મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં દોસ્ત ઓછા દુશ્મન વધુ થશે. મિત્રોનો સાથ સમય પર નહીં મળે. માથાનો દુખાવો, તાવ, શરદી ખાસીથી પરેશાન થશો. ભાગદોડ બને તો ઓછી કરજો. સુર્યની શાંતિ જોઈતી હોય તો 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
The onset of the Sun’s rule calls for you to pay a great deal of attention to any govt-related works. The workplace will team with more enemies than supporters. You will not receive timely help from your friends. You could suffer from headaches, cough and cold or fever. Try to avoid moving around too much. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 19, 20
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થશે. ખાવા પીવા પાછળ ખર્ચ ખુબ વધી જશે. તમારા કામો જલદી પુરા કરી શકશો. સાથે સાથે બીજાના મદદગાર થશો. શુક્રની કૃપાથી ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. પ્રેમમાં પડેલ વ્યક્તિ પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
Venus’ ongoing rule will help to realize your sincere wishes. Expenses on food and entertainment could increase greatly. You will not only be able to complete your work speedily, but also prove helpful to others. With Venus’ blessings, despite your expenses, there will be no financial shortfall. Those in romantic relationships will be able to spend quality time with their partners. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 21, 22
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં સારી વસ્તુ લેવામાં સફળ થશો. અપોઝીટ સેકસના મદદગાર થશો. જો તમે પ્રેમમાં હશો તો સામેવાલા તરફથી સારા સમાચાર મળશે. ધણી ધણીયાણી મનની વાત ઈશારાથી સમજી જશે. નાની મુસાફરી કરવાથી મનને આનંદ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.
Venus’ rule till 14th June will make it possible for you to make purchases for the house. You will be helpful to the opposite gender. You will receive good news from your romantic partner. Couples will be able to understand each other just with a glance. Short travel will bring you much mental peace. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 18, 19, 20
CANCER | કર્ક: ડ.હ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલા કામો પુરા નહીં કરી શકો. મનથી ખુબ બેચેન રહેશો. તમારા અંગત વ્યક્તિ કે સગાઓને સાચી વાત કહેશો તો તમારી વાત માનશે નહીં. રાહુને કારણે તબિયતની ખુબ સંભાળ લેજો. ખાવાપીવાથી પર ધ્યાન આપજો. સમજ્યા વગર કોઈપણ કામ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 21, 22 છે.
Rahu’s ongoing rule could cause last-minute glitches to unravel near-completed projects. You could be very mentally restless. Those close to you might not believe you, despite your being truthful to them. Take special care of your health with an emphasis on the right diet. Do not undertake any work without having a thorough understanding of it. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 17, 19, 21, 22
LEO | સિંહ: મ.ટ.
21મી સુધી ગુરૂની દિનદશા ચાલશે ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. ઘરખર્ચ પર કાપ મુકતા નહીં. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથે સારા કામ કરાવી જશે. 21મીથી શરૂ થતી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. શુક્રવાર સુધી અગત્યના કામ પૂરા કરી લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.
Jupiter’s rule till 21st April suggests that you prioritize the needs of your family members. The descending rule of Jupiter will have you indulge in doing some noble work. Rahu’s rule, staring 21st April, will rob you of your sleep and appetite. Ensure to complete all your important works by next Friday. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 18, 19, 20, 21
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મનગમતી વ્યક્તિને મળી શકશો તથા તમારા મનની વાત કહી શકશો. માથા પરનો બોજો ઓછો કરવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ચેરીટીના કામ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 19, 22 છે.
Jupiter’s ongoing rule will facilitate your meeting with a favourite person and help you speak your mind with them. You will be able to lessen your tensions and worries. Financially, things will continue to progress. You will be able to do works of charity. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 17, 19, 22
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમારે તમારી તબિયતની ખુબ કાળજી લેવી પડશે. તમારી નાની ભુલ તમને મોટી બીમારી આપશે. ધન ખર્ચ કરતા ખોટી ગભરામણ થશે. શનિ તમને જોઈન્ટ પેઈન, બેક પેન અને માથાનો દુખાવો આપશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Saturn’s rule till 23rd April, calls for you to take great care of your health. Even a small carelessness on your part could turn into a huge medical crisis. You will be apprehensive to spend money. You could suffer from joint-pain, back-ache and headaches. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 17, 18, 19, 20
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. લેતીદેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમને કોઈને પૈસા આપવાના બાકી હોય તો થોડો સમય માંગી લેજો. કાલથી 36 દિવસ માટે શનિની દિનદશાને લીધે તમારા લેણદાર તમને પરેશાન કરી મુકશે. આજથી ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 19, 21, 22 છે.
This is the last day under Mercury’s rule, so ensure to prioritize the completion of all transactions related to lending or borrowing money. If you need to return a loan, try to ask your creditors for a little time to repay them. Starting tomorrow, Saturn’s rule for the next 36 days, could have your money-lenders harass you for repayment. Starting today, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 19, 21, 22
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. લાંબા સમય માટે મોટું રોકાણ કરી શકશો. રોજ બરોજના કામ સમય પર કરવાથી ફેમીલી મેમ્બરને સમય આપતા તેઓ ખુશ થઈ જશે. તમે તમારા ફાયદા પર પહેલા ધ્યાન આપજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
Mercury’s rule till 18th May opens up prospects to make new friends. You will be able to make a sizeable long-time investment. By completing your daily work in time, you will be able to spend quality time with your family members and thus make them happy. Ensure to focus on your profitability. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 16, 17, 18, 20
CAPRICORN | મકર: ખ.જ.
પહેલા પાંચ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મગજને શાંત રાખીને કામ કરજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. 21મીથી શરૂ થતી બુધની દિનદશા મનને શાંતિ આપશે. બુધ તમારા અટકેલા કામ ફરી ચાલુ કરાવી આપશે. નવા કામ મળશે. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.
You have 5 days remaining under the rule of Mars. Try to keep your mind cool through these days. Be careful while ridding/driving your vehicles. Mercury’s rule starting on 21st April brings you much mental peace. You will be able to restart your stalled works. You will get new work projects. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 16, 17, 21, 22
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. મનને શાંત રાખીને અગત્યના કામ પહેલા કરજો. ફેમીલીની ડિમાન્ડ પુરી કરી શકશો. બે ત્રણ દિવસ મુસાફરીનો ચાન્સ મળશે. તમારા કામ પુરા કરવા માટે વધુ સમય આપવો પડશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
This is the last week under the Moon’s rule, so keep your cool and prioritize completing your important works. You will be able to cater to the wants of your family members. You could get a 2-3 day travel opportunity. You will have to put in added time to complete your tasks. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 17, 18, 19, 20
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા તમને ગરમીમાં થંડક આપશે. નાના કામો પણ વિચારીને કરશો. ગામ પરગામ જઈ શકશો. બીજાના સાચા સલાહકાર બની શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવા વધુ કામ કરી એકસ્ટ્રા ધન કમાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 19, 21, 22 છે.
The Moon’s rule till 24th May will help you keep cool in the hot summer. You will give much thought to even your small tasks. You will be able to travel abroad. You will be able to give sincere advice to others. You will work extra hard to balance out any financial shortfalls and in the process, you will earn extra income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 16, 19, 21, 22
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024