દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે.
તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ કવાયત હાથ ધરવામાં આવી હતી જે ગુજરતાના દહુણુ, ગણદેવી, નારગોલ અને સરોડા ગામમાં તેઓએ 50 થી વધુ વંચિત પારસી/ઈરાની ઝોરાસ્ટ્રીયન પરિવારો અને હમદિનોને રોજિંદા ઉપયોગી અને વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જેમાં અનાજ, સદરા, ટુવાલ વગેરેનો સમાવેશ થાય છે. યંગ રથેસ્ટાર્ર્સનું નેતૃત્વ ચેરપર્સન – શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી, વાઈસ પ્રેસિડન્ટ હોમિયાર ડૉક્ટર, સેક્રેટરી યાસ્મિન મિસ્ત્રી અને શિરાઝ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે પ્રોગ્રામને આગલા સ્તર સુધી વધારવામાં મદદ કરી છે.
પારસી ટાઈમ્સ સાથે વાત કરતા યંગ રથેસ્ટાર્ર્સના પ્રેસિડન્ટ અર્નવાઝ જાલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે યંગ રથેસ્ટાર્ર્સનું ઉદ્દેશ્ય અમારા સમુદાયના ઓછા ભાગ્યશાળી ભાઈઓ સુધી પહોંચવાનો અને તેમને મૂળભૂત સહાય પૂરી પાડવાનો છે કે જેઓ મુખ્ય પરવાહથી દૂર થઈ ગયા છે અને જેઓ ભારતમાં રહે છે. ગુજરાતના આંતરિક વિસ્તારોમાં રોગચાળા બાદ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તેઓ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓને અમારી પહેલા કરતા વધુ મદદની જરૂર છે અને અમે તેમના જીવનમાં નાનો બદલાવ લાવવા માટે સમર્થ હોવાથી અમે આશિર્વાદ અનુભવીએ છીએ.
આપણા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું આ ગતિશિલ જૂથ અંકલેશ્ર્વર, ભરૂચ અને સુરત સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં અનાજ, સદરા અને ટુવાલના વિતરણ માટે નિર્ધારિત તેમના કાર્યક્રમોના આગલા તબક્કાની તૈયારી કરી રહ્યું છે.
જો આપ સંસ્થાને સમર્થન આપવા ઈચ્છતા હો તો તમારો ચૅક (યંગ રથેસ્ટાર્ર્સ) સંસ્થાની તરફેણમાં મોકલી શકો છો. પ્રેસિડન્ટ શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી 802/અ એકતા ઈન્વિક્ટસ્, 68, ડૉ. આંબેડકર રોડ, દાદર (પૂર્વ,) મુંબઈ – 400014. વધુ વિગત માટે : અર્નવાઝ મિસ્ત્રી, 9821009289 / 9137713817 અથવા હોમિયાર ડૉક્ટર : 8693822722 / 9821384385
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025