મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દીનદશા ચાલુ હોવાથી તમોને બધીજ બાબતમાં ચિંતાથી દુર રહેશો. નાણાકીય સ્થીતી સારી રહેવાથી ખર્ચ કરવામાં કોઈ કસર નહીં કરો. મિત્રો-સગાઓને તમારા મનની વાત સમજાવવામાં જરાય મુશ્કેલી નહીં આવે. ધનલાભ મળતા રહેશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ભુલ્યા વગર બહેરામ યઝદ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20 to 23 છે.
Venus’ ongoing rule will ensure that you are safe from any kind of troubles or challenges in all areas of life. You will not hesitate to spend money as your financial situation will be strong. You will be able to express your thoughts very clearly to your friends and family. You will continue to be blessed with prosperity. You will be able to make new purchases for the house. Ensure to pray to Behram Yazad daily.
Lucky Dates: 20 to 23.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દીનદશા ચાલુ હોવાથી તમે અંગત વ્યક્તી સાથેના સંબંધ સુધારવાની કોશીશ કરશો તો તેમાં સફમ નહીં થાવ. ખોટા વિચારો કરીને તબીયતને બગાડી નાખશો. જ્યાં રહેતા હશો ત્યાં આડોશી પાડોશી સાથે મગજમારીમાં પડતા નહીં નોકરી કરનારાઓ કામ કરનાર સાથે ઓછું બોલવાથી સંબંધમાં બગાડ નહીં આવે દરરોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 24, 25 છે.
Rahu’s ongoing rule will not allow you to succeed in working out your differences between those close to you. Constant negative thoughts could spoil your health. Try to avoid getting into any arguments with your neighbours. You are advised to not speak too much with your colleagues at your workplace to ensure nothing goes wrong. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 19, 21, 24, 25.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા બે દિવસ જ શુક્રની દીનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ધર્મના કામો પહેલા પુરા કરી લેજો ઘરવાળાની ડીમાંડ પુરી કરી શકશો. બાકી 21મી થી રાહુની દીનદશા આવતા 42 દિવસમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘને ઉડાવી દેશે. રાહુ તમારી તબીયતને બગાડી નાખશે. બીજાનું ભલુ કરવા જતાં તમારું ખરાબ થઈ જશે સરોશયશ્તની સાથે મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 25 છે.
You have last two days remaining under Venus’ rule, hence you are advised to prioritize the completion of any religious works. You will be able to cater to the wants of your family members. Rahu’s rule, starting from 21st February, for the next 42 days, will rob you of your appetite and your sleep. Your health could suffer. Trying to help another will result in your own loss. Pray the Mah Bokhtar Byaish along with Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 22, 25.
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દયીનદશા ચાલશે તેથી કામની સાથે કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થઈ જશો. નાણાકીય બાબતમાં અચાનક ફાયદો થઈ જશે. તમારા ફસાયેલા ધનને પાછા મેળવવા માટે કોઈ મિત્રની સલાહ તમને સહાયતા આવી જશે. જીવનસાથી પસંદ કરવા માટે સારો સમય છે. ઘરનું વાતાવરણ સારૂ રહેતેની માટે દરરોજ સરોશયશ્ત ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.
Jupiter’s rule till 23rd March will result in your being helpful to others while doing your own work. Unexpected financial gains are predicted. A friend’s advice will prove helpful in aiding you to retrieve your stuck finances. This is a good time to choose a life partner. To sustain the positivity at home, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 24.
LEO | સિંહ: મ.ટ.
પહેલા ચાર દિવસ જ શનીની દીનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શની દીનદશા નાનું એક્સીડન્ટનો આપી જાય તેની આપ સંભાળ લેજો 23મી સુધી વડીલવર્ગની તબીયતની ખાસ દરકાર લેજો વડીલવર્ગની માર્ટ ડૉક્ટરની સાથ પહેલા લેજો બાકી 23મીથી ગુરૂની દશા તમારી તકલીફ દુર કરવામાં મદદગાર થશે. સેલ્ફકોન્ફીડન્શ વધારી દેશે મોટી હપ્તન યશ્ત અને સરોશયશ્ત ભણજો.
શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.
You have four days remaining under Saturn’s rule. Its descending rule could result in a minor accident – so try and be more careful. Till 23rd February, you are advised to take special care of the elderly and seek the doctor’s help without hesitation. Jupiter’s rule, starting from 23rd February, will alleviate all your problems. Your self-confidence will rise. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht.
Lucky Dates: 19, 23, 24, 25.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનીની દીનદશા ચાલશે તેથી તમારા નાના કામોમાં સીધી રીતે પુરા નહીં કરી શકશો. સારા સમયમાં ધન નહીં બચાવેલ હોવાથી કોઈકની પાસે લોન લેવાનો સમય આવી જશે. જોઈન્ટ પેન, બેક પેન આવવાના ચાન્સ છે.આપસમાં નાંણાકીય લેતીદેતી ખૂબજ સંભાળીને કરશો. તમારી પોતાની અંગત બાબત કોઈને કહેતા નહીં. હાલમાં દરરોજ મોટી હપ્તન યશ્ત ભણજો.
શુકનવંતી તા.20, 21, 22, 24 છે.
Saturn’s rule till 23rd March makes it difficult to even get smaller tasks done smoothly. Not having saved money during your good times will result in you having to take loans now. You could experience joint-pain and back-ache. You are advised to practice caution in your financial transactions related to lending or borrowing money. Do not reveal your personal problems to anyone. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 24.
LIBRA | તુલા: ર.ત.
