મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારો ખર્ચ વધવા છતાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. ખાવા પીવા તથા મોજશોખ પાછળ ખર્ચ થતો રહેશે. અપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.
Venus’ ongoing rule will ensure to make your noble wishes come true. Despite an increase in your expenditures, you will not face any financial difficulty. Expenses on food and entertainment will continue. The attraction to members of the opposite gender will increase. Pray to Behram Yazad daily.
Lucky Dates: 12, 15, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને લાંબા સમય ચાલે તેવી શુક્રની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારો ડર નીકળી જશે. નવા કામ મેળવવામાં સફળ થશો. ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Venus is here to rule for a long time. It will do away with all your fears. You will be successful in getting new work projects. Earning money will not be difficult. You will be able to do your daily chores efficiently. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 17, 18
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી એપ્રિલ સુધી તમે તમારા કામમાં સફળ નહીં થાવ. જે કામમાં સફળતા મળશે તેવું લાગતું હોય તે કામ રાહુ નહીં થવા દે. પૈસા મેળવવા માટે નકામી ભાગદોડ કરશોે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવક ખુબ ઓછી થઈ જશે. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.
Rahu’s ongoing rule till 3rd April makes it difficult for you to be successful in your endeavours. Even projects that you believe will be successful, will not turn out to be so, under Rahu’s rule. Even putting in a lot of effort to earn money could go to waste. Expenses will continue to mount. Income will reduce greatly. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 12, 14, 15, 16
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તમારા કામમાં જશ મળીને રહેશે. ઉતરતી ગુરૂની દિનદશા નાણાકીય ફાયદો અપાવીને જશે. ઘરવાળાઓ સાથે સારા સારી રહેશે. બીજાના મદદગાર બની તેમની ભલી દુવા મેળવી શકશો. લગ્ન કરનાર વ્યક્તિને પસંદગીની વ્યક્તિ મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
Jupiter’s rule till 23rd March will bring you lots of fame and popularity in your work sphere. The descending rule of Jupiter will bring you financial gains. Relations with the family with be cordial. You will earn the blessings of others by helping them out. Those looking to get married will find their ideal partners. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 17, 18
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા ફેમીલી મેમ્બર તમારા કામથી ખુશ થશે. તમારા નાણાકીય વ્યવહાર સારી રીતે પુરા કરી શકશો. નાણાકીય લેતી-દેતીના કામમાં સફળતા મળશે. તમારા કામમાં કોઈ ભુલ નહીં કાઢી શકે. સારા સમાચાર સાંભળવા મળશે. નવા કામ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.
Jupiter’s rule till 21st April will have your family members feeling proud and delighted with your work. You will be able to conclude your financial commitments well. You will be successful in financial transactions related to lending or borrowing. Your work will be faultless. You will receive good news. You will be able to get new work. Pray the Sarosh Yasht.
Lucky Dates: 12, 13, 14, 16
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી ખોટા વિચારો અને ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. બીજાઓ ભુલ કરશે અને તમારૂં ખરાબ થશે. સરકારી બાબતથી દૂર રહેજો. ઘરવાળાઓ સાથે નાની બાબતમાં ખટપટ થયા કરશે. શનિ તમારી તબિયતને બગાડી દેશે. ખોટી જગ્યાએ તમારા પૈસા ફસાઈ જશે. રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Saturn’s rule till 23rd March will have your mind clouded with negative thoughts and worries. You will end up having to pay for the mistakes of others. Stay away from any government related works. There could be regular squabbles at home over petty matters with family members. Saturn could take a toll on your health. You could invest your money in the wrong place. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 16, 17, 18
LIBRA | તુલા: ર.ત.
છેલ્લું અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. નાણાકીય બાબતમાં ધ્યાન આપજો. માથાનો બોજો બુધની કૃપાથી ઓછો થતો જશે. ઉતરતી બુધની દિનદશા તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરાવી આપશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.
This is the last week under Mercury’s rule. You are advised to pay attention to financial details. Mercury will help reduce your mental worries. The descending rule of Mercury will result in you doing a noble deed for another. You will be able to win over strangers with your sweet tongue. Ensure to make some investments. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 14, 15
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. જેને પ્રેમ કરતા હો તેને મનની વાત પહેલા કરી દજો. ધન મેળવવા બુધ્ધિનો ઉપયોગ કરજો. જ્યાં નોકરી કરતા હશો ત્યાં માન સાથે પ્રમોશન પણ મળશે. મુસીબતમાં બહાર નીકળવાનો રસ્તો મળી જશે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 16, 17 છે.
Mercury’s rule till 17th April suggests that you open your heart out to the one you love. Use your intelligence to earn money. You will receive a fame as well as a promotion at your workplace. You will find a way out of your troubles. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 14, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ફેમીલી મેમ્બર તમને ઉશ્કેરાટમાં લાવી દેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. પ્રેશર કે એસીડીટી પરેશાન થશો. નવા કામ હાલમાં શોધતા નહીં. મનને શાંત રાખવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.
Mars’ rule till 21st March could cause a lot of squabbles with family members. You will feel provoked by them. You are advised to drive/ride your vehicles with caution. You could suffer from high Blood Pressure or acidity. Do not look out for new work. To placate your mind, pray the Tir Yasht daily.
Lucky Dates: 13, 14, 15, 18
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. અગત્યના કામો મન શાંત રાખીને કરશો તો ફાયદામાં રહેશો. અટકેલા કામો પુરા કરવામાં કોઈ અંગત વ્યક્તિ કે મિત્રનો સાથ મળી રહેશે. શારિરીક બાબતમાં કોઈ મુશ્કેલી નહીં આવે. ધન કમાઈ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મનને શાંત રાખવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
The Moon rules you till 23rd March. You will be in a position of gain if you do your important tasks with a calm mind. You will receive the support of a close friend to help you complete your unfinished tasks. There will be no physical ailments. You will be able to earn well and make good investments. To keep the mind clam, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 16, 17
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા માથાનો બોજો ઓછો કરી શકશો. જૂના રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ચંદ્રની કૃપાથી કોઈ કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ઘરની વ્યક્તિ સાથે મનમેળાપ સારો રહેશે. મનગમતી વસ્તુ વસાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.
The ongoing Moon’s rule reduces your mental tensions. You will be able to retrieve finances which have been stuck for a while. You will not find any task challenging, with the Moon’s grace. You will get opportunities to travel abroad. The atmosphere with family members will be cordial. You will be able to purchase items that you desire. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 14, 15, 16, 18
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજ અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં ઘરવાળાને આંનદમાં રાખજો. 14મીથી 20 દિવસ માટે સુર્યની દિનદશા તમારા માથાનો બોજો વધારી નાખશે. તમે માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે તમારી સાથે તેઓ નારાજ થતા રહેશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 17, 18 છે.
Today and tomorrow are the last two days under Venus’ rule. Keep your family members happy these two days. Starting from the 14th, the Sun’s rule will increase your mental tensions. You could suffer from headaches. You will not be successful in government related works. The health of the elderly at home could go down. The elderly could get upset with you. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 17, 18
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025