 days, will realise all your sincere wishes. The gloomy atmosphere at home will change to a joyful one. You will be successful in all your works. Today, pray the 96th Name, ‘Ya Rayomand’, and tomorrow onwards, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 06, 07, 08, 09.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોજીટ સેકસની સાથે ખુબ સારા સારી રહેશે. જે પણ કામ કરશો તેમાં આનંદ મળશે. રોજના કામમાં સારા સારી થતી જશે. બને તો તમારા ખર્ચ પર કાપ મુકીને ધનને બચાવવાની કોશિશ કરજો. હાલમાં કરેલી બચત તમોને ખરાબ સમયમાં ઘણી રાહત આપશે. મિત્રોથી સારા સારી રાખજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 08, 10, 11 છે.
Sagittarius: Venus’ rule till 16th December indicates the blossoming of relations with the opposite gender. You will find joy in all your works. Your daily works will prove gainful. Try to control your expenditure and save money. These savings will prove to be very helpful in time of need in the future. Keep good relations with your friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 05, 08, 10, 11.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલશે. તમે જ્યાં જશો તમારી ઈમ્પ્રેશન ખુબ સારી પડશે. વડીલવર્ગ તરફથી ફાયદો મળવાના ચાન્સ છે. તમારી પસંદગીનો જીવનસાથી મળી જશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 06, 07, 08, 09 છે.
Venus’ rule till 14th January ensures that you leave a great impression wherever you go. You could receive benefits from the elderly. You could find your ideal life-partner. You will be successful in resolving financial difficulties. Pray to Behram Yazad daily.
Lucky Dates: 06, 07, 08, 09.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમારે આજનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી દિનદશામાં કોઈ પણ જાતનું જોખમ લેતા નહીં. જે વ્યક્તિ સાથે મતભેદ પડી ગયા હશે તે વ્યક્તિ કાલથી 70 દિવસની અંદર કડવાશ ભુલાવી મીઠાસ બતાવી દેશે. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા કામ શોધવામાં સફળ થશો. આજે ‘મહાબોખ્તાર નીઆએશ’ અને કાલથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 07, 08, 11, 12 છે.
Today marks the last day under Rahu’s rule, you are advised to refrain from taking any risks during this period. Those individuals whom you have had quarrels with, will come back to you within 70 days, with their bitterness turned to sweetness. Promotion at your work is indicated. You will be successful in getting new work projects. Pray the Mah Bokhtar Nyaish today and from tomorrow pray to Behram Yazad daily.
Lucky Dates: 07, 08, 11, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે નેગેટીવ વિચારોથી ઘેરાયેલા રહેશો. તબિયત ઉપર ખુબ ધ્યાન આપવું પડશે. માંદગી પર ધ્યાન નહીં આપો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. તમારી ચીજ વસ્તુ મેળવવામાં ખુબ ભાગદોડ કરવી પડશે. રાહુને કારણે માથાના દુખાવા, શરદી, ખાંસીથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 05, 06, 09, 10 છે.
Rahu’s ongoing rule will cloud you mind with negativity. Pay a lot of attention to your health. If you do not take care of any small illness, it could land you in big trouble. You will have to put in a lot of effort to achieve what you set out for. You could suffer from headaches, cough or cold. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 05, 06, 09, 10.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024