તા. 28મી માર્ચ સુધી બુધની દીનદશા ચાલશે. તેથી તમે કરકસર કરીને ધન બચાવી શકશો. હીસાબી કામની અંદર વધુ સફળ બની શકશો. બુદ્ધીબળ વાપરીને તમારા કમને સહેલા બનાવી દેશો હાલમાં બને તો થોડું ઘણું રોકાણ લાંબા સમય નહીં લાગે. નાનામોટાં કામો સમજાવટમાં પતાવી દેશો મિત્રોની મદદ મળી રહે. માટે હાલમાં મહેરનીઆએશ ભણવાનું ચાલુ રાખો.
શુકનવંતી તા. 19, 21, 24, 29 છે.
Mercury’s rule till 28th March facilitates you put in some effort and save money. You will be successful in any accounts-related tasks. You will be able to use your intelligence and get work done efficiently. You are advised to make long-term investments. You will be able to get general tasks done smoothly. Friends will be helpful. Continue praying the Meher Nyaish daily.
Lucky Dates: 19, 21, 24, 29.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમોને આજ અને કાલનો દિવસજ સંભાળીન પસાર કરી લેજો. ઉતરતી મગમની દીનદશા તમાને નાનું એક્સીડન્ટ આપીજાય તેની તમે સંભાળ લેજો. 21મીથી બુધની દીનદહા આવતા 56 દિવસમાં તમારા બોજાને ઓછો કરાવીદેશે ફસાયેલા નાણાને પાછા મેળવવા માટે સીધા રશ્તા બનાવી દેશે બગડેલી બાજીને સુધારવી તે બુધની દીનદશા રસ્તો બતાવશે. તીરયશ્તની સાથે મહેરનીઆએશ ભણજો.
શુકનવંતી તા. 20 to 23 છે.
You have 10 days remaining under the rule of Mars – you might not be able to keep control over your temper. Try to consciously not allow petty squabbles with siblings at home turn into big issues. Your words of truth could come across like a bitter poison to others. Pray the Tir Yasht daily.
Lucky Dates: 20 to 23.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા ચાર દિવસમાં શુક્રની દીનદશામાં પસાર કરવાના બાકી છે તેથી 23મી પહેલા ઘરવાળાની ડીમાન્ડ પુરી કરી આપજો બાકી 23મી થી 28 દિવસ માટે મંગળની દિનદશા ઘરવાળા સાથે મતભેદ ખુબજ કરાવી દેશે તમારા મગજને નાની-નાની બાબતમાં ગરમ કરી નાખશે. ચાલતા ચાલતા પડી જાવ કે બીમારી આવી જાય તો નવાઈમાં પડતા નહીં. આજથી રોજ તીરયશ્ત ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19 to 22 છે.
You have four days remaining under the Moon’s rule. You are advised to cater to the wants of family members before the 23rd of February. Mars’ rule, for the next 28 days, starting from February 23rd, could cause a lot of squabbles with family members. You will lose your temper over petty matters. You could suddenly suffer from a fall or an illness. Pray the Tir Yasht daily.
Lucky Dates: 19 to 22.
CAPRICORN | મકર: ખ.જ.
ચંદ્રની દીનદશા ચાલુ હોવાથી મગજને શાંત રાખીને કામ કરવાથી સફળતા મેળવવામાં મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર થશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. મિત્રો સગાવહાલાઓનો સાથ મળી રહેશે. જેબી કામ કરશો તેમાં તમારો સેલ્ફ કોન્ફીડન્શ ખૂબજ વધતો જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે.34મું નામ યા બેસ્તરના 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.
The Moon’s rule helps you keep a calm mind and brings you success in your endeavours. You will be helpful to others. Do not skip any opportunity for short travels. Your friends and relatives will be supportive of you. Your self-confidence will increase with each task you undertake. There will be no financial constraints. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 20, 23, 24, 25.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
સૂર્યની દીનદશાચાલુ હોવાથી સરકારી કામમાં જશ નહીં મળે. હાઈ પ્રેશર, આંખમાં બળતરા, તાવ જેવી બીમામરી આવી શકશે. વડીલવર્ગની સાથે નાનીનાની બાબતમાં ખટપટ થશે. ધણી કે ધણીયાણીને પેટની અંદર ગરમી વધી જશે. એકબીજાના વિચારો સરખા નહીં હોવાથી મતભેદ પડશે. સૂર્યને સાંત કરવા માટે 96મું નામ યા રયોમન 101 વખત ભણજો.
શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.
શુકનવંતી તા. 19, 21, 22, 24 છે.
The ongoing Sun’s rule will not allow your government-related works to come through. You could suffer from high Blood Pressure, fever or burning eyes. You could get into arguments over petty matter with the elderly. Couples could end up squabbling heatedly as their thoughts will differ greatly. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand, 101 times, daily.
Lucky Dates: 19, 21, 22, 24.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
હાલમાં તો શુક્રની દીનદશા ચાલુ હોવાથી હરવાફરવામાં ખર્ચ ખુબજ વધી જશે. ખાવા-પીવામાં વધુ ખર્ચ થઈ જશે. મનગમતી વ્યક્તિને સામેથી મલવાથી વધુ આનંદમાં આવી જશો. ઓપાઝીટ સેક્સનું એટ્રેક્શન સારુ રહેશે. નવા કામ કરવામાં સફળતા મળશે. ધન લાભ મળશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર બહેરામયઝદ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.
Venus’ ongoing rule will have you spending a lot of money on entertainment and travel. Your expenses towards foods will increase. Meeting with your favourite person will bring you immense happiness. There will be a lot of attraction towards the opposite gender. New ventures will result in success and bring in profits. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 21, 23, 25
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024