મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્રની દીનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. સાથે કામ કરનારનો સાથ મલવાથી તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજ બરોજના કામ વધુ સારી રીતે કરી શકશો. 13મી એપ્રિલ સુધી ફેમીલી મેમ્બરની ઈચ્છા પુરી કરી શકશો. મિત્રોથી ફાયદો મળશે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 04 છે.
Venus’ ongoing rule will present you the opportunity of traveling abroad. The support of your colleagues will help you execute even your challenging tasks smoothly. You will be able to do your daily chores efficiently. You will be able to cater to the wants of your family till 13th April. Friends will prove beneficial. You will continue to prosper financially. Ensure to pray to Behram Yazad daily.
Lucky Dates: 26, 27, 28, 04
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લુ અઠવાડિયુ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બોલવામાં ખુબ સંભાળજો. તમારૂં બોલવાનું સામેવાળાને કડવું લાગશે. અંગત વ્યક્તિને નાણાકીય મદદ નહીં કરી શકો. ઉતરતી રાહુની દિનદશા નાણાકીય મુશ્કેલી આપશે. પાક પરવરદેગારનું નામ લેતા રહેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 02, 03 છે.
You have one last week remaining under the rule of Rahu. Ensure to be very careful what you say because your words could leave a bitter taste in the mouth of the listener. You will not be able to lend financial help to a close person. Rahu’s descending rule could leave you with financial issues. Ensure to keep chanting the name of God. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 26, 28, 02, 03
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી દીધા છે. તમારા સીધા કામ પણ તમે શાંતિથી પુરા નહીં કરી શકો. તમારી અંગત વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. તમારા ખર્ચ વધી જવાથી ચિંતામાં વધારો થશે. ઘરવાળાઓને ખુશ નહીં રાખી શકો. મગજનો બોજો ઓછો કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 01, 02, 04 છે.
Rahu seems to have put you in a golden cage. You will not be able to complete even your simple tasks in peace. You could misplace or lose an important item. An increase in your expenditures could leave you feeling more stressed. Your family members will not be pleased with you. To reduce your mental pressures, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 27, 01, 02, 04
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારાથી બનશે એટલા ધર્મના કામ કરી શકશો. બીજાને મદદ કરવાથી મનને આનંદ મળશે. વડીલ વર્ગના સલાહ સુચન તમારા કોઈ ખરાબ થતા કામને અટકાવી દેશે. નાણાકીય બાબતમાં કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભરવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 02, 03 છે.
Jupiter’s ongoing rule will lead towards the path of religious works. Helping others will give you mental happiness. The timely advice of someone elderly will stop you from participating in a harmful venture. You will not need financial help from others. You will continue to prosper financially. Continue to pray the Sarosh Yasht daily.
Lucky Dates: 26, 28, 02, 03
LEO | સિંહ: મ.ટ.
તમારી રાશિના માલિક સુર્યના પરમ મિત્ર ગુરૂની દિનદશા 24મી એપ્રિલ સુધી ચાલશે. તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. નાણાકીય મુશ્ેકલીમાંથી ધીરે ધીરે બહાર આવી શકશો. નારાજ થયેલા ફેમીલી મેમ્બરને મનાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 01, 04 છે.
Jupiter rules you till 24th April. You will be able to restart your stalled ventures. You will eventually arise out of any financial difficulties. You will be able to win over a family member who is upset with you. Ensure to make investments. Continue praying the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 01, 04
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શનિની દિનદશા ચાલુ હોવાથી ધારેલા કામો સમય પર પુરા નહીં કરી શકો. કોઈને પણ પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 23મી માર્ચ સુધી ઘરમાં લોખંડ કે ઈલેકટ્રોનીક સાધનો લેવાની ભુલ કરતા નહીં. તબિયતમાં ચઢાવ ઉતાર રહેશે. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 01, 02, 03 છે.
Saturn’s ongoing rule does not allow you to complete your work in time. Avoid making promises to anyone. You are advised to not buy any electronic or metallic items for the house, till 23rd March. You will face ups and downs in your health. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 26, 01, 02, 03
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. બુધ તમારી રાશિનો પરમમિત્ર હોવાથી મિત્ર તરફથી ફાયદાની વાત જાણવા મળશે. નવા મિત્રો મળશે. તમારા અગત્યના કામો વીજળીવેગે પુરા કરી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 02, 03 છે.
Mercury’s rule till 18th March will have your friends reveal beneficial information to you. You will make new friends. You will be able to complete your important tasks at lightning speed. You will be able to put in extra effort to earn money. You will succeed in making good investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 02, 03
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા રોજ બરોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. તમારા કરેલા કામોના વખાણ થશે. પ્રમોશન સાથે નવા કામ મલવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરને મદદ કરવામાં પાછળ નહીં પડો. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 03, 04 છે.
The start of Mercury’s rule will help you do your daily tasks smoothly. Your work will be appreciated. You could bag a new job along with a promotion. Do not hesitate to help out a family member. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 26, 27, 03, 04
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની વાત પર વધુ પડતા ગરમ થઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેજો. તાવ માથાનો દુખાવો તથા એસીડીટીથી પરેશાન થશો. ખાવા પીવા પર ધ્યાન આપજો. તબિયતમાં જલદીથી સુધારો પણ આવશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 01, 02 છે.
Mars’ rule till 21st March will make it impossible for you to control your temper. You will get angry over petty matters. Take special care of your health. You could suffer from fever, head-aches or acidity. By paying attention to your diet, your health will improve faster. Pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 29, 01, 02
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે દરેક બાબતમાં આનંદમાં રહેશો. તમારા હાથથી બીજાને મદદ થાય તેવા કામ કરવામાં સફળ થશો. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી તે લોકોનું દિલ જીતી લેશો. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 28, 03, 04 છે.
The Moon’s rule till 23rd March will have you feeling happy, on the whole. You will succeed in being pivotal towards helping others. You are advised to speak your mind to the person you wish to share your thoughts with. You will win over your family members by catering to their wants. Ensure to pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 26, 28, 03, 04
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારી તબિયતનું ધ્યાન રાખજો. કોઈપણ કામ જે તમારા મગજને તકલીફ આપે તેવું કામ કરતા નહીં. તમારા બાળકો સાથે પ્રેમથી વર્તજો. કોઈ સાથે માથાકુટમાં પડતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.
This is your last week remaining under the rule of the Sun, so take special care of your health. Avoid doing any work which causes you mental stress. You are advised to behave lovingly with children. Avoid getting into hassles or arguments with others. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.
Lucky Dates: 27, 28, 01, 02
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે એકબીજાને ખુશ કરવામાં સફળ થશો. કોઈના સાચા સલાહકાર બની શકશો. અપોજીટ સેકસની મદદ કરીને દુવા મેળવવામાં સફળ થશો. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી શકશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 26, 01, 03, 04 છે.
Venus’ rule till 14th March will make you successful in making others happy. You will give sincere advice to someone. You will receive the good wishes from the opposite gender by helping them out. Couples will be able to understand each other without the use of words. There will be no financial constraints. Pray to Behram Yazad.
Lucky Dates: 26, 01, 03, 04
- ડિસેમ્બર પછી ફરી એક નવી શરૂઆત - 28 December2024
- 2025ની શરૂઆત સકારાત્મકતાથી કરો! - 28 December2024
- હસો મારી સાથે - 28 December2024