પારસી ટાઈમ્સ એ જણાવતા રોમાંચિત છે કે ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમે સમુદાય વતી ડો. સાયરસ પૂનાવાલાને આ પ્રસિદ્ધી માટે અને પારસી ગૌરવનો ધ્વજ સતત ઊંચો લહેરાતો રાખવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ!
તેમની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછ ઉમેરતા અને વિશ્વભરમાં પારસી ગૌરવને આગળ વધારતા કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરતી વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના સ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારતના પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા – રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક, પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ – 25મી જાન્યુઆરી, 2022ના રોજ. તેમને વેપાર અને ઉદ્યોગ કેટેગરીમાં અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ એવોર્ડ મળ્યો.
આપણા દેશના વિકાસમાં યોગદાન આપનાર પ્રતિષ્ઠિત લોકોની યાદીમાં સ્થાન મેળવવું એ મારા માટે એક મહાન લહાવો છે. હું આ સન્માન માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. આરોગ્ય એ સમાજનું સૌથી મજબૂત સ્તંભોમાંનું એક છે અને હું તેને બધા માટે સમાન બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ એમ 81 વર્ષીય ડો. સાયરસ પૂનાવાલાએ કહ્યું હતું. જેમને ગયા વર્ષે પણ પ્રખ્યાત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
ડો. સાયરસ પૂનાવાલાના નજીકના સાથીદારોએ આ લાંબા સમયથી મુદતવીતી સન્માનથી સન્માનિત થવા બદલ સ્વપ્નદ્રષ્ટાને બિરદાવ્યું હતું. સિરમ ઈન્સ્ટ્યિૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ ડો. સાયરસ પૂનાવાલા – મારા માર્ગદર્શક, મારા હીરોને સ્વીકારવા બદલ ગવર્મમેન્ટ ઓફ ઈન્ડિયાનો સોશિયલ મીડિયા તેમના પિતા ડો. સાયરસ પૂનાવાલાની યુવાનીના દિવસની તસવીર શેર કરી આભાર માન્યો હતો.
ડો. પૂનાવાલાએ 1966માં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની સ્થાપના ભારતમાં જીવનરક્ષક ઇમ્યુનો-બાયોલોજીકલ/રસીઓના ઉત્પાદનના ઉદ્દેશ્ય સાથે કરી હતી, જેની અછત હતી અને ઊંચા ભાવે આયાત કરવાની જરૂર પડતી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ અનેક જીવનરક્ષક, સસ્તી રસીઓનું ઉત્પાદન કર્યું અને આજે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક (વૈશ્વિક સ્તરે ઉત્પાદિત અને વેચાણના પ્રમાણમાં) તરીકે ઊભું છે. એસએસઆઈ એ કોવિશીલ્ડની રસી બનાવવા માટે એસ્ટ્રાઝેનેકા અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે ભાગીદારી કરી છે, જેના કારણે ભારત વિશ્વમાં રસી પ્રદાતા તરીકે ઉભરી આવ્યું છે.
ડો. સાયરસ પૂનાવાલાનો જન્મ પ્રતિષ્ઠિત પૂનાવાલા સ્ટડ ફાર્મ પરિવારમાં થયો હતો, જેઓ હોર્સ-રેસિંગ સર્કિટમાં અગ્રણી હતા. 1966 માં તેમણે વૈશ્વિક રસીના ઉત્પાદનમાં યોગદાન આપતાં એસઆઈઆઈ શરૂ કર્યું. ડો. સાયરસ પૂનાવાલાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જીવનરક્ષક દવાઓ અને રસી બનાવવાનો હતો જેનાથી દરેક બાળક મૃત્યુ અને રોગથી સુરક્ષિત રહે. તે સુનિશ્ચિત કરવા માટે એસઆઈઆઈ પોલિયો, ડિપ્થેરિયા, ટિટાનસ, પેર્ટ્યુસિસ, એચઆઈબી, બીસીજી, હેપેટાઇટિસ બી, ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલાની રસી બનાવવામાં આવી છે. એવો અંદાજ છે કે વિશ્વભરના 170 થી વધુ દેશોના લગભગ 65 ટકા બાળકોએ એસઆઈઆઈ નિમતિ ઓછામાં ઓછી એક રસી લીધી છે.
તાજેતરમાં જ એસઆઈઆઈ એ કોવિડ-19 ની રસી કોવિશિલ્ડ બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે સહયોગ કર્યો છે. ડો. સાયરસ અને અદાર પૂનાવાલાના નેતૃત્વ હેઠળ ટીમ એસઆઈઆઈ એ કોવિશિલ્ડ રસીના ડોઝનું પૂરતું ઉત્પાદન થાય તે માટે છેલ્લા બે વર્ષથી અથાક મહેનત કરી છે.
ડો. પૂનાવાલાના લગ્ન સ્વર્ગસ્થ વિલુ પૂનાવાલા સાથે થયા હતા. તેમનો પુત્ર, અદાર હાલમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને તે તેમના પિતાના નકશે કદમ પર ચાલે છે. સમાજ, દેશ અને વિશ્વ એસઆઈઆઈની આ અતુલ્ય સિદ્ધિ અને પ્રગતિ માટે ગર્વ કરે છે.
- Salsette’s Patel Agiary Celebrates 25th Salgreh - 18 January2025
- Dr. Farokh J. Master Felicitated At 2nd Intnl Oncology Congress - 18 January2025
- Lions Club Of Byculla Executes Vision Impaired Project With XRCVC - 18 January2